Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૯૭
નિક્ષેપ-પરિશેષ
| १ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेण जाव संपत्तेणं अट्ठमस्स अगस्स अतगडदसाण अयमढे पण्णत्ते । ____ अंतगडदसाणं अंगस्स एगो सुयखंधो । अट्ठ वग्गा । अट्ठसु चेव दिवसेसु उद्दिस्सिज्जति । तत्थ पढमबिइयवग्गे दस-दस उद्देसगा। तइयवग्गे तेरस उद्देसगा। चउत्थ-पंचमवग्गे दस-दस उद्देसगा । छट्ठवग्गे सोलस उद्देसगा । सत्तमवग्गे तेरस उद्देसगा । अट्ठमवग्गे दस उद्देसगा । सेस जहा णायाधम्मकहाण। ભાવાર્થ:- આ પ્રમાણે હે જંબૂ! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અંતગડદશાનો આ અર્થ પ્રરૂપ્યો છે–કહ્યો છે.
અંતગડદશામાં એક શ્રુતસ્કંધ છે. આઠ વર્ગ છે. આઠ દિવસોમાં આ સૂત્રની વાચના થાય છે. આઠ વર્ગમાં– પ્રથમ વર્ગના દસ, બીજા વર્ગના આઠ, ત્રીજા વર્ગના તેર ઉદ્દેશક છે. ચોથા અને પાંચમાં વર્ગમાં દશ-દશ ઉદ્દેશક છે. છઠ્ઠા વર્ગમાં સોળ ઉદ્દેશક છે. સાતમા વર્ગમાં તેર ઉદ્દેશક છે અને આઠમા વર્ગમાં દશ ઉદ્દેશક છે. (આમ આઠ વર્ગના નેવું(૯૦) ઉદ્દેશક છે) શેષ વર્ણન જ્ઞાતાધર્મકથા સૂત્રાનુસાર સમજી લેવું જોઈએ. વિવેચન :
| ઉપલબ્ધ વર્તમાન અંતગડ સૂત્રમાં બીજા વર્ગના આઠ જ ઉદ્દેશક છે. સંભવતઃ વાચના ભેદથી અથવા લિપિ પ્રમાદથી(લેખકની ખલનાથી) દશ ઉદ્દેશા લખવામાં આવ્યા હોય. આ નિર્ણય કેવળી ગમ્ય છે.
નિક્ષેપના આ સૂત્રમાં આર્ય સુધર્માસ્વામીએ પોતાની લઘુતા બતાવતા કહ્યું છે કે અંતગડ સૂત્રના તમામ ભાવો પ્રભુએ ફરમાવ્યા છે. મેં જેવા સાંભળ્યા છે તેવા હું કહું છું. જે છે તે પ્રભુનું જ છે. ઉપસંહાર :
- શ્રી અંતગડ સૂત્રનો સંદેશ :(૧) મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ અને અંતિમ સાધન - અંતગડ સૂત્ર અનુસાર મોક્ષ પ્રાપ્તિનું અથવા