Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
|
૯૮ ]
શ્રી અંતગડ સૂત્ર
વિવેચન :
અહીં પ્રશ્ન થાય કે આ નગરીના વિનાશનો પ્રશ્ન કૃષ્ણ મહારાજના મનમાં એકાએક કેમ ઊઠ્યો હશે?
જ્યારથી ગજસુકુમાલ અણગારની હત્યા થઈ ત્યારથી કૃષ્ણ મહારાજનું મસ્તિષ્ક સતત ચિંતા અને વિચારોથી ઘેરાયેલું રહેતું હતું કે મારું ભાગ્ય ચમકતું હતું ત્યારે જરાસંઘને હટાવવા તથા તેનાથી બચાવવા મને દેવે સહાયતા આપી. મારા પુણ્યથી પ્રેરાઈ ધનકુબેરે સુંદર દ્વારિકા નગરીનું નિર્માણ કરી આપ્યું. આજ સુધી કોઈ જ અપ્રિય ઘટના મારી દ્વારકામાં બની નથી પરંતુ આજે મારી રાજધાનીમાં મારી જ હાજરીમાં ત્રિકાળજ્ઞાની અરિષ્ટનેમિ ભગવાન ખુદ જ્યાં બિરાજમાન હતા ત્યાં નવદીક્ષિત સંતના માથા ઉપર ધગધગતા અંગારા નાખી તેમના પ્રાણ લેવાની હિંમત સોમિલ કરી શક્યો, ગજસુકમાલ માત્ર મારો ભાઈ જ હોત તો વાંધો નહીં પરંતુ આ તો નૂતન દીક્ષિત અણગાર હતા. એમની હત્યાનું હીચકારું નીંદનીય કૃત્ય સોમિલ કરી શક્યો, એને કોઈનો જ ડર ન લાગ્યો? એ જ બતાવે છે કે વાસુદેવની પદવીના તથા મારી આ નગરીના પુણ્ય ખૂટ્યા છે. નહીંતર આવી ઘટના બને જ કેમ? આ વિચારધારા સતત એમના મનમાં ઘૂંટાતી રહી હતી. પરિણામે જ તેઓશ્રીએ ભગવાનને દ્વારિકા નગરીના વિનાશનો સીધો પ્રશ્ન કર્યો છે પણ એમ પ્રશ્ન નથી કર્યો કે દ્વારિકા નગરીનું શું થશે?
આ અનુસંધાને ઈતિહાસ એમ બોલે છે કે દ્વારિકા વિનાશના ત્રણ કારણો સાંભળી કુષ્ણ મહારાજે આખી નગરીમાં મદિરાપાનનો નિષેધ કરાવ્યો. નગરીમાં જે મદિરા હતી તે ગામ બહાર ફેંકાવી દીધી પરંતુ એકદા યાદવકુમારો ઘોડા લઈને ત્યાં જ ફરવા ગયા. અતિ તૃષા લાગવાથી ખાડામાં ફેંકાયેલી મદિરા પી લીધી. મદિરાના નશામાં ચકચૂર યાદવકુમારોએ તપ સહિત ધ્યાન કરતા દ્વિપાયન ઋષિને જોયા અને તે ઋષિવર ઉપર ઘોડા કુદાવવા લાગ્યા. ક્યાંકથી પડેલો મૃતસર્પ લાવી દ્વિપાયન ઋષિના ગળામાં પહેરાવી દીધો. યાદવકુમારોની અભદ્ર, અવિવેકી કુચેષ્ટાઓથી ઋષિ કોપાયમાન થયા અને તેઓએ દ્વારિકા વિનાશનું નિયાણું કર્યું. કૃષ્ણ મહારાજને આ સમાચાર મળવા પર તેઓ બળદેવ સાથે ઋષિ પાસે આવ્યા. નમ્રભાવે નિદાન ત્યાગની પ્રાર્થના કરી પરંતુ ઋષિએ ઈન્કાર કરી દીધો. વારંવાર વિનય અનુનય કરવા પર તેઓએ કૃષ્ણ તથા બળદેવ તે બંનેને જ અભયદાન આપ્યું.
શ્રીકૃષ્ણ વાસુદેવની અંતરંગ પરિણામધારા :|४ कण्हस्स वासुदेवस्स अरहओ अरिटेमिस्स अंतिए एवं सोच्चा णिसम्म अयं अज्झत्थिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था- धण्णा णं ते जालि-मयालि उवयालि-पुरिससेण-वारिसेण-पज्जुण्ण-संब-अणिरुद्धसच्चणेमि दढणेमि- प्पभियओ कुमारा जे णं चइत्ता हिरण्णं चइत्ता सुवण्णं एवं धण्णं धणं बलं वाहणं कोसं कोट्ठागारं पुरं अंतेउरं चइत्ता विउलं धण-कणग