Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫. ગજસુકુમાલ જેવું બૈર્ય, સાધનાની અડગતા, અવૈરવૃત્તિ. ૬. અર્જુન માળી જેવી અપાર તિતિક્ષા, અતૂટ સહનશક્તિ, અજોડ પ્રાયશ્ચિત. ૭. સુદર્શન શ્રમણોપાસક જેવી નીડરતા, પ્રભુભક્તિ, આત્મતેજ. ૮. મહારાજા શ્રેણિકની કાલી આદિ દશ રાણીઓ જેવું ઘોર.ઉગ્ર તપ. ૯. અતિમુક્તકુમાર જેવી પ્રશ્નોત્તરી, જિજ્ઞાસા અને નિષ્કપટ ભાવના, ઋજુતા. ૧૦.શેષ તમામ સાધકો જેવી ભોગમાંથી યોગ તરફની ગતિ તથા પ્રીતિ અને જ્ઞાનારાધના. હિંદી ગુજરાતી સંસ્કરણો -
આગમોનું પૂર્ણતઃ હિંદી અનુવાદનું પ્રકાશન સર્વ પ્રથમ આગમના વિદ્વાન આદરણીય મુનિશ્રી અમુલખઋષિએ કરાવ્યું છે. ત્યારની પરિસ્થિતિ પ્રમાણે તેઓશ્રીનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. ત્યાર પછી શાસ્ત્રાચાર્ય શ્રી પ. પૂ. ઘાસીલાલજી મ. એ સ્વરચિત સંસ્કૃત ટીકા સાથે હિંદી અને ગુજરાતી ભાષામાં ૩ર આગમોનું પ્રકાશન કરાવ્યું તેમજ જૈન શ્રમણ સંઘના પ્રથમ આચાર્ય પૂ. આત્મારામજી મ. સા. એ કેટલાક આગમોની સંસ્કૃત છાયા વ્યાખ્યા સહ હિંદી અનુવાદનું મહાન કાર્ય કર્યું, જે ખરેખર અત્યંત ઉપયોગી છે. આ સિવાય જૈન શ્વેતાંબર તેરાપંથ મુનિજનોનું આગમ પ્રકાશનનું કાર્ય ગતિશીલ છે. મૂળપાઠ વિસ્તૃત વિવેચન અને ટિપ્પણ સહિતના આગમો પ્રકાશિત થઈ રહ્યા છે. શ્રમણ સંઘના યુવાચાર્ય પૂ. શ્રી મધુકરમુનિ મ. સા. એ અત્યંત સંક્ષિપ્ત નહીં અને અત્યંત વિસ્તૃત પણ નહીં, હિંદી વિવેચન સહ આગમ બત્રીસીને સમાજ સમક્ષ પ્રગટ કરીને મહાન ગ્રુત સેવાનું કાર્ય કર્યું છે. જે સ્થાનકવાસી સમાજની નહીં સમસ્ત શ્વેતાંબર જૈન સમાજની અમૂલ્યનિધિ છે.
ઘાટકોપર મુકામે શ્રમણી વિદ્યાપીઠમાં આગમ અભ્યાસાર્થે પૂ. તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ની આજ્ઞાથી અમે ર૫ મહાસતીજીઓએ અને ૨૫ વેરાગી બહેનોએ સૌરાષ્ટ્રથી વિહાર કરીને પાંચ વર્ષ વિદ્યાપીઠમાં સ્થિરતા કરી. ત્યાં પંડિત
42