Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 248
________________ ૧૯૪ ] શ્રી અંતગડ સૂત્ર સંસાર- પ્રપંચથી છૂટવાનું પ્રમુખ સાધન છે– (૧) સમ્યમ્ શ્રદ્ધા સાથે સંયમ લેવો. (૨) શાસ્ત્ર કંઠસ્થ કરવા. (૩) પોતાની બધી શક્તિ તપસ્યામાં લગાવવી. મોક્ષ માર્ગનું અંતિમ સાધન તપ છે. ભાવ પૂર્વક, વૈરાગ્ય પૂર્વક અને વિવેક પૂર્વક અને ગુરુ આજ્ઞાપૂર્વક કરેલું તપ કર્મ રોગોને મૂળથી નાશ કરવા માટે અચૂક અથવા રામબાણ ઔષધ છે. તેથી સંયમ અને અધ્યયન સિવાય બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના તપનું મોક્ષ પ્રાપ્તિમાં અનન્ય યોગદાન છે એમ સમજીને તપોમય જીવન જીવવું જોઈએ. (૨) આ સૂત્રનું નામ અંતગડ પોતે જ આત્માની પરમ શુદ્ધ અવસ્થા તથા આત્મલક્ષ્યનો સંદેશ આપે છે. આત્મલક્ષ્ય થતી પ્રત્યેક ક્રિયા અંતતોગત્વા આત્માની પરમ શુદ્ધ અવસ્થા એટલે કે સર્વકર્મમુક્તદશા સુધી લઈ જાય છે. બધા જ અધ્યયનો અંતગડકેવળીના નામથી શરૂ થાય છે. (અર્જુનમાળી છોડીને) (૩) આ સૂત્રની રચનાવિધિનો સંદેશ આર્ય સુધર્મા– જંબૂ દ્વારા વિનયધર્મના આચરણને પ્રગટ કરે છે. વડીલો દ્વારા કરાતો નાના પ્રત્યેનો વિનય, વાત્સલ્યભાવ તરીકે ઓળખાય છે. જે સુધર્મા સ્વામીમાં જોવા મળે છે અને નાના દ્વારા કરતા મોટા પ્રતિના વિનયનું રૂપ છે આદરભાવ, અહોભાવ, જે જંબૂસ્વામીના પ્રત્યેક વ્યવહારમાં સ્પષ્ટ જણાય છે. (૪) ૨૫ અધ્યયન(૧૦+૮+૭ = ૨૫)નો એક માત્ર સંદેશ–પરિગ્રહની હેયતા અને ભોગવૃત્તિનો ત્યાગ. (૫) ત્રીજા વર્ગના આઠમા અધ્યયનનો સંદેશ :-(૧) દેવ પણ ભાગ્ય બદલી શકતા નથી (૨) સંતાન પ્રતિ રાગદ્વેષ કર્મબંધનું કારણ બને છે (૩) માતૃભક્તિ (૪) મોટાની મોટાઈ (૫) સાચો પ્રેમ પાત્રના આત્મોત્થાનમાં બાધક બનતો નથી (૬) જે દેખીતી રીતે અહિતકર્તા દેખાય છે તે પણ કર્મક્ષયમાં સહાયક બને છે (૭) સમભાવ અને ક્ષમાથી કર્મક્ષય શક્ય બને છે. (૬) ત્રીજા વર્ગના પાંચ અધ્યયનો અને ચોથા વર્ગનો સંદેશ– કુળ અને વૈભવનું મમત્વ છોડો. (૭) પાંચમા વર્ગનો સંદેશ (૧) જગતના બધા જ પદાર્થો વિનશ્વર છે. (૨) નિયાણાનું ફળ અશુભ છે (૩) વૈભવનો નશો કે સત્તાનો નશો બને અનર્થકારી છે. (૪) જો જાગત હૈ સો પાવત હૈ. (૫) નિરાશા છોડી આત્મોત્થાન માટે શક્ય હોય તે કરી છૂટો. (૬) ધર્મ આરાધકોને સહયોગી બનો. ઉપખંહણગુણની વૃદ્ધિ કરો. (૮) છઠ્ઠા વર્ગનો સંદેશ– (૧) લક્ષ્મીના પૂજક(વૈશ્ય) પણ વીતરાગતાના પથિક હોય છે. (૨) સરાગીદેવની પૂજાનું મહા અનર્થકારી ફળ છે. (૩) વીતરાગની ઉપાસનાનું ઉત્તમ ફળ છે. (૪) જનસેવાની વિકૃતિથી ઉત્પન્ન થાય છે ભોગવૃત્તિ. (૫) અપાત્ર–અયોગ્ય વ્યક્તિને મળતી સત્તા કે સહાયતા દુષ્ટમાર્ગે જ વહે છે. (૬) વીતરાગની આરાધના નિર્ભયતાની જનની છે. (૭) નિર્ભય ઉપાસકનું અજેય આત્મતેજ હોય છે. (૮) ઉત્તમ કાર્યમાં પણ માતા પિતાની આજ્ઞા પ્રાપ્ત કરવી, આ આર્ય સંસ્કૃતિની વિલક્ષણતા છે. (૯) અપરાધી પણ આરાધક થઈ શકે છે. (૧૦) બાળકની બુદ્ધિને પણ સમજો. (૧૧) બાળકની તેજસ્વિતાને

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284