Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આ આગમથી ભવ્યજીવોને અંતક્રિયાની પ્રેરણા મળે છે. તેથી તે પરમ કલ્યાણકારી ગ્રંથ છે. સિદ્ધગતિ પ્રાપ્ત જીવોનું જ વર્ણન હોવાથી પરમ મંગલમય છે. આ આગમના બધા જ અંતકૃતકેવળી' હતા. આયુષ્યકર્મ શેષ બાકી ન હોવાથી કેવળ જ્ઞાન-કેવળદર્શનથી જાણેલા પદાર્થોને પ્રદર્શિત ન કરી શક્યા અર્થાત્ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પશ્ચાત તુરત જ ચાર અઘાતી કર્મો ખપાવી જન્મ-મરણ–આયુકર્મનો અંત કરી સિદ્ધગતિને પામ્યા.
પરિચય :
સમવાયાંગ સૂત્ર-૯૬માં અંતગડના દશ અધ્યયન અને સાત વર્ગ કહ્યા છે. આચાર્ય દેવવાચકે નંદીસૂત્ર-૮૮ માં 'અવજ્ઞા આઠ વર્ગનો ઉમ્બ કર્યો છે, પણ દશ અધ્યયનનો ઉલ્લેખ નથી. આચાર્ય અભયદેવે સમવાયાંગ વૃત્તિમાં બંને આગમોના કથનનો સમન્વય કરતા લખ્યું છે કે પ્રથમ વર્ગના દશ અધ્યયન છે અને અન્ય વર્ગોની દષ્ટિથી સાત વર્ગ કહ્યા છે. નંદી સૂત્રમાં માત્ર વર્ગ બતાવ્યા છે.(સમવાયાંગ વૃત્તિપત્ર-૧૧૨) પરંતુ આ સમન્વય પણ બહુ લાંબો નથી ચાલતો કારણ કે સમવાયાંગમાં અંતગડ સૂત્રનો શિક્ષાકાળ દશ કહ્યો છે જ્યારે નંદી સૂત્રમાં તેની સંખ્યા આઠ બતાવી છે. સમવાયાંગની વૃત્તિમાં આચાર્ય અભયદેવે કબૂલ કર્યું છે કે ઉદ્દેશન કાળનાં અંતરનો અભિપ્રાય અમને જ્ઞાત નથી.
આચાર્ય જિનદાસગણી મહત્તરે નંદીચૂર્ણિમાં(પૃ.૬૮) અને આચાર્ય હરિભદ્ર નંદીવૃત્તિ પૃ.૮૩માં કહ્યું છે કે પ્રથમ વર્ગના દશ અધ્યયન હોવાથી આ આગમનું નામ અંતગડદસાઓ છે. ચૂર્ણિકારે દશાનો અર્થ અવસ્થા પણ કર્યો છે. સમવાયાંગમાં દશ અધ્યયનોનો નિર્દેશ તો છે પરંતુ તેના નામનો નિર્દેશ નથી. ઠાણાંગ સૂત્રમાં નામ છે, જેમ કે- નમિ, માતંગ, સોમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલિ, ભગાલી, કિંકષ, ચિલ્લક અને ફાલ અંબડપુત્ર. – (ઠાણાંગ ૧૦/૧૧૩).
તત્ત્વાર્થ સૂત્રના રાજવાર્તિકમાં(૧/૨૦ પૃ.૭૩) એવં પતિ માં થોડા પાઠભેદની સાથે દશ નામ પ્રાપ્ત થાય છે. જેમ કે– નમિ, માતંગ, સોમિલ, રામગુપ્ત,
34