Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૮ ]
શ્રી અંતગડ સૂત્ર |
तए णं से गयसुकुमाले अम्मापियरं एवं वयासी- तहेव णं तं अम्मयाओ! जंणं तुब्भे ममं एवं वयह-इमे ते जाया ! अज्जग-पज्जग-पिउपज्जयागए जाव पव्वइस्ससि । एवं खलु अम्मयाओ ! हिरण्णे य जाव सावएज्जे य अग्गिसाहिए चोरसाहिए रायसाहिए दाइयसाहिए मच्चुसाहिए, अग्गिसामण्णे चोरसामण्णे रायसामण्णे दाइयसामण्णे मच्चुसामण्णे सडण-पडण-विद्धसणधम्मे पच्छा पुरं च णं अवस्स विप्पजहणिज्जे । से के णं जाणइ अम्मयाओ ! किं पुव्वि गमणाए ? के पच्छा गमणाए ? तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे जाव पव्वइत्तए ।
तए णं तस्स गयसुकुमालस्स कुमारस्स अम्मापियरो जाहे णो संचाएंति गयसुकुमालं कुमारं बहूहिं विसयाणुलोमाहिं आघवणाहि य पण्णवण्णाहि य सण्णवणाहि य विण्णवणाहि य आघवित्तए वा पण्णवित्तए वा सण्णवित्तए वा विण्णवित्तए वा ताहे विसयपडिकूलाहिं संजमभउव्वेयकारियाहिं पण्णवणाहिं पण्णवेमाणा एवं वयासी-। ભાવાર્થ - ત્યાર પછી માતાપિતા દ્વારા આ પ્રમાણે કહેવા પર ગજસુકુમાલે માતાપિતાને આ પ્રમાણે કહ્યું- હે માતાપિતા ! આપ મને જે કહો છો કે હે પુત્ર! તું અમારો એકનો એક પુત્ર છે. ઈષ્ટ, કાંત યાવત પછી દીક્ષા ગ્રહણ કરજે. તે ઠીક છે, પરંતુ તે માતાપિતા ! આ મનુષ્યભવ અધ્રુવ, અનિયત, અશાશ્વત, વિનશ્વર છે, સેંકડો સંકટો એવં ઉપદ્રવોથી વ્યાપ્ત છે; વિજળીના ચમકારા જેવો ચંચળ છે; અનિત્ય છે; પાણીના પરપોટા સમાન છે; કુશાગ્રે લાગેલા(લટકેલા) જલબિંદુ સમાન છે; સંધ્યાના રંગ સમાન છે; સ્વપ્ન દર્શન સમાન છે; હમણા છે અને હમણા નથી. કુષ્ઠ આદિ રોગોથી સડવા યોગ્ય, તલવારથી ટૂકડા થવા યોગ્ય અને ક્ષીણ સ્વભાવી છે. આગળ અથવા પાછળ અવશ્ય ત્યાગવા યોગ્ય છે. હે માતાપિતા ! કોણ જાણી શકે છે કે કોણ પહેલા મૃત્યુ પામશે અને કોણ પછી જશે? તેથી હે માતાપિતા ! હું આપની આજ્ઞા હોય તો યાવતુ પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું.
તત્પશ્ચાત્ માતાપિતાએ ગજસુકુમાલને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! તારા પિતામહ, તારા પિતાના પિતામહ અને પિતાના પ્રપિતામહ પાસેથી આવેલું પ્રચુર સોનું, ચાંદી, કાંસુ, દૂષ્ય–વસ્ત્ર, મણિ, મોતી, શંખ, સિલા, પ્રવાલ, લાલરત્ન આદિ સારભૂત ધન-દ્રવ્ય વિદ્યમાન છે અને એ એટલું પ્રચુરમાત્રામાં છે કે સાત પેઢી સુધી ખૂટે તેમ નથી. એમાંથી તું (એનું) ખૂબ દાન કર, સ્વયં ભોગવ અને અન્યને વહેંચી દે. હે પુત્ર ! આ જેટલો મનુષ્ય સંબંધી ઋદ્ધિ-સત્કારનો સમુદાય છે તે બધું જ તું ઉપભોગમાં લે. ત્યાર પછી અનુભૂત-કલ્યાણ થઈ, અરિષ્ટનેમિ ભગવાન સમીપે દીક્ષા ગ્રહણ કરજે.
ત્યારે ગજસુકુમાલે માતાપિતાને કહ્યું- હે માતાપિતા! આપ જે કહો છો તે ઠીક છે કે- હે પુત્ર!