Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વર્ગ ૧ /અધ્ય. ૧
_
[ ૧૭ ]
બેસવું જોઈએ. શરીરની પ્રાર્થના કરી, શયન કરવું જોઈએ.
નિર્દોષ આહાર કરવો, હિત-મિત અને મધુર બોલવું જોઈએ. આ પ્રમાણે અપ્રમત્ત અને સાવધાન બનીને પ્રાણી (વિકલેન્દ્રિય), ભૂત(વનસ્પતિકાય), જીવ(પંચેન્દ્રિય)અને સત્ત્વ(શેષ ચાર એકેન્દ્રિય)ની રક્ષા કરીને સંયમનું પાલન કરવું જોઈએ. આ વિષયમાં લેશમાત્ર પણ પ્રમાદ કરવો ન જોઈએ.
ત્યાર પછી ગૌતમકુમાર મુનિએ ભગવાન અરિષ્ટનેમિની સમીપે આ પ્રમાણેનો ધર્મોપદેશ સાંભળી, હૃદયમાં ધારણ કરી સમ્યક પ્રકારે અંગીકાર કર્યો. તેઓ ભગવાનની આજ્ઞાનુસાર ગમન કરતા, ઊભા રહેતા, બેસતા, શયન કરતા, આહાર કરતા એવં મધુર ભાષણ કરતા, પ્રમાદ અને નિદ્રાનો ત્યાગ કરી, પ્રાણી–ભૂત-જીવ–સત્ત્વની રક્ષા કરતાં સંયમની આરાધના કરવા લાગ્યા. આમ અણગાર બન્યા પછી ગૌતમકુમાર મુનિ નિગ્રંથ પ્રવચનને સન્મુખ રાખીને ભગવાનની આજ્ઞાનું પાલન કરતાં વિચરણ કરવા લાગ્યા.
તપ સંયમ પૂર્વક વિચરણ :| १० तए णं से गोयमे अण्णया कयाई अरहओ अरिटुणेमिस्स तहारूवाणं थेराणं अतिए सामाइयमाइयाई एक्कारस अंगाइ अहिज्जइ अहिज्जित्ता बहूहिं चउत्थ छट्ठट्ठम-दसम-दुवालसेहिं मासद्धमासखमणेहिं विविहेहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणे विहरइ । तए णं अरहा अरिट्ठणेमी अण्णया कयाई बारवईओ णयरीओ णंदणवणाओ पडिणिक्खमइ, बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ :- નિગ્રંથ પ્રવચનને સર્વસ્વ સમર્પિત ગૌતમ અણગારે અન્યદા કોઈ સમયે અહંતુ અરિષ્ટનેમિ પ્રભુના તથારૂપ સ્થવિર ભગવંત પાસે સામાયિક આદિ અગિયાર અંગોનો વિનયપૂર્વક અભ્યાસ કર્યો. જ્ઞાનાભ્યાસ સાથે ઉપવાસ, છઠ, અટ્ટમ, ચોલા, પંચોલા, માસખમણ, અર્ધમાલખમણાદિ અનેકવિધ તપસાધનાથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
- ત્યાર પછી અહંત અરિષ્ટનેમિ કોઈ એક સમયે દ્વારિકા નગરીના નંદનવનથી વિહાર કરી બાહ્ય જનપદોમાં વિચરવા લાગ્યા.
વિવેચન :
ધર્મકથાનુયોગમાં વર્ણિત જીવન ચરિત્રોમાં પ્રત્યેક સાધકના બે મહત્વપૂર્ણ પાસાઓ તરફ સૂત્રકારે સંકેત કર્યો છે. (૧) સાધકનો અભ્યાસ (૨) સાધકની તપસાધના. તેથી પ્રાચીન કાલીન શ્રમણ સંસ્કૃતિની આચારસંહિતાનું સુંદર દર્શન થાય છે કે સાધક જીવનના મુખ્ય બે જ લક્ષ હતા અને હોવા જોઈએ. તે છે જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગ.