Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૭૦ |
શ્રી અંતગડ સૂત્ર
સ્પર્શ કરતી વૈજયંતી ધ્વજા ચાલી. લોકો જય જયકાર કરતા અનુક્રમથી આગળ ચાલ્યા. તેના પછી ઉગ્નકુળ, ભોગકુળોત્પન્ન પુરુષો તથા અન્ય ઘણા પુરુષોનો સમૂહ ગજસુકુમાલની આગળ-પાછળ અને આસપાસ ચાલવા લાગ્યો.
સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈ ગજસુકુમાલના પિતા વસુદેવ હાથીના ઉત્તમ સ્કંધ પર ચઢયા. કોરંટક પુષ્પની માળા યુક્ત છત્ર ધારણ કરી, બે શ્વેત ચામરો વિંઝાતા, ચતુરંગિણી સેના(હય, ગય, પાય, રથ) સહિત મહાસુભટોના સમૂહથી ઘેરાયેલા તેઓ ગજસુકુમાલની પાછળ ચાલ્યા.
ગજસુકુમાલની આગળ મહાન અને ઉત્તમ ઘોડા, બંને તરફ ઉત્તમ હાથી, પાછળ રથ અને રથનો સમૂહ ચાલ્યો. આ પ્રમાણે ઋદ્ધિ સહિત વાદ્યોના જયઘોષ શબ્દ યુક્ત ગજસુકુમાલ(આગળ) ચાલવા લાગ્યા. ત્યાર પછી કળશ અને તાલવૃત્ત(પંખા)લઈને પુરુષો ચાલ્યા. તેઓના મસ્તક પર શ્વેત છત્ર ધારણ કર્યું હતું. બંને તરફ શ્વેત ચામરો વિંઝાઈ રહ્યા હતા. તેની પાછળ ઘણા લાકડીવાળા, ભાલાવાળા, પુસ્તકવાળા તથા વીણાવાળા પુરુષો ચાલ્યા. તેની પાછળ એકસો આઠ હાથી, એકસો આઠ ઘોડા તથા એકસો આઠ રથ ચાલ્યા. તેની પાછળ લાકડી, તલવાર, ભાલા લીધેલ પદાતિ પુરુષો ચાલ્યા. તેની પાછળ ઘણા યુવરાજો, ધનિકો, તલવર] યાવતું સાર્થવાહક આદિ ચાલ્યા. આ પ્રમાણે દ્વારકા નગરી મધ્યે ચાલતાં ચાલતાં નગર બહાર સહસામ્રવન ઉદ્યાનમાં અરિહંત અરિષ્ટનેમિ પ્રભુ સમીપે જવા લાગ્યા.
નગરજનો દ્વારા ગગનભેદી જયનાદ :| २९ तए णं तस्स गयसुकुमाल-कुमारस्स बारवईए णयरीए मज्झमज्झेणं णिग्गच्छ- माणस्स सिंघाडगतिय-चउक्क जाव पहेसु बहवे अत्थिया जाव उववाइए जाव अभिणदता य अभित्थुणता य एवं वयासी- जय जय णदा ! धम्मेणं, जय जय णंदा ! तवेणं, जय जय णंदा ! भदंते अभग्गेहिं णाण-दसणचरित्तमुत्तमेहि, अजियाइं जिणाहि इंदियाई, जियं च पालेहि समणधम्मं; जियविग्यो वि य वसाहि तं देव ! सिद्धिमझे, णिहणाहि य राग-दोसमल्ले, तवेणं धिइधणियबद्धकच्छे, मद्दाहि य अट्ठ कम्मसत्तू झाणेणं उत्तमेणं सुक्केणं, अप्पमत्तो हराहि आराहणपडागं च धीर ! तेलोक्करंगमज्झे, पावय वितिमिरमणुत्तर केवलं च णाणं, गच्छ य मोक्खं परं पदं जिणवरोवदितुणं सिद्धिमग्गेणं अकुडिलेणं, हंता परीसहचमुं, अभिभविय गामकंटकोवसग्गाणं, धम्मे ते अविग्घमत्थु, त्ति कटु अभिणंदंति य अभिथुणंति य ।। ભાવાર્થ:- દ્વારકા નગરીની મધ્યે નીકળતા ગજસુકુમાલકુમારને શૃંગાટક, ત્રિક, ચતુષ્કાદિ રાજમાર્ગોમાં ઘણા ધનાર્થી, ભોગાર્થી અને કામાર્થી પુરુષો અભિનંદન એવં સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા