Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ભાવિકથનના વર્ણનના અનુસંધાને આઠ પટ્ટરાણીઓ તથા બે પુત્રવધૂઓના અનુપમ ત્યાગ તથા મોક્ષ ગમનનું વર્ણન છે. નારી ફૂલ સમાન જેટલી કોમળ છે તેટલી જ તપસાધનામાં સિંહણ સમાન શૂરવીર પણ છે.
આ પ્રમાણે તેમનાથ ભગવાનના શાસનના ૫૧ જીવોનું વર્ણન, ભય-દુર્બલતા, વાસના–લાલસા અને ભોગેષણાના ગહન અંધકારમાં પણ અભય, આત્મવિશ્વાસ અને વીતરાગનો દિવ્ય પ્રકાશ ફેલાવી, આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડે છે.
છઠ્ઠા, સાતમા અને આઠમા વર્ગમાં ભગવાન મહાવીરના શાસનકાળના ૩૯ ઉગ્ર તપસ્વી, ક્ષમામૂર્તિ અને સરલાત્માઓની સાધનાઓનું જીવંત ચિત્ર છે.
પાંચ મહિના, તેર દિવસમાં ૧૧૪૧ માનવોની દિલધડક હત્યા કરનારો અર્જુનમાળ ૧ જેવો હત્યારો પણ નિગ્રંથધર્મ સ્વીકારી, પોતાના જીવનનું આમૂલચૂલ પરિવર્તન કરી, અદ્ભુત ક્ષમા–તિતિક્ષા દ્વારા છ માસમાં અષ્ટકર્મનો ક્ષય કરી, મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
બાળ મુનિરાજ અતિમુક્તકુમાર પ્રભુ મહાવીરના શાસનમાં સૌથી લઘુવયમાં સંયમ અંગીકાર કરનારા એક જ અણગાર છે. સંયમ ગ્રહણનો નિર્ણય આંતરિક પાત્રતા–યોગ્યતા ઉપર નિર્ભર છે. નિર્મળ હૃદયનો પશ્ચાત્તાપ આત્માને પરમાત્મતત્ત્વ સુધી પહોંચાડી દે છે એનું જીવંત પ્રતિક છે અતિમુક્તકુમાર. આ અધ્યયન દ્વારા સ્થવિર સાધુઓને ભગવાન સુંદર હિતશિક્ષા આપે છે. નિંદા, હીલના, ગઈ અન્યની ન કરો. અતિમુક્તની વય ભલે લઘુ હોય પણ એમનો આત્મા હિમગિરિ સમ ઉન્નત છે.
સાતમા, આઠમા વર્ગમાં શ્રેણિકની રાણીઓ નંદાદિ–૧૩ + કાલિ આદિ ૧૦ કુલ ૨૩ રાણીઓનાં જ્ઞાનાભ્યાસ, તપ આરાધનાઓનું કલ્પનાતીત વર્ણન છે. રાણીઓના તપ અને દરેક તપની ચાર–ચાર પરિપાટીમાં "ઉછૂઢ શરીર" દેહાધ્યાસ ત્યાગની સર્વોત્કૃષ્ટ ઝલક છે. તપ રસાયણ દ્વારા કૈવલ્યપામી અંતે નિર્વાણપદ પામે છે.
આ પ્રમાણે આઠમા અંગ અંતકૃદશાના આઠ વર્ગમાં, અષ્ટકર્મોનો
39