Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૯૨ |
શ્રી અંતગડ સૂત્ર
અને પારણાંના દિવસો સમ્મિલિત છે અને આગલાં તપ સૂત્રોનાં પારણાનો ઉલ્લેખ પણ સાથે જ હોય છે. આ આયંબિલ વર્ધમાન તપની દિન સંખ્યા જે ૧૪ વર્ષ, ૩ માસ, ૨૦ દિવસ આપી છે તે માત્ર તપની સંખ્યા જ છે. તેના બે કારણ છે– પહેલું સૂત્રકારે અગાઉના તપની જેમ અહીં પારણાંનો ઉલ્લેખ કર્યો નથી. બીજું જો પારણાંના દિવસો સાથે ગણવામાં આવે તો તપની દિનસંખ્યા ૧૪ વર્ષ, ૩ માસ, ૨૦ દિવસ ન રહીને ૧૪ વર્ષ, ૧૦ દિવસની થઈ જાય. કારણ કે તપની દિનસંખ્યા મૂળપાઠમાં નિશ્ચિત છે કે– ૧૪ વર્ષ, ૩ માસ, ૨૦ દિવસ એટલે પ૧૫૦(એકાવનસો પચાસ) દિવસ. એમાં પારણાંના સો દિવસ બાદ કરીએ તો ૧૪ વર્ષ ને દશ દિવસ(પ૦૫૦) બાકી રહે. પરંતુ એક થી સો આયંબિલનો સરવાળો ૧૪ વર્ષ ૧૦ દિવસનો છે અને ૧૦૦ દિવસ ઉપવાસના છે. આમ તપ સંખ્યા જ ૧૪ વર્ષ–૩માસ અને વીસ દિવસ થાય છે. તેથી ફિલિત થાય છે કે આ સંખ્યા તપદિનની છે અને મહાસેનકુષ્ણા આર્યાએ વચ્ચે પારણાં નથી કર્યા.
૮
. II વર્ગ-૮ : અધ્ય-૧૦ સંપૂર્ણ II