Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ઉપઘાત
ઓળખાવે છે. એ નિર્ગસ્થ શિરોમણિને અગિયાર બ્રાહ્મણ શિષ્યો હતા. એ દરેક શિષ્યરત્ન ગણધર કહેવાય છે. એ પ્રત્યેક મનીષી મુનિવર્યો જેન શાસ્ત્રોનાં મૂળરૂપ બાર અંગે અદ્ધમાગણી (સં. અર્ધમાગધી ભાષામાં રચ્યાં છે, અને એમાંથી કેવળ પાંચમાં ગણધરની જ રચના ઓછેવત્તે અંશે આજે મળે છે એમ મનાય છે. આ પાંચમા ગણધરનું નામ સુધર્માનુ છે. એમને આ પુસ્તકમાં સુધર્માસ્વામી તરીકે નિર્દેશ છે. આ પુસ્તકમાં અનેક સ્થળે (દા. ત. પૃ રર૬માં) એમણે દ્વાદશાંગી શા માટે રચી છે તે બાબત વિચારાઈ છે, અને તેમ કરતી વેળા નીચે મુજબનાં ત્રણ કારણે રજૂ કરાયાં છે –
(1) ભવ્ય જીના ઉપકારને માટે. (૨) શાસનની પ્રવૃત્તિને માટે. (૩) મોક્ષનો માર્ગ દુનિયા સાધી શકે તે માટે.
ખરી રીતે બે જ કારણ છે, કેમકે પહેલા અને ત્રીજા કારણમાં કંઈ ખાસ ભેદ નથી.
જૈન આગમોમાં બાર અંગરૂપ ગણિપિટક- દ્વાદશાંગી અગ્ર સ્થાન ભેગવે છે. એના પ્રણેતા ગણધર હોવા વિશે બે મન નથી. આ બાર અંગમાંનું ત્રીજું અંગ તે ઠાણ (સં. સ્થાન) છે. એને સંસ્કૃતમાં સ્થાનાંગ, પાઈયમાં કાણુગ અને ગુજરાતીમાં ઠાણુગ” કહે છે. આ એક સુયફબંધ (મૃતસ્કન્વ)રૂપ આગમને ઘણે અરે ભાગ ગદ્યમાં છે. એના એકંદર દસ વિભાગો છે. એ દરેકને “અઝયણ (સ, અધ્યયન) તેમજ “ઠાણ (સં. સ્થાન) ‘પણ કહે છે. આ પૈકી કેટલાંકના પેટાવિભાગ છે. એને “ઉદેસંગ
(સં. ઉદ્દેશક) કહે છે. ગુજરાતીમાં એને “ઉ” કહેવામાં -- ” આવે છે. પ્રસ્તુત વ્યાખ્યાનો સંબંધ પાંચમા અજઝયણ સાથે