Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વર્ગ ૬ અધ્ય. ૩.
[ ૧૨૩ |
રહે છે. આ જ વાતને સૂત્રકારે શ્રાવકના વર્ણનમાં પ્રથમ સ્થાને મૂકી છે. શ્રાવકો જીવ, અજીવ આદિ નવ તત્ત્વના જાણકાર હોવા જોઈએ. નિર્ભયતા, ઉદારતા, સચ્ચાઈ અને પ્રામાણિકતા એ શ્રાવકજીવનની ખુમારી છે. નિગ્રંથ પ્રવચન શ્રવણ, સંતસેવા તથા સંત ભક્તિ એ એનું કર્તવ્ય છે. સુદર્શન શ્રેષ્ઠી જ્ઞાન, ખુમારી અને કર્તવ્યથી સાચા અર્થમાં શ્રમણોપાસક હતા. શ્રી ભગવતી સૂત્ર, શતક-૨, ઉદ્દેશા–પમાં તથા શ્રાવકાધિકાર પ્રમુખ આગમોમાંથી તેનું વિશદ વર્ણન જાણી લેવું. ભગવાન મહાવીરનું રાજગૃહીમાં પદાર્પણ :
८ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसढे जाव अप्पाणं भावेमाणे विहरइ । तएणं रायगिहे णयरे सिंघाडग जाव महापहेसु बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ एवं भासइ, एवं पण्णवेइ, एवं परूवेइ- एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे, आइगरे तित्थयरे सयंसंबुद्धे, पुरिसुत्तमे जाव संपाविउकामे, पुव्वाणुपुट्विं चरमाणे, गामाणुगामं दूइज्जमाणे इहमागए, इह संपत्ते, इह समोसढे; इहेव रायगिहे णयरे बाहिं गुणसिलए चेइए अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तं महप्फलं खलु भो देवाणुप्पिया ! तहारूवाणं अरहताणं भगवंताणं णामगोयस्स वि सवणयाए; किमंग पुण अभिगमण-वंदण-णमंसण-पडिपुच्छणपज्जुवासणयाए ? एगस्स वि आयरियस्स धम्मियस्स सुवयणस्स सवणयाए; किमंग पुण विउलस्स अत्थस्स गहणयाए ? ભાવાર્થ :- કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરી બહાર ઉદ્યાનમાં સમોસર્યા યાવત વિચરવા લાગ્યા. પ્રભુના પદાર્પણના સમાચાર સાંભળી તે નગરના શૃંગાટક રાજમાર્ગ આદિ સ્થાનોમાં લોકો પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. વિશેષ રૂપથી, પ્રકટ રૂપથી, એક જ આશયને ભિન્ન ભિન્ન શબ્દો દ્વારા કાર્ય કારણની વ્યાખ્યા સહિત, તર્ક યુક્ત કથન સહિત, પ્રરૂપણા કરવા લાગ્યા. હે દેવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર કે જેઓ સ્વયં સંબુદ્ધ છે, ધર્મતીર્થના આદિકર્તા અને તીર્થકર છે, પુરુષોત્તમ છે યાવત્ સિદ્ધ ગતિરૂપ સ્થાનની પ્રાપ્તિને અનુરૂપ જેઓની પ્રવૃત્તિ છે એવા ભગવાન ક્રમશઃ વિચરણ કરતાં કરતાં અહીંયા પધાર્યા છે. રાજગૃહી નગરીમાં આવી ચૂક્યા છે, અહીં બિરાજમાન છે. આજ રાજગૃહીની બહાર ગુણશીલ ઉદ્યાનમાં સંયમયોગ્ય સ્થાનને ગ્રહણ કરી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા બિરાજી રહ્યા છે. તથારૂપ અરિહંત ભગવાનના નામ, ગોત્ર સાંભળવાથી પણ મહાફળની પ્રાપ્તિ થાય છે. તો પછી તેમના સમીપે જઈ દર્શન-વંદન નમસ્કાર સુખશાતાની પ્રતિકૃચ્છના કરવાથી એવં પપાસના કરતા તેમના શ્રીમુખેથી નીકળેલા એક પણ આર્ય શ્રેષ્ઠ ગુણ યુક્ત ધાર્મિક વચન સાંભળવાથી તથા વિપુલ અર્થને ગ્રહણ કરવાથી થનારા લાભની તો વાત જ શું કરવાની હોય ? અર્થાત્ મહાન લાભ થાય છે.