Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 266
________________ ૨૧૨ પ્રતિબોધ આપી રહ્યા હતા. તે સમયે વિધાસંપન્ન પ્રભવ ચોર ચોરી કરવા આવ્યો. જંબુકુમારની વૈરાગ્યપૂર્ણ વાણી સાંભળીને તે પણ પ્રતિબદ્ધ થઈ ગયો. તે પ્રભવાદિ ૫૦૧ ચોર, ૮(આઠ) પત્નીઓ, ૧૬(સોળ) તેના[પત્નીના] માતાપિતા, સ્વયંના માતા પિતા અને સ્વયં જંબૂકુમાર આ પ્રમાણે ૫૨૮ વ્યક્તિઓએ એક સાથે સુધર્મા સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. જંબૂસ્વામી ૧૬ વર્ષ ગૃહસ્થ અવસ્થામાં રહ્યા. ૨૦ વર્ષ છદ્મસ્થ પર્યાયમાં રહ્યા. ૪૪ વર્ષ કેવળી પર્યાયમાં રહ્યા. ૮૦(એંસી) વર્ષનું સર્વાયુષ્ય ભોગવીને પોતાની પાટ આર્ય પ્રભવ સ્વામીને સોંપી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. - (૬) જમાલી :— વૈશાલીના ક્ષત્રિય કુંડનો એક રાજકુમાર હતો. પ્રભુ મહાવીર સ્વામીના જમાઈ અને ભાણેજ થતા હતા. એકવાર પ્રભુની વાણી સાંભળી વૈરાગ્ય થયો. માતાપિતાના મનાવવા પર ન માન્યા. આઠ પત્નીઓ છોડી પાંચસો(૫૦૦) ક્ષત્રિયકુમારો સાથે ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. સુંદર ચારિત્ર પર્યાયનું પાલન કરતાં હતા, પરંતુ એક દિવસ ગાઢા મિથ્યાત્વનો ઉદય થવા પર, પ્રભુના "ડમાળે હે" ના સિદ્ધાંતથી વિરુદ્ધ પ્રરૂપણા કરવા લાગ્યા. પ્રભુના શાસનમાં સાત નિન્દ્વવ થયા. જમાલી તેમાંના એક થયા.. અંત સુધી વિરુદ્ધ પ્રરૂપણા કરતા નિન્દ્વવના ભાવમાં જ વિચર્યા. કાલ કરી કિક્વિપી દેવ થયા. શ્રી અંતગડ સૂત્ર (૭) જિતશત્રુરાજા :- શત્રુને જીતનારા રાજા. જે રીતે બૌદ્ધ જાતકોમાં બ્રહ્મદત્તનું નામ આવે છે એવી રીતે જૈન ગ્રંથોમાં પ્રાયઃ જિતશત્રુ રાજાનું નામ આવે છે. જિતશત્રુની સાથે પ્રાયઃ ધારિણીનું નામ પણ આવે છે. કોઈપણ કથાના પ્રારંભમાં કોઈને કોઈ રાજાનું નામ કહેવાની કથાકારોની પુરાતન પદ્ધતિ છે. કોઈપણ રાજા કે રાણીનું નામ અજ્ઞાત હોય તો જિતશત્રુ અને ધારિણી નામ આપવામાં આવે છે. તેથી જિતશત્રુ તથા ધારિણી નામ રૂઢ નામ છે. (ઓઘપાઠની જેમ) નીચેના નગરોના રાજા જિતશત્રુ બતાવવમાં આવ્યા છે. નગર ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. વાણિજયગ્રામ ચંપાનગી ઉજ્જયની રાજા જિતશત્રુ જિતશત્રુ જિતશત્રુ જિતશત્રુ સર્વતોભદ્રનગર મિથિલાનગરી જિતશત્રુ પંચાલદેશ જિતશત્રુ આમલકપાનગરી જિતશત્રુ સાવત્યીનગરી જિતશત્રુ આભિયાનગરી જિતશત્રુ વાણારીનગરી જિતશત્રુ પોલાસપુર જિતશત્રુ

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284