Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વર્ગ ૮ |અધ્ય. ૮
૧૮૫
वीसइमं
રેફ,
करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, दुवालसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ ॥ चउत्थी लया ॥ अट्ठारसमं करेइ,
वीसइमं વરેફ,
सव्वकामगुणियं पारेइ पारेता, सव्वकामगुणियं पारेइ पारेत्ता, दुवालसमं करेइ, सव्वकामगुणियं पारेइ पारेत्ता, चोद्दसमं ૬, सव्वकामगुणियं पारेइ पारेत्ता, सोलसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेता ॥ पंचमी लया ॥
एक्काए कालो छम्मासा वीस य दिवसा । चउण्हं कालो दो वरिसा दो मासा वीस य दिवसा । सेसं तहेव जहा काली जाव सिद्धा । णिक्खेवओ । ભાવાર્થ:- રામકૃષ્ણા આર્યાનું ચરિત્ર પણ પૂર્વવત્ સમજવું. વિશેષમાં તેણે ભદ્રોત્તરપ્રતિમા તપનું આરાધન કર્યું. તે આ પ્રમાણે છે–
પ્રથમ લતા– સર્વપ્રથમ પાંચ છ, સાત, આઠ, નવ ઉપવાસ ક્રમશઃ પ્રથમ લતામાં કર્યા.
બીજી લતા– ત્યાર પછી સાત, આઠ, નવ, પાંચ, છ ઉપવાસ ક્રમશઃ બીજી લતામાં કર્યા.
ત્રીજી લતા– નવ, પાંચ, છ, સાત, આઠ ઉપવાસ ક્રમશઃ ત્રીજી લતામાં કર્યા.
ચોથી લતા ત્યાર પછી છ, સાત, આઠ, નવ પાંચ ઉપવાસ ચોથી લતામાં કર્યા.
करेत्ता
करेत्ता
करेत्ता
कत्ता
પાંચમી લતા– ત્યાર પછી આઠ, નવ, પાંચ, છ, સાત ઉપવાસ પાંચમી લતામાં કર્યા.
આ પ્રમાણે પાંચ લતાની એક પરિપાટી થાય છે. એક પરિપાટીમાં છ માસ, વીસ દિવસ થાય છે. ચાર પરિપાટી બે વર્ષ, બે માસ, વીસ દિવસમાં પૂર્ણ થાય છે. આ રીતે રામકૃષ્ણા આર્યાએ પણ કાલી આર્યાની સમાન ચાર પરિપાટી પૂર્ણ કરી. પંદર વર્ષની ચારિત્ર પર્યાયનું પાલન કરી યાવત્ સિદ્ધગતિને પામ્યાં. ઉપસંહાર વાક્ય પૂર્વવત્ સમજવું.
વિવેચન :
ભદ્રોતરપ્રતિમા તપની પ્રથમ પરિપાટીમાં પચ્ચીસ(૨૫) દિવસ પારણાનાં થાય અને પાંચ મહિના અને અને ૨૫(પચ્ચીસ) દિવસ તપના થાય છે. (૧૭૫ દિવસ). ચાર પરિપાટીમાં ૩ મહિના, ૧૦ દિવસ(૧૦૦ દિવસ) પારણાનાં તથા ૨૩ મહિના ૧૦ દિવસ(૭૦૦ દિવસ) તપસ્યાના થાય છે. ભદ્રોત્તરપ્રતિમાનો અર્થ થાય છે– ભદ્રા એટલે કલ્યાણપ્રદાતા અને ઉત્તર એટલે પ્રધાન, પરમ. આ પ્રતિમા પરમકલ્યાણપ્રદ હોવાથી તેને ભદ્રોત્તરપ્રતિમા કહી છે. તેનો પ્રારંભ પાંચ ઉપવાસથી થાય છે અને નવ