Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 273
________________ પરિશિષ્ટ-૫ | ૨૧૯ | 'દરવાજ' નામનું નગર માને છે. (જ્યોગ્રાફિકલલ એન્ડ ઈકોનોમિક સ્ટડીજ ઈન ધી મહાભારત, પે. ૩ર-૪૦) (૪) ઘટ જાતકનો એક અભિમત છે કે દ્વારકાની એક બાજુ અગાધ અફાટ સમુદ્ર ધૂધવી રહ્યો હતો, તો બીજી બાજુ ગગનચુંબી પર્વત હતો. ડૉ. મલ્લ શેખરનો પણ આ જ મત છે. (૫) ઉપાધ્યાય ભરતસિંહે દ્વારકાને સૌરાષ્ટ્રનું એક નગર બતાવ્યું છે. સમ્મતિ(વર્તમાનકાલિન) દ્વારકાથી વીસ માઈલ દૂર કચ્છની ખાડી છે. તેમાં એક નાનકડો ટાપુ છે. ત્યાં એક બીજી દ્વારકા છે. જેને 'બેટ દ્વારકા' કહેવાય છે. માન્યતા છે કે અહીં શ્રી કૃષ્ણ પરિભ્રમણ કરવા આવતા હતા. દ્વારકા અને બેટ દ્વારકા બંને સ્થળોમાં રાધા, રુકમણી, સત્યભામાના મંદિર છે. (બૌદ્ધકાલિન ભારતીય ભૂગોળ પૃ. ૪૮૭). (૬) બોમ્બે ગેજેટીઅરમાં કેટલાક વિદ્વાનોએ લખ્યું છે કે દ્વારકાની અવસ્થિતિ પંજાબમાં માનવાની સંભાવના છે. (બોમ્બે ગેજેટીઅર ભા-૧, પાર્ટ-૧, પૃ-૧૧ની ટિપ્પણ–૧). (૭) ડૉ. અનંત સદાશિવ અજોકરે લખ્યું છે– પ્રાચીન દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ છે તેથી દ્વારકાની અવસ્થિતિની નિર્ણય કરવો સંશયાસ્પદ છે. (ઈડિયન અન્ટિક્વેરી સન-૧૯૨૫, સપ્લીમેંટ. ૨૫) () ઇતિપલાશ ચૈત્ય :- તિપલાશ નામનું ચૈત્ય વાણિજ્યગ્રામ નગરની બહાર હતું. જ્યાં ભગવાન મહાવીરે આનંદ ગાથાપતિ, સુદર્શન શ્રેષ્ઠિને શ્રાવકધર્મમાં દીક્ષિત કર્યા હતા. (૭) ભજિલપુરઃ-ભદિલપુર મલયદેશની રાજધાની હતી. મુનિ કલ્યાણ વિજયજીના મતાનુસાર પટણાથી લગભગ સો (૧૦૦) માઈલ અને 'ગયા'થી નૈઋત્ય દક્ષિણમાં અઠ્યાવીસ માઈલ દૂર ઉપર ગયા જિલ્લામાં અવસ્થિત હરરિયા અને દંતારા ગામોની પાસે ભદિલા નગરી હતી. જે ઘણા સમયથી ભદિલપુર નામથી જૈનોનું એક પવિત્ર તીર્થ રહ્યું છે. (શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૩૮૦) આવશ્યક સૂત્રના નિર્દેશાનુસાર શ્રમણ ભગવાન મહાવીરે એક ચાતુર્માસ ભક્િલપુરમાં કર્યું હતું. ડૉ. જગદીશચંદ્ર જૈનનું મંતવ્ય છે કે હજારી બાગ જિલ્લામાં ભદિયા નામનું જે ગામ છે તે જ ભક્િલપુર હતું. આ સ્થાન હંટરગંજથી છ માઈલના અંતરે કુલુહાક પહાડીની પાસે છે.– (જેન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ. પૃ. ૪૭૭) (૮) ભરત ક્ષેત્ર - જંબુદ્વીપના દક્ષિણ છેડાનો ભૂખંડ ભરત ક્ષેત્રના નામથી વિશ્રત છે. આ અર્ધચંદ્રાકારે છે. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્ર છે. ઉત્તર દિશામાં ચલ હિમવંત પર્વત છે. ઉત્તરથી દક્ષિણ સુધી ભરત ક્ષેત્રની લંબાઈ પર યોજન ૬ કળા છે અને પૂર્વ પશ્ચિમની લંબાઈ ૧૪૪૭૧ યોજન અને કાંઈક ન્યૂન ૬ કળાની છે. એનું ક્ષેત્રફળ ૧૩,૮૦,૬૮૧ યોજન, ૧ કળા અને ૧૭ વિકળા છે. ભરતક્ષેત્રના મધ્યભાગમાં ૫0 યોજન વિસ્તારનો વૈતાઢય પર્વત છે. જેના કારણે ભરતના બે ભાગ પડે છે અને ચલહિમવંત પર્વતથી નીકળતી સિંધુ અને ગંગાનદીના કારણે ભરત ક્ષેત્ર છ ભાગમાં વિભાજિત થાય છે. પ્રથમ ખંડ એક આર્ય ખંડ છે. એ સિવાય પાંચ ખંડ (૨,૩,૪,૫,૬) અનાર્ય

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284