Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી અંતગડ સૂત્ર
વર્ણન (૩) સૂત્રકર્તા (૪) સૂત્રકર્તાની યોગ્યતા (૫) પ્રશ્નકર્તા. (૧) તે જે તે સમM :- આ શબ્દો દ્વારા આગમ રચનાના સમય તરફ સંકેત કર્યો છે. આમ તો કાળ અને સમય બંને સમાન અર્થના વાચક છે. બંને પર્યાયવાચી શબ્દો હોવા છતાં શબ્દભેદે અર્થભેદના ન્યાયે બંનેના ભિન્ન-ભિન્ન અર્થ છે. "કાળ" શબ્દ સમુચ્ચય કાળચક્રનો બોધક છે. જ્યારે "સમય" એક નિશ્ચિત સમયનો બોધક છે. અહીં "કાળ" નો અર્થ અવસર્પિણીકાળનો ચોથો આરો છે. માત્ર આટલા કથનથી આગમ વાચનાનો કાળ સ્પષ્ટ થતો નથી. કારણ કે અવસર્પિણી કાળનો ચોથો આરો ૪૨000 વર્ષ ન્યૂન (ઓછો) ૧ ક્રોડાક્રોડી (૧ ક્રોડ x ૧ ક્રોડી સાગરોપમનો છે. આટલા મોટા આરામાં વર્તમાન આ આગમ વાચના ક્યારે આપવામાં આવી તે નક્કી થતું નથી. તેનો નિશ્ચિત સમય બતાવવા માટે અહીં "સમય" શબ્દનો સૂત્રકારે પ્રયોગ કર્યો છે. જેનો અર્થ થાય કે જે સમયે આર્ય સુધર્મા સ્વામી વિચરણ કરતાં કરતાં ચંપા નગરીમાં પધાર્યા, તે સમયે તેઓએ આર્ય જેબૂસ્વામીને આ આગમની વાચના આપી અર્થાત્ આ આગમવાસના ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સમયની છે. (૨) વાળો :- વાચનાક્ષેત્ર ચંપા નગરીનું પૂર્ણભદ્ર ચૈત્ય છે. સૂત્રકારે નગર, ચૈત્ય, રાજા, પરિષદ આદિના વિશેષ વર્ણન માટે વUો શબ્દ આપી, ઔપપાતિક આદિ આગમો તરફ સંકેત કર્યો છે અર્થાત્ તેનું વિસ્તૃત વર્ણન તે તે સૂત્રોમાંથી જિજ્ઞાસુએ જાણી લેવું.
અહીં પ્રશ્ન ઊઠે કે અંતગડ સૂત્ર અંગ છે જ્યારે ઔપપાતિક ઉપાંગ સૂત્ર છે. અંગસૂત્રો પૂર્વરચિત છે અને ઉપાંગોની પાછળથી રચના થઈ છે, તો પૂર્વરચિત અંતગડદશામાં પાછળથી રચાયેલા ઔપપાતિક સૂત્રનો સંદર્ભ શા માટે આપ્યો?
વર્તમાને આપણી પાસે જે પણ આગમો છે, તે લિપિબદ્ધકાળનું સંકલન છે. ઉપાંગોની રચનાનો મૂળાધાર અંગસૂત્રો જ છે, એ સત્ય હકીકત છે. તેમ છતાં લિપિબદ્ધ કાળમાં એટલે કે શ્રી દેવર્ધિગણિના સમયે સંકલનકર્તા પૂર્વધર આચાર્યોએ વિષયવસ્તુને વ્યવસ્થિત કરી, જે જે આગમોમાં જેના જેના વર્ણનની જરૂર હોય તેને તે તે આગમોમાં વિસ્તૃતરૂપે રાખી બાકીના બીજા આગમોમાં તેનો સંદર્ભ આપ્યો, જેથી વિસ્તાર અને વિષયવસ્તુની પુનરુક્તિ ન થાય. આમ લિપિબદ્ધ કાળના સંકલન સમયે અંગસુત્ર અંતગડ દશામાં ઉપાંગ સૂત્ર ઔપપાતિક સૂત્રનો સંદર્ભ અપાયો છે. (૩) ૩૫% સુખે રે ?- આ આગમના પ્રતિપાદક આર્ય સુધર્મા સ્વામી છે. જેમનો જન્મ, વાણિજ્યગ્રામ નગરના કોલ્લાગ સન્નિવેશમાં ધમ્મિલ બ્રાહ્મણ તથા માતા ભક્િલાને ત્યાં, વીર નિર્વાણ પૂર્વે ૮૦ વર્ષે થયો હતો. મધ્ય પાવાપુરીના મહાસન ઉદ્યાનમાં ૫૦ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહી, વીર નિર્વાણ પછી ૧૨ વર્ષ છદ્મસ્થ રહી, આઠ વર્ષની કેવળી પર્યાય પાળી કુલ 100 વર્ષની ઉંમરે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા.
આર્ય સુધર્મા સ્વામીની શરીર સંપદાથી લઈ, આત્મિક યોગ્યતા સુધીનું વર્ણન જ્ઞાતાસૂત્રમાંથી જાણી લેવું. અહીં બે વિશેષણો આપ્યા છે. અન્ન, થેરે આર્ય અને સ્થવિર. આર્ય શબ્દપ્રયોગ ઉત્તમ આચાર સંપન્ન, નિરવધ જીવી, નિષ્પાપ જીવનવાળા સંતો તથા સજ્જનો માટે થાય છે. ઉત્તમ કુળ, શીલ,