Book Title: Advitiya Chakshu Author(s): Kundkundacharya, Kanjiswami Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai View full book textPage 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન પૂર્વ વિદેહમાં બિરાજમાન વિદ્યમાન તીર્થંકર-શ્રી સીમંધરસ્વામીની ધર્મસભામાં બેસીને તેઓશ્રીના પ્રવચનોને (દિવ્યધ્વનિને ) પ્રત્યક્ષ સાંભળનાર કળિકાળ સર્વજ્ઞ શ્રીમદ કુંદકુંદાચાર્યદેવે તે પ્રવચનના સા૨ને પરમાગમ શ્રી પ્રવચનસારમાં ભર્યો છે. અને તેની ઉપ૨ ટીકા રચીને શ્રી અમૃતચંદ્રાચાર્યે ગાથામાં ભરેલા ગૂઢ ભાવોને સ્પષ્ટ કર્યા છે. તથા પોતાના વ્યાખ્યાનો દ્વારા આ કાળે પૂ. શ્રી કાનજીસ્વામીએ તે ટીકાના અર્થોને સાદી ને સરળ ભાષામાં સામાન્ય જીવોને પણ સુલભ રીતે સમજાય તેવી રીતે સમજાવ્યા છે. અને આ રીતે તેઓશ્રીનો આપણા ઉપર અનંત ઉપકાર વર્તે છે. જેના સ્મરણ માત્રથી શરીરમાં રોમાંચ જાગે છે, હૃદય તેમ જ મસ્તક ભક્તિભાવથી ઝુકી પડે છે, આંખો દર્શન માટે તલસી ઊઠે છે ને વાણી મહિમા ગાતી-ગાતી મૌનતાને ધારણ કરે છે તે શ્રી કહાનગુરુના ગુણોને ગાવા કોણ સમર્થ છે? અહા ! કેમકે શાયર શ્યાહી સંભવે, સિવ વસુધા હો કાગદ ઉપમાન કે તરુ ગણ લેખણ કીજીએ, ન લિખાયે હો તુજ ગુણગાન.... મુખ અનંત જો મુજ હોય રે, મુખે મુખે જીભ અનંત; ગુણ ગુરુજીના બોલતાં રે, તોહે ન આવે અંત.... 6 આવા ભાવિ તીર્થાધિનાથ શ્રી સદ્દગુરુદેવશ્રીના પ્રવચનસારના સારભૂત ગા. ૧૧૪ ઉપરનાં પ્રવચનોને મુમુક્ષુઓના હાથમાં મૂકતા અત્યંત આનંદ થાય છે. આ ૧૧૪ મી ગાથામાં Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 78