Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ગણાતા નથી. આચાર્ય વાદિદેવે આગમની પરિભાષા કરતા લખ્યું છે
आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागमः (प्रमाणनय तत्त्वालोक ૪/૧-૨)
આપ્ત વચનોથી આવિર્ભત થનારા અર્થસંવેદનને જ "આગમ" કહે છે. આગમોને 'શાસ્ત્ર' પણ કહેવાય છે. તેની શાબ્દિક પરિભાષા છે– "શાસન કરનાર" માનવને અનુશાસિત કરનાર, ગ્રંથને શાસ્ત્ર કહે છે. શાસ્ત્રો વ્યવહારમાં અનેક પ્રકારના છે. જેમ કે– સંગીતશાસ્ત્ર, પાકશાસ્ત્ર, નીતિશાસ્ત્ર પરંતુ અહીં લક્ષિત છે ધર્મશાસ્ત્ર, જે માનવને ભૌતિક પ્રપંચથી પાછા વાળી કર્તવ્યપરાયણ, આત્માભિમુખી, વિશ્વહિતૈષી તથા પરમાત્મપદ સુધી પહોંચવાની પ્રેરણા તથા માર્ગદર્શન આપે છે. તેને જ ધર્મશાસ્ત્ર કહે છે. આવા શાસ્ત્રોના શ્રવણને જ શ્રુત અથવા શ્રુતિ કહે છે. આ કારણે જ શ્રુતિધર્મને દુર્લભ કહ્યો છે. 'સુ ડુત્ત' (ઉત્તરાધ્યયન).
જૈન પરંપરામાં અહ દ્વારા કથિત હોય અને ગણધર, ૧૪ પૂર્વી, પ્રત્યેકબુદ્ધ, સ્થવિર કે અભિન્ન દશપૂર્વી દ્વારા ગ્રથિત વાડ્મયને પ્રમાણભૂત માન્યું છે.
આગમ સાહિત્યના બે પ્રકાર છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગપ્રવિષ્ટ આગમોના ઉદ્ગાતા સ્વયં તીર્થકર ભગવાન મહાવીર જ છે અને સૂત્રરૂપે રચયિતા તેમના શિષ્ય ગણધર ભગવંતો છે. અંગબાહ્ય સાહિત્યની રચનાનો પણ મૂળાધાર તો સ્વયં તીર્થકર જ છે. રચનાની દષ્ટિએ કેટલાક આગમો સ્થવિરો દ્વારા ગ્રથિત છે અને કેટલાક દ્વાદશાંગોમાંથી નિર્મૂઢ એટલે કે ઉધૂત છે.
વર્તમાનમાં ઉપલબ્ધ અંગસાહિત્ય ગણધર સુધર્મા સ્વામીની રચના છે. જે ભગવાન મહાવીર સ્વામીના સમકાલીન છે. તેથી વર્તમાન અંગસાહિત્યનો રચનાકાળ ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દી સિદ્ધ થાય છે. અંગબાહ્ય સાહિત્યની રચના એક વ્યક્તિની નથી, તેથી તે બધાનો કાળ એક ન કહી શકાય. દશવૈકાલિક સૂત્રની રચના આચાર્ય શäભવે કરી છે. તો પ્રજ્ઞાપના સૂત્રની રચના શ્યામાચાર્યની છે. છેદ સૂત્રોના રચયિતા
31