Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચતુર્દશપૂર્વી ભદ્રબાહુ સ્વામી છે તો નંદીજીના દેવવાચક છે. આધુનિક કેટલાક પાશ્ચાત્ય ચિંતકોએ નાગમોનો રચનાકાળદેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણનો કાળ માન્યો છે. જેનો સમય મહાવીર નિર્વાણ પછી ૯૮૦ અથવા ૯૯૩માં વર્ષનો છે. પરંતુ આ માન્યતા ઉપયુક્ત નથી. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે તો આગામી લિપિબદ્ધ કર્યા હતા. આગમો તો તેનાથી પ્રાચીન જ છે. પાશ્ચાત્ય તત્ત્વવિદો આગમોનાં લેખની (લિપિબદ્ધ) કાળને જ રચનાકાળ માની બેઠા છે. વાસ્તવમાં બને કાળ જુદા છે.
પ્રાચીનકાળમાં આગમો લિપિબદ્ધ ન હતા. ગુશિષ્ય પરંપરાએ શ્રુત કંઠસ્થ કરી અવધારતા. આગમ સાહિત્ય ચિરકાળ સુધી કંઠસ્થ રહ્યું; જેથી કર્ણોપકર્ણ શ્રુતવચનોમાં ક્યાંક પરિવર્તન થવું સ્વાભાવિક છે. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે તીવ્રગતિથી હાસ તરફ વહેતા પ્રભુની શ્રુતગંગાના શ્રોતને પુસ્તકારૂઢ કરી રોકી રાખ્યો. એક પ્રાચીન ગાથા આ સંબંધમાં છે– ઈ. સ. ૪૫૩ કે ૪૬ની આ ગાથા છે.
वलहिपुरम्मि णयरे, देवड्डिपमुहेण समणसंघेण ।
पुत्थइ आगमुलिहिओ, णवसय असीआओ वीराओ ॥ વર્તમાન આગમ સાહિત્ય જે ઉપલબ્ધ છે તેના સંરક્ષણનું શ્રેય દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણને છે. કેટલાક અપવાદોને છોડી શ્રુતસાહિત્યમાં પરિવર્તન નથી થયું. સાધિકાર એટલું તો ચોક્કસ કહી શકાય કે ઉપલબ્ધ વર્તમાન આગમોની મૌલિકતા અસંદિગ્ધ છે. કોઈક સ્થાને ભલે પાઠ પ્રક્ષિપ્ત કે પરિવર્તિત થયા હોય પરંતુ તેનાથી આગમોની પ્રમાણિકતા અને સચ્ચાઈમાં કોઈ ફરક પડતો નથી.
જેનો (આગમોનો) પાવન સ્પર્શમાત્ર અનેક સાધકાત્માઓના સંસાર અને બંધનોનો અંત કરી, તેઓને અનંત સિદ્ધાત્માઓની પરમાર્થ જ્યોતિમાં જ્યોતિર્મય બનાવવા માટે મુક્તિનું અમર વરદાન બની ગયું. એવા જીવનને પાવન કરનારા નેવું મુક્તિવીરોની પ્રેરણામય યશોગાથાથી ગૂંથાયેલું આ અંતગડ સૂત્ર દ્વાદશાંગીનું આઠમું અંગ છે.
32