Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૮૪ ]
શ્રી અંતગડ સૂત્ર
સુંદર વર્ણન સાથે કૃષ્ણ વાસુદેવની આંતરિક યોગ્યતાનો આદર્શ રજૂ કર્યો છે. ક્યાંત્રિખંડાધિપતિની પ્રભુતા અને ક્યાં નાનામાં નાની ગરીબ પ્રજાનું સામાન્યમાં સામાન્ય કામ કરવાની લઘુતા? પ્રભુતાનું ગૌરવ લઘુતામાં જ છે. મહાન પુરુષની મહાનતા નાના કામથી થાય છે અને નાના માણસની મહાનતા મોટા કામથી થાય છે. આ સૂત્રમાં કૃષ્ણ મહારાજની લઘુતા, પ્રજાપ્રેમ, નાનામાં નાના કામ પ્રતિ પણ અનુરાગ, દુઃખિત પ્રત્યેની કરુણા, અધિનસ્થ પાસે વગર શબ્દ કામ કરાવવાની કળા વગેરે વાસુદેવની જીવનશૈલીના આગવા પાસાઓ છે. આખો પ્રસંગ માર્મિક છે.
ગજસુકુમાલની સિદ્ધિની સૂચના :|३७ तए णं से कण्हे वासुदेवे बारवईए णयरीए मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव अरहा अरिटुणेमी तेणेव उवागए, उवागच्छित्ता जाव वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- कहि णं भंते ! से ममं सहोयरे कणीयसे भाया गयसुकुमाले अणगारे ज णं अहं वदामि णमंसामि ? तए णं अरहा अरिट्टणेमी कण्ह वासुदेवं एवं वयासी- साहिए णं कण्हा ! गयसुकुमालेणं अणगारेणं अप्पणो अढे । तए णं से कण्हे वासुदेवे अरहं अरिट्ठणेमिं एवं वयासी- कहण्णं भंते! गयसुकुमालेणं अणगारेणं साहिए अप्पणो अटे? तए णं अरहा अरि?णेमी कण्हं वासुदेवं एवं वयासी-एवं खलु कण्हा गयसुकुमाले णं अणगारे ममं कल्लं पुव्वावरण्हकालसमयंसि वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं जाव उवसंपज्जित्ता णं विहरइ ।।
तए णं तं गयसुकुमालं अणगारं एगे पुरिसे पासइ, पासित्ता आसुरुत्ते जाव सिद्धे । तं एवं खलु कण्हा ! गयसुकुमालेणं अणगारेणं साहिए अप्पणो अढे । ભાવાર્થ:- ત્યાર પછી કૃષ્ણ મહારાજ વૃદ્ધ ઉપર અનુકંપા કરી દ્વારિકા નગરીના મધ્ય ભાગમાંથી પસાર થયાં, પસાર થઈને તે જ્યાં ભગવાન અરિષ્ટનેમિ બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને પ્રભુને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી પોતાના નાના સહોદર નવદીક્ષિત ભાઈને જોવા ચારે બાજુ નજર નાંખી પણ જ્યારે ગજસુકમાલ અણગારને જોયા નહીં ત્યારે તેમણે ભગવાનને પૂછ્યું- હે ભદંત ! મારા સહોદર નાનાભાઈ ગજસુકુમાલ અણગાર ક્યાં છે? જેમને હું વંદન કરવા ઈચ્છું છું. આ સાંભળી અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે કૃષ્ણ ! ગજસુકુમાલ અણગારે જે પ્રયોજન (હેતુ) માટે સંયમ લીધો હતો તે પ્રયોજન સિદ્ધ કરી લીધું. આશ્ચર્યચકિત થઈ કૃષ્ણ વાસુદેવે પૂછ્યું- હે ભંતે ! તેમણે કઈ રીતે પોતાનો અર્થ(હેતુ) સિદ્ધ કરી લીધો?
ત્યારે ભગવાને ફરમાવ્યું- હે કૃષ્ણ ! કાલે દિવસના ચોથા પ્રહરમાં ગજસુકુમાલ અણગારે વંદન નમસ્કાર કરી મારી પાસે બારમી ભિક્ષુ મહાપ્રતિમાના આરાધનની આજ્ઞા માગી. મેં કહ્યું સુખ ઉપજે તેમ