Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૧૦ |
શ્રી અંતગડ સૂત્ર
૨૧ હજાર વીર પુરુષો આ કૃષ્ણ મહારાજની શૌર્ય (બળ) સંપદા હતી. વીર, મહાવીર, દુર્દાત્ત વગેરે શૌર્ય પ્રદર્શિત કરનારા શબ્દો છે. જેવી રીતે આજે સૈનિકોને વીરચક્ર, મહાવીર ચક્ર, પરમવીર ચક્ર વગેરે ઈલ્કાબ આપવામાં આવે છે. વાતવ બળ એટલે સૈનિકો અને વા એટલે સમૂહ, સૈનિકોના સમૂહને, સૈનિકોની ટૂકડીઓ (રજિમેન્ટ્સ)ને વરવા કહે છે. વનવાસાદસ્લીપ એટલે સૈન્યદળના ઉપરી અર્થાત્ સેનાપતિ. નગરસંપદા :- ઋદ્ધિ ઐશ્વર્ય સંપન્ન અનેક તલવર, સાર્થવાહ આદિ ગરવી પ્રજા, અનંગસેના પ્રમુખ હજારો ગણિકાઓ કૃષ્ણ મહારાજની નગર સંપદા હતી. તદુપરાંત અર્ધભરત ક્ષેત્રની તમામ ઊંચ-નીચ મધ્યમ જનતા પણ નગર સંપદા જ ગણાય.
લવણ સમુદ્રથી ચલ હિમવંત પર્વત સુધી છ ખંડમાં વિભાજીત અર્ધચંદ્રાકારે ભરતક્ષેત્ર છે. તેની મધ્યમાં વૈતાઢય પર્વત છે. જેના કારણે ભરતક્ષેત્રના બે ભાગ થાય ઉત્તર અને દક્ષિણ. ચુલ્લ હિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી નીકળતી ગંગા-સિંધુ નદીના કારણે તેના છ વિભાગ થાય છે. જેને છ ખંડ કહેવાય છે. ચક્રવર્તી પખંડાધિપતિ અને વાસુદેવ ત્રિખંડાધિપતિ કહેવાય છે. આમ કૃષ્ણ મહારાજ લવણ સમુદ્રથી વૈતાઢય પર્વત પર્વતના ત્રણ ખંડનું (૧–ર– ખંડ) આધિપત્ય ભોગવતાં વિચરતા હતા.
આ સમસ્ત બાહ્ય આત્યંતર સંપદા માત્ર દ્વારકામાં જ નહીં પરંતુ ત્રણે ખંડમાં નિવાસ કરતી હતી. આ સંપદા એક દ્વારકામાં સમાઈ પણ ન શકે. ગૌતમકુમારનું પાણિગ્રહણ :|७ तत्थ णं बारवईए णयरीए अंधगवण्ही णामं राया परिवसइ, वण्णओ । तस्स णं अंधगवण्हिस्स रण्णो धारिणी णामं देवी होत्था, वण्णओ । तए णं सा धारिणी देवी अण्णया कयाई तंसि तारिसर्गसि सयणिज्जंसि एवं जहा महब्बले
सुमिणदसण-कहणा, जम्म बालत्तणं कलाओ य ।
जोव्वण-पाणिग्गहणं, कण्णा वासा य भोगा य ॥ णवरं गोयमो णामेणं । अट्ठण्हं रायवरकण्णाणं एगदिवसेणं पाणिं गेण्हार्वेति । अट्ठट्ठओ दाओ । ભાવાર્થ :- તે દ્વારકા નગરીમાં યાદવોના જ્યેષ્ઠ સ્થાનીય અંધકવૃષ્ણિ રાજા નિવાસ કરતા હતા. તેમનું વર્ણન પૂર્વ સૂત્રવત્ સમજવું. તે અંધકવૃષ્ણિ રાજાને ધારિણી નામની રાણી હતી. તેમનું વર્ણન અન્ય સૂત્રથી જાણવું. રાણી ધારિણીદેવી એકદા ઉત્તમ શય્યામાં સૂતાં હતાં. જેવી રીતે જ્ઞાતાસૂત્રમાં સ્વપ્નદર્શન, કથન, પુત્રજન્મ, તેની બાળલીલા, કળાજ્ઞાન, યૌવન, પાણિગ્રહણ(લગ્ન), રમ્ય પ્રાસાદ એવમ્ ભોગાદિનું વર્ણન મહાબલ કુમારનું છે, તેવી જ રીતે અહીં પણ સમજવું. ફરક માત્ર કુમારનું નામ ગૌતમ પાડવામાં આવ્યું. યોગ્ય વયે તેનું એક જ દિવસે આઠ રાજકન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું અને દહેજમાં આઠ-આઠ પ્રકારની વસ્તુઓ આપી.