Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રખી થવાની ચાવી
(GO ચિતન સહિત)
જે જીવ રાગ-દ્વેષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ માત્ર શુદ્ધાત્મામાં (દ્રવ્યાત્મામાં સ્વભાવમાં) જ
‘હું પણું (એકત્વ) કરે છે અને તેનો જ 'અનુભવ કરે છે, તે જ જીવ સમ્યગ્દષ્ટિ છે
અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.
'લેખક - CA. જયેશ મોહનલાલ શેઠ
(બોરીવલી), B.Com, EC.A.
Page #2
--------------------------------------------------------------------------
________________
- નમસ્કાર મંત્ર-અર્થ સહિત :નમો અરિહંતાણં - ત્રિકાળવર્તી તીર્થંકર પ્રમુખ અરિહંત
ભગવંતોને સમય-સમયની વંદણા હોજો! નમો સિદ્ધાણ - ત્રિકાળવર્તી સિદ્ધ ભગવંતોને સમય-સમયની
વંદણા હોજો! નમો આયરિયાણં - ત્રિકાળવર્તી ગણધર પ્રમુખ આચાર્ય
ભગવંતોને સમય-સમયની વંદણા હોજો! નમો ઉવજઝાયાણં - ત્રિકાળવર્તી ઉપાધ્યાય ભગવંતોને સમય
સમયની વંદણા હોજો! નમો લોએ સવ્વસાહૂણં - ત્રિકાળવર્તી સાધુ ભગવંતોને સમય-સમયની
વંદણા હોજો! એસો પંચ નમ્મોકારો - આ પાંચ નમસ્કાર સૂત્ર સવ્વ પાવ પણાસણો - સર્વ પાપોનો નાશ કરનાર છે. મંગલાણં ચ સવ્વસિં - સર્વ મંગલોમાં પઢમં હવઈ મંગલ - ઉત્કૃષ્ટ મંગલ છે
- પંચ પરમેષ્ઠિ વંદન શ્લોક :અહંન્તો ભગવન્ત ઇન્દ્રમહિતાઃ, સિદ્ધાશ્ચ સિદ્ધિશ્ચિતાઃ આચાર્યા, જિનશાસનોતિકરાર, પૂજ્યા ઉપાધ્યાયકા ! શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકોઃ પંચતે પરમેષ્ઠિન પ્રતિદિન, કુર્વજુ નો મંગલમ્ |
Page #3
--------------------------------------------------------------------------
________________
| શ્રી મહાવીરાય નમઃ ||.
સુખી થવાની ચાવી
(નિત્ય ચિંતન સહિત)
- લેખક - CA. જયેશ મોહનલાલ શેઠ (બોરીવલી), B.Com., F.C.A.
- અર્પણ – માતા - પૂ. કાંતાબેન તથા પિતા - પૂ. સ્વ. મોહનલાલ નાનચંદ શેઠળે.
જે જીવ રાગ-દ્વેષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ માત્ર શુદ્ધાત્મામાં (દ્રવ્યાત્મામાં સ્વભાવમાં) જ “હું પણું” (એકત્વ) કરે છે અને તેનો જ અનુભવ કરે છે, તે જ જીવ સમ્યગ્દષ્ટિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.
પ્રકાશક : શૈલેશ પુનમચંદ શાહ
Page #4
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧૬
૩૩
૩૬
૩૯
અનુમોદક – જયકળા નલિન ગાંધી પરિવાર
- અનુક્રમણિકા -
વિષય * પ્રસ્તાવના ૧ સુખી થવાની ચાવી ૨ સવારે ઉઠીને ૩ સમાધિ મરણ ચિંતન ૪ કંદમૂળ વિશે
૩૧ ૫ રાત્રિભોજન વિશે. ૬ બાર ભાવના ૭ નિત્ય ચિંતન કણિકાઓ © CA. જયેશ મોહનલાલ શેઠ
મૂલ્ય : અમૂલ્ય ગુજરાતી - નવમી આવૃત્તિ - વિ.સં. ૨૦૭૦ (મે ૨૦૧૪) પ્રતઃ ૧૦,૦૦૦ ગુજરાતી કુલ ૨,૨૦,૦૦૦ • હિન્દી કુલ ૩,૫૦,૦૦૦ • અંગ્રેજી કુલ ૧૦,૦૦૦
નોંધ - આ પુસ્તક કોઈને છપાવવું હોય તો, અમારો સંપર્ક કરવા વિનંતિ છે. વિશેષ - જો આપને આ પુસ્તક વાચ્યા બાદ જરૂરત ન હોય તો આશાતનાથી
બચવા નીચેના સ્થળોએ પરત કરવા વિનંતિ છે.
- સંપર્ક અને પ્રાપ્તિ સ્થાન - શૈલેશ પુનમચંદ શાહ - ૪૦૨, પારિજાત, સ્વામી સમર્થ માર્ગ, (હનુમાન ક્રોસ રોડ નં ૨), વિલેપાર્લે (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૫૭. ફોન નં ૨૬૧૩ ૩૦૪૮ મોબાઈલ નં ૯૮૯૨૪ ૩૬૭૯૯/૭૩૦૩૨૮૧૩૩૪ Email : spshah1959@gmail.com જયકળા નલિન ગાંધી – એ ૩૦૩, ગોપાલ, એસ. વી. રોડ, માનવકલ્યાણની બાજુમાં, દહિસર (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬ ૮. ફોન નં ૨૮૯૫ ૨૫૩૦ મોબાઈલ નં ૯૮૩૩૬ ૭૭૪૪૭ | ૯૮૨૧૯૫૨૫૩૦ Email : nalingandhi123@gmail.com
ટાઈપ સેટીંગ : સમીર પારેખ - ક્રિએટીવ પેજ સેટર્સ ફોન : ૯૮૬૯૦ ૦૯૯૦૭ મુદ્રાગ ઃ નિલેશ પારેખ - પારસ પ્રિન્સ, ગોરેગામ, મુંબઈ ફોન : ૯૯૬૯૧ ૭૬૪૩૨
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
અનંત અનંત કાળથી સંસાર સાગરમાં રખડતા જીવને ભગવાને કહેલી દુર્લભતાઓ (મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, દીર્ઘ આયુ, પૂર્ણ ઇન્દ્રિયો, નીરોગી શરીર, સાચા ગુરા, સાચા શાસ્ત્ર, સાચી શ્રદ્ધા અર્થાત્ સમ્યગ્દર્શન અને મુનિપણું)માંથી શરૂઆતની આઠ દુર્લભતા આપણને અનંતીવાર મળી છે છતાં આપણા જીવની અર્થાત્ આપણી દિશા બદલાણી નહિ. ઘાંચીના બળદની જેમ ચાર ગતિમાં પરિભ્રમણ કરતા રહ્યા પરંતુ પંચમ ગતિ અર્થાત્ મોક્ષમાર્ગ માટે પ્રગતિ ન થઇ તેનું કારણ જ્ઞાનીઓ એવું બતાવે છે કે આઠ દુર્લભતા મળ્યાં પછી જો જીવ નવમી દુર્લભતા ન પામે એટલે કે આત્મ અનુભવ (સ્પર્શના) ન કરે અર્થાત્ સમ્યગ્દર્શન ન પામે તો સંસારનો ફેરો ટળતો નથી, અર્થાત્ મોક્ષમાર્ગ મળતો નથી.
તો અત્રે પ્રસ્તુત છે “સુખી થવાની ચાવી આત્મા પ્રાપ્ત કરવાનો એક અતિ વેધક, સચોટ અને સીધો ઇલાજ. લેખક શ્રી જયેશભાઇ શેઠ, વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે તેમણે તેમના વર્ષોનાં વાંચન, ચિંતન, મનન, અભ્યાસ, અનુભવને આચરણમાં મૂક્યા પશ્ચાત આ માનવસમાજનાં કલ્યાણાર્થે,
પ્રસ્તાવના + III
Page #6
--------------------------------------------------------------------------
________________
કરુણાથી અને શાસ્ત્રોના આધારથી સનાતન સત્યો દ્વારા આત્મપ્રાપ્તિનો સરળ માર્ગ દર્શાવેલ છે. કેટલાંય આગમો વાંચતા, પુસ્તકો વાંચતા, વ્યાખ્યાનો સાંભળતા મનમાં કેટલાંય પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે, કોઈવાર અનેક મતોને કારણે મૂળ સિધ્ધાંત ભૂલાય અને વિષયાંતર તથા વિવાદોમાં મુખ્ય વાત અને સમજ વિસારે પડી જાય છે. લેખકનો આ એક ઉત્તમ પ્રયાસ છે કે આ વિસ્વનો દરેક જીવ, કેવી રીતે સુખી થાય તેના શાસ્વતા સિધ્ધાંતોને તેમણે ટૂંકી, સરળ અને સુગમ ભાષામાં આપણને પિરસ્યા છે.
એવી એક અંગ્રેજી કહેવત છે કે સફળ વ્યક્તિ કાંઇ નવું નથી કરતી, જે પાયાના નિયમો છે અને સિધ્ધાંતો છે તેને જ નિયમિત રીતે પોતાના જીવનમાં ઉતારી તે સફળ બની જાય. છે; તે ન્યાયે, આપણે આ સુખી થવાની ચાવીની સનાતન વાતો જીવનમાં વણી લઈએ અને ભવોભવના આંટા ટાળી દઈએ. ભગવાન કૃપાએ અને લેખકની અસીમ કૃપા, કરુણા અને આપણા અહોભાગ્યથી આપણને તે ભવોભવના ચક્રવ્યુહને ભેદવાની સાદી-સરળ ચાવી, અદના (સામાન્ય) માણસ (COMMON MAN) ને પણ સમજાય તેવી ભાષા અને શૈલીમાં પ્રાપ્ત થઈ છે. તેમનો આ પ્રયત્ન ત્યારે જ સફળ થયો ગણાશે
Iv જ સુખી થવાની ચાવી
Page #7
--------------------------------------------------------------------------
________________
જયારે આ ચાવીથી દરેક વાંચક, પોતાના આત્માને ભવોભવના બંધનરૂપ તાળાથી મુક્ત કરાવે (છોડાવે) અર્થાત્ નિત્ય વાંચન, મનન, ચિંતન અને અમલ કરવાથી શું અશક્ય છે? કાંઈ જ નહિ. જો એક દેડકો કે એક સિંહ......... સમ્યગ્દર્શન પામીને મોક્ષગામી બની શકે તો વિવેકસહિત પાંચ ઈન્દ્રિયોવાળાં આપણે અર્થાત્ મનુષ્ય એક સચોટ નિર્ણય લઇ સમ્યગ્દર્શન પામીને મોક્ષગામી ન બની શકીએ??? અર્થાત્ જરૂર બની શકીએ... તો વાંચો, વિચારો, ચિંતન કરો અને અપનાવો પ્રસ્તુત ‘સુખી થવાની ચાવી’ને કે જેથી મોક્ષમાર્ગ અને અંતે મોક્ષ મેળવી અનંત અવ્યાબાધ સુખ મેળવો એવી આશા સહિત.
જીતેન્દ્ર શાંતિલાલ શાહ
શૈલેશ પુનમચંદ શાહ
લી.
CA. મુકેશ પુનમચંદ શાહ F.C.A.
જયકળા નલીન ગાંધી
નમીતા રસેશ શાહ
પ્રસ્તાવના * V
Page #8
--------------------------------------------------------------------------
________________
| શ્રી મહાવીરાય નમઃ || - સુખી થવાની ચાવી : સર્વ પ્રથમ પંચ પરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરીને અમે સુખી થવાની ચાવી વિષે લખવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે સર્વે જીવો સુખના જ અર્થી હોય છે, દુઃખથી તો સર્વે જીવો દૂર જ રહેવાનો પ્રયત્ન કરે છે. તે સુખ બે પ્રકારના છે. એક શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ, કે જે ક્ષણિક (TEMPORARY) છે અને બીજું આત્મિક સુખ, કે જે શાશ્વતું (PERMANENT) છે.
પ્રથમ અમે શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ વિષે જણાવીશું કારણ કે તેનાથી સર્વે જીવો ચિર-પરિચિત છે. તેવાં સંસારી જીવોને સુખ એટલે ઉત્તમ સ્વાથ્ય (HEALTH), અઢળક પૈસો (WEALTH) તથા અનુકૂળ પત્ની, પુત્ર વગેરે પરિવાર (GOOD FAMILY). આ સર્વે સુખનો સ્ત્રોત (SOURCE) શું છે? તો આપ કહેશો કે સનસીબ (GOOD LUCK). તો પ્રશ્ન થશે કે તે સદ્નસીબી મળે કઈ રીતે? બને કઈ રીતે? તો તેનો ઉત્તર છે પુણ્યથી. કારણ કે જે આપણું પૂર્વ પુણ્ય છે તેને જ સહ્નસીબા કહેવાય છે. જયારે પૂર્વ પાપોને બહ્નસીબ (BAD LUCK) કહેવાય છે. તેથી કરીને જેઓએ પોતાનું નસીબ સાર બનાવવું છે તેઓને પુણ્યની અત્યંત આવશ્યક્તા છે અને સાથે પાપથી બચવાની પણ અત્યંત આવશ્યક્તા છે કારણ કે પાપ તથા પુણ્ય સામસામે સરભર થતાં નથી, બંને અલગ-અલગ ભોગવવાં પડે છે. પાપનું ફળ દુઃખરૂપ હોય છે, કે જે કોઈ પણ જીવ ઇચ્છતાં નથી.
સુખી થવાની ચાવી ૧
Page #9
--------------------------------------------------------------------------
________________
જો દુઃખરૂપ ફળ જીવ ઇચ્છતો નથી, તો તેના જનકરૂપ પાપ કઈ રીતે આચરાય? અર્થાત્ ન જ આચરાય, કદી જ ન આચરાય.
તેથી સદ્નસીબ બનાવવાં તથા બદ્નસીબીથી બચવાબનસીબી ઘટાડવાં રોજિંદા જીવનમાં જે કોઈ મોટાં પાપો થાય છે તે બંધ કરવાં આવશ્યક છે, જેવાં કે- કંદમૂળ-ભક્ષણ, રાત્રિભોજન, સપ્ત-મહાવ્યસન (જુગાર, દારૂ, માંસ, વેશ્યાગમન, ચોરી, શિકાર અને પરસ્ત્રીગમન અથવા પરપુરુષગમન) તથા અભક્ષ-ભક્ષણ- જેમ કે બોળ અથાણાં, મધ, માખણ વગેરે તથા અન્યાય-અનીતિથી અર્થોપાર્જન ન કરવું. આવાં મોટાં પાપો બંધ કરતાં જ નવાં દુઃખોનું આરક્ષણ બંધ થઈ જશે અને જૂનાં પાપોનો પશ્ચાતાપ કરતાં, ક્રોધ, માન, માયા, લોભ ઓછાં કરતાં (પરંતુ ભાવના તેઓને પૂર્ણ છોડવાની રાખવી અર્થાત્ ભાવના વીતરાગી બનવાની રાખવાની) તથા બાર/સોળ ભાવનાનું ચિંતન કરતાં નવાં પુણ્યનો બંધ થાય છે તથા જૂનાં પાપોનો બંધ શીથિલ થાય છે અર્થાત્ જૂનાં પાપો હળવાં બને છે. આ જ સદ્નસીબ બનાવવાનો તથા બદ્નસીબીથી બચવાનો માર્ગ છે.
અત્રે કોઈને પ્રશ્ન થાય કે અમને તો અમુક દેવ-દેવીની કૃપા તથા તેમના દર્શન-ભક્તિ કરવાથી જ સુખ મળતું દેખાય છે. તો તેઓને અમારો ઉત્તર એ છે કે- તે સુખ આપના પૂર્વ પુણ્યનું જ ફળ છે. જો આપના પાપનો ઉદય હોય તો કોઈ જ દેવ-દેવી તેને પુણ્યમાં ફેરવવા માટે શક્તિમાન નથી. પુણ્યનું ફળ માંગવું તે નિદાનશલ્યરૂપ હોવાથી, ઘણાં બધા પુણ્યનું અલ્પ ફળ મળે છે અને તે સુખ ભોગવતી વખતે નિયમથી ઘણાં જ પાપો બંધાય ૨ * સુખી થવાની ચાવી
Page #10
--------------------------------------------------------------------------
________________
છે, કે જે ભવિષ્યના દુઃખોના જનક (કારણ) બને છે. તેથી માંગો અથવા ન માંગો, આપને આપના પૂર્વ પુણ્ય-પાપનું ફળ અવશ્ય જ મળે છે, આ જ શાશ્ર્વત નિયમ હોવાં છતાં, માંગીને પાપને આવકાર-આમંત્રણ (BOOKING INVITATION) શું કામ આપવું? અર્થાત્ ન જ માંગવું, કદી ન માંગવું.
તેથી એકવાત તો નિશ્ચિત જ છે કે પોતાને જે કાંઈપણ દુઃખ આવે છે તેમાં વાંક પોતાના પૂર્વ પાપોનો જ હોય છે, અન્ય કોઈનો’ય નહિ. જે અન્ય કોઇ દુઃખ આપતાં જણાય છે, તે તો માત્ર નિમિત્તરૂપ જ છે. તેમાં તેમનો કાંઈ જ દોષ નથી, તે તો આપને, આપના પાપથી છોડાવવાવાળાં જ છે. છતાં આવી સમજણ ન હોવાથી, આપને નિમિત્ત પ્રત્યે જરાપણ રોષ આવે, તો ફરીથી આપને પાપનું બંધન થાય છે કે જે ભવિષ્યના દુઃખોનું જનક (કારણ) બને છે. આજ રીતે અનાદિથી આપણે દુઃખો ભોગવતાં, નવાં દુઃખોનું સર્જન કરતાં રહ્યાં છીએ અને અત્યારે પણ કરી રહ્યાં છીએ. માટે આવાં અનંત દુઃખોથી છુટવાનો માત્ર એક જ માર્ગ છે કે દુઃખના નિમિત્તને હું ઉપકારી માનું કારણ કે તે મને પાપથી છોડાવવામાં નિમિત્ત થયેલ છે. તે નિમિત્તનો જરાપણ વાંક-ગુનો ન ચિંતવું, પરંતુ પોતાના પૂર્વ પાપો જ, અર્થાત્ પોતાના જ પૂર્વના દુષ્કૃત્યો જ વર્તમાન દુઃખનું કારણ છે. તેથી દુઃખ વખતે એમ ચિંતવવું કે- ઓહો! મેં આવું દુષ્કૃત્ય કરેલું! ધિક્કાર છે મને! ધિક્કાર છે!! મિચ્છામિ દુક્કડં! મિચ્છામિ દુક્કડં!! (આ છે પ્રતિક્રમણ) અને હવે નક્કી કરું છું કે આવા કોઈ જ દુષ્કૃત્યનું આચરણ હવે પછી કદી નહીં જ કરું! નહીં જ સુખી થવાની ચાવી ♦ ૩
Page #11
--------------------------------------------------------------------------
________________
કરું!! (આ છે પ્રત્યાખ્યાન) અર્થાત્ પોતાના દુઃખના કારણ તરીકે અન્યોને દોષિત જોવાનું છોડી, પોતાના જ પૂર્વે કરેલા ભાવો અર્થાત્ પૂર્વના પોતાના જ પાપ કર્મોનો જ દોષ નિહાળી, અન્યોને તે પાપોથી છોડાવવાવાળાં સમજીને, ધન્યવાદ આપો (THANK YOU! - WEL COME!) અને નવાં પાપથી બચો.
જો આપ સુખના અર્થી છો, તો આપ દરેકને સુખ આપો! અર્થાત્ આપ જે આપશો, તે જ આપને મળશે; આવો છે કર્મનો સિદ્ધાંત. આપના વર્તમાન દુઃખનું કારણ આપે પૂર્વે કરેલ પાપ કર્મો જ છે, તેથી જો આપ દુઃખ ન ઇચ્છતા હો તો વર્તમાનમાં આપ બીજાને દુઃખ આપવાનું બંધ કરો અને ભૂતકાળમાં આપે જે બીજાને દુઃખ આપેલ હોય તેનો પશ્ચાતાપ કરો, તેનું ચિંતન કરી મનમાં પસ્તાવો કરો-માફી માંગો.
અત્રે કોઈને પ્રશ્ન થાય કે જગતમાં તો પાપી પણ પૂજાતાં જણાય છે, અત્યંત સુખી જણાય છે. તો તેનો ઉત્તર એવો છે કે તે તેઓના પૂર્વ પુણ્યનો પ્રતાપ છે, જયારે પાપીને વર્તમાનમાં ઘણાં ગાઢાં પાપોનો બંધ પડતો જ હોય છે કે જે તેઓના અનંત ભવિષ્યમાં અનંત દુઃખોનું કારણ બનવા શક્તિમાન હોય છે. તેથી કોઈનાં પણ વર્તમાન ઉદય ઉપર દ્રષ્ટિ ન કરવી કારણ કે તે તો તેના ભૂતકાળના કર્મો ઉપર જ આધારિત હોય છે, પરંતુ માત્ર વર્તમાન પુરુષાર્થ ઉપર દ્રષ્ટિ કરવાં જેવી છે કારણ કે તે જ તેનું ભવિષ્ય છે. અર્થાત્ કોઈ પોતાનો વર્તમાન ઉદય બદલી શકવા પ્રાયઃ શક્તિમાન નથી, પરંતુ પોતાનું ભવિષ્ય ઘડવા શક્તિમાન છે અને તેથી જ જીવ પુરુષાર્થ કરી સિદ્ધત્વ પણ પામી શકે છે ૪ * સુખી થવાની ચાવી
Page #12
--------------------------------------------------------------------------
________________
માટે જ પોતાના ઉદય ઉપર દ્રષ્ટિ ન કરતાં અર્થાત્ તેમાં ઈષ્ટઅનિષ્ટ બુધ્ધિ ન કરતાં માત્ર ને માત્ર આત્માર્થે જ પુરુષાર્થ કરવા યોગ્ય છે.
અત્રે જણાવેલ શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ તે ખરેખર સુખા નથી, પરંતુ તે માત્ર સુખાભાસરૂપ જ છે અર્થાત્ તે સુખ દુઃખપૂર્વક જ હોય છે અર્થાત્ તે સુખ ઈન્દ્રિયોની આકુળતારૂપ દુઃખને/વેગને શાંત કરવા જ સેવવામાં આવે છે છતાં તે અગ્નિમાં ઈંધણરૂપ ભાગ ભજવે છે અર્થાત્ તે ફરી-ફરી તેની ઈચ્છારૂપ દુઃખ જગાડવાનું જ કામ કરે છે અને તે ભોગ ભોગવતાં જ નવા પાપ બંધાય છે તે નવા દુઃખોનું કારણ બને છે અર્થાત્ તેવાં સુખ દુઃખપૂર્વક અને દુઃખરૂપ ફળ સહિત જ હોય છે. બીજું, તે ક્ષણિક છે કારણ કે તે સુખ અમુક કાળ પછી નિયમથી જવાવાળું છે અર્થાત્ જીવને આવું સુખ માત્ર ત્રસ પર્યાયમાં જ મળવા યોગ્ય છે કે જે બહુ ઓછા કાળ માટે હોય છે, પછી તે જીવ નિયમથી એકેંદ્રિયમાં જાય છે કે જયાં અનંતકાળ સુધી અનંતદુઃખો ભોગવવા પડે છે, અને એકેંદ્રિયમાંથી બહાર નીકળવું પણ ભગવાને ચિંતામણિરત્નની. પ્રાપ્તિ તુલ્ય દુર્લભ જણાવેલ છે. તેથી જ ભગવાને આ મનુષ્યજન્મ, પૂર્ણ ઈન્દ્રિયોની પ્રાપ્તિ, આર્યદેશ, ઉચ્ચકુળ, ધર્મની પ્રાપ્તિ, ધર્મની દેશના, ધર્મની શ્રદ્ધા, ધર્મરૂપ પરિણમન વગેરેને એક એકથી અધિક અધિક દુર્લભ જણાવેલ છે. માટે આ અમૂલ્યદુર્લભ મનુષ્યજન્મ માત્ર શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ અને તેની પ્રાપ્તિ પાછળ ખર્ચવા જેવો નથી, પરંતુ તેની એક પણ પળને વ્યર્થ ન ગુમાવતાં, માત્રને માત્ર, ત્વરાએ શાશ્વત સુખ એવા
સુખી થવાની ચાવી - ૫
Page #13
--------------------------------------------------------------------------
________________
આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે જ લગાવવા યોગ્ય છે.
હવે અમે શાશ્ર્વત સુખ એવા આત્મિક સુખની પ્રાપ્તિનો માર્ગ જણાવીએ છીએ. સર્વપ્રથમ માત્ર આત્મલક્ષે, ઉપર જણાવેલ સુખની ચાવીરૂપ શુભભાવનું સમ્યગ્દર્શન માટેની આત્માની યોગ્યતા અર્થે સેવન કરવું આવશ્યક છે કારણ કે સમ્યગ્દર્શન એ મોક્ષમાર્ગનો દરવાજો છે, અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ જ થતો નથી અને મોક્ષમાર્ગમાં પ્રવેશ વગર આવ્યાબાધ સુખનો માર્ગ સાધ્ય થતો જ નથી. અર્થાત્ મોક્ષમાર્ગમાં પ્રવેશ અને પછીના પુરુષાર્થથી જ સિદ્ધત્વ રૂપે માર્ગ ફળ મળે છે અન્યથા નહિ. સમ્યગ્દર્શન વગર ભવકટી (ભવનો અંત) પણ થતી (થતો) નથી. સમ્યગ્દર્શન થયા પછી જીવ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી વધારે સંસારમાં રહેતો નથી, તે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં જરૂર સિદ્ધત્વને પામે જ છે કે જે સત્-ચિત્-આનંદસ્વરૂપ શાશ્વત છે. આથી સમજાય છે કે આ માનવભવમાં જો કાંઈપણ કરવા જેવું હોય તો તે છે એક માત્ર નિશ્ચય સમ્યગ્દર્શન, તે જ પ્રથમમાં પ્રથમ પ્રાપ્ત કરવા જેવું છે. જેથી કરીને પોતાને મોક્ષમાર્ગમાં પ્રવેશ મળે અને પુરુષાર્થ ફોરવતા આગળ સિદ્ધપદની પ્રાપ્તિ થાય. અત્રે એ સમજવું આવશ્યક છે કે જે સાચા દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે કહેવાતી શ્રદ્ધારૂપ અથવા તો નવતત્ત્વની કહેવાતી શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન છે તે તો માત્ર વ્યવહારિક (ઉપચારરૂપ) સમ્યગ્દર્શન પણ હોઇ શકે છે કે જે મોક્ષમાર્ગના પ્રવેશ માટે કાર્યકારી ગણાતું નથી. પરંતુ સ્વાનુભૂતિ (સ્વાત્માનુભૂતિ) સહિતનું સમ્યગ્દર્શન અર્થાત્ ભેદજ્ઞાન સહિતનું સમ્યગ્દર્શન જ નિશ્ચય સમ્યગ્દર્શન ૬ * સુખી થવાની ચાવી
Page #14
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે અને તેના વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ પણ શક્ય નથી, તેથી કરીને અત્રે જણાવેલ સમ્યગ્દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શન સમજવું.
પ્રથમ આપણે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજીશું. સમ્યગ્દર્શન એટલે દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું, અન્યથા નહિ અને જ્યાં સુધી કોઈપણ આત્મા પોતાનું યથાર્થ સ્વરૂપ સમજતો નથી અર્થાત્ સ્વની અનુભૂતિ કરતો નથી ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ પણ જાણતો નથી પરંતુ તે માત્ર દેવ-ગુરુ-ધર્મના બાહ્ય સ્વરૂપની/વેશની જ શ્રદ્ધા કરે છે અને તે તેને જ સમ્યગ્દર્શન સમજે છે પરંતુ તેવી દેવ-ગુરુ-ધર્મની બાહ્ય સ્વરૂપની/વેશની જ શ્રદ્ધા યથાર્થ શ્રદ્ધા નથી અને તેથી તે નિશ્ચય સમ્યગ્દર્શનનું લક્ષણ નથી કારણ કે જે એકને (આત્માને) જાણે છે તે સર્વેને (જીવ-અજીવ વગેરે નવ તત્ત્વો અને દેવ-ગુરુ-ધર્મના યથાર્થ સ્વરૂપને) જાણે છે અન્યથા નહિ કારણ કે તે વ્યવહારનયનું કથન છે. અર્થાત્ એક આત્માને જાણતા જ તે જીવ સાચા દેવ તત્ત્વનો અંશે અનુભવ કરે છે અને તેથી તે સાચા દેવને અંતરથી ઓળખે છે અને તેમ સાચા દેવને જાણતા જ અર્થાત્ (સ્વાનુભૂતિ સહિતની) શ્રદ્ધા થતાં જ તે જીવ તેવા દેવ બનવાના માર્ગે ચાલતા સાચા ગુરૂને પણ અંતરથી ઓળખે છે અને સાથે-સાથે તે જીવ તેવા દેવ બનવાનો માર્ગ બતાવતા સાચા શાસ્ત્રને પણ ઓળખે છે.માટે પ્રથમ તો શરીરને, આત્મા સમજવો અને આત્માને, શરીર ન સમજવું. અર્થાત્ શરીરમાં આત્મબુધ્ધિ હોવી તે મિથ્યાત્વ છે. શરીર તે પુદ્ગલ દ્રવ્યનું બનેલ છે અને આત્મા તે અલગ જ દ્રવ્ય હોવાથી પુદ્ગલને આત્મા સમજવો અથવા
સુખી થવાની ચાવી ♦ ૭
ન
Page #15
--------------------------------------------------------------------------
________________
આત્માને પુદ્ગલ સમજવું તે વિપરીત સમજણ છે. બીજી રીતે પુદ્ગલથી ભેદજ્ઞાન અને સ્વના અનુભવરૂપ જ ખરેખરૂં સમ્યગ્દર્શન હોય છે અને તે કર્મથી જોવામાં આવે તો કર્મોની સાત પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયને સમ્યગ્દર્શન કહેવાય છે. પરંતુ છદ્ભસ્થને કર્મોનું જ્ઞાન થતું નથી, માટે આપણે તો પ્રથમ કસોટીથી અર્થાત્ પુદ્ગલથી ભેદજ્ઞાન અને સ્વાનુભવરૂપ (આત્માનુભૂતિરૂપ) જ સમ્યગ્દર્શન સમજવું. તેથી કરીને પ્રશ્ન થાય કે સમ્યગ્દર્શન કરવા માટે, શું કરવું જરૂરી છે?
ઉત્તર - ભગવાને કહ્યું છે કે સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે એ વાત સમજવી જરૂરી છે. સંસારી જીવો શરીરસ્થ છે અને સિદ્ધના જીવો તો મુકત છે, તો સંસારીને સિદ્ધ જેવા કહ્યાં, તે કઇ અપેક્ષાએ? ઉત્તર - તે શુદ્ધ દ્રવ્યાયાર્થિકનયની અપેક્ષાએ. જેમકે સંસારી જીવો શરીરસ્થ હોવા છતાં, તેમનો આત્મા એક જીવત્વ રૂપ પારિણામિક ભાવરૂપ હોય છે; તે જીવત્વરૂપભાવ છદ્મસ્થને (અશુદ્ધદ્રવ્યાયાર્થિકનયે કરી) અશુદ્ધ હોય છે અને તેના કષાયાત્મા વગેરે આઠ પ્રકાર પણ કહ્યાં છે. તે અશુદ્ધ જીવત્વભાવ અર્થાત્ અશુદ્ધરૂપે પરિણમેલ આત્મામાંથી અશુદ્ધિને (વિભાવભાવને) ગૌણ કરતાં જ, જે જીવત્વરૂપ ભાવ શેષ રહે છે તે જ પરમ પારિણામિકભાવ, શુદ્ધભાવ, શુદ્ધાત્મા, કારણપરમાત્મા, સિદ્ધસદશભાવ, સ્વભાવભાવ વગેરે અનેક નામોથી ઓળખાય છે અને તે ભાવની અપેક્ષાએ જ “સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે એમ કહેવાય છે. આ જ વાત શ્રી ભગવતીજી (ભગવઈ/ વિવાહપન્નત્તિ) સૂત્રમાં ૧૨માં શતકમાં
૮ સુખી થવાની ચાવી
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉસો ૧૦માં કહેલ છે, “હે ભગવાન! આત્મા કેટલા પ્રકારના કહ્યાં છે? હે ગૌતમ! આઠ પ્રકારના. તે દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા છે. હે ભગવાન! જેને દ્રવ્યાત્મા હોય તેને શું કષાયાત્મા હોય અને કષાયાત્મા હોય તેને દ્રવ્યાત્મા હોય? હે ગીતમાં જેને દ્રવ્યાત્મા હોય તેને કષાયાત્મા કઘચિત હોય કદાચિત ન હોય પણ જેને કષાયાત્મા હોય, તેને તો અવશ્ય દ્રવ્યાત્મા હોય. હે ભગવાન! જેને દ્રવ્યાત્મા હોય તેને યોગાત્મા. હોય? એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા અને કષાયાભાનો સંબંધ કહ્યો તેમ દ્રવ્યાત્મા અને યોગાત્માનો સંબંધ કહેવો. (અર્થાત્ જેને દ્રવ્યાત્મા હોય તેને યોગાત્મા કાચિત હોય કઘચિત ન હોય પણ જેને યોગાત્મા હોય, તેને તો અવશ્ય દ્રવ્યાત્મા હોય). આમ શ્રી ભગવતીજી (ભગવઈ/વિવાહપન્નત્તિ) સૂત્રમાં ૧૨માં શતકમાં ઉસો ૧૦માં જણાવ્યા અનુસાર દ્રવ્યાત્મા દરેક જીવમાં હોય છે. અર્થાત્ તે મિથ્યાત્વી હોય કે સમ્યગ્દર્શની હોય, છર્ભસ્થ હોય કે કેવળી હોય, સંસારી (સશરીરી) હોય કે સિદ્ધ (અશરીરી) હોયદરેક જીવને દ્રવ્યાત્મા હોય છે. આથી સમજાય છે કે તે દ્રવ્યાત્મા તે જ અમે ઉપર જણાવેલ શુદ્ધાત્મા (અશુદ્ધ જીવત્વભાવ અર્થાત્ અશુદ્ધરૂપે પરિણમેલ આત્મામાંથી અશુદ્ધિને ગૌણ કરતાં જ, જે જીવત્વરૂપ ભાવ શેષ રહે છે તે) છે અને તે જ શુદ્ધાત્માની વાત અમે આ પુસ્તકમાં કરેલ સમજવી. હવે આપણે તે જ વાતા દ્રષ્ટાંતથી જોઇશું.
જેમ ડહોળાં પાણીમાં શુદ્ધ પાણી છુપાયેલ છે એવા નિશ્ચયથી
સુખી થવાની ચાવી ૯
Page #17
--------------------------------------------------------------------------
________________
જે કોઇ તેમાં ફટકડી (ALUM) ફેરવે છે તો અમુક સમય બાદ તેમાં (પાણીમાં) રહેલ ડહોળરૂપ માટી તળિયે બેસી જવાથી, પૂર્વનું ડહોળું પાણી સ્વચ્છરૂપ જણાય છે. તેવી જ રીતે, જે અશુદ્ધરૂપ (રાગદ્વેષરૂપ) પરિણમેલ આત્મા છે તેમાં, વિભાવરૂપ અશુદ્ધભાવને બુધ્ધિપૂર્વક ગૌણ કરતાં જ જે શુદ્ધાત્મા (દ્રવ્યાત્મા) ધ્યાનમાં આવે છે અર્થાત્ જ્ઞાનમાં વિકલ્પરૂપે આવે છે, તેને ભાવભાસન કહે છે અને તે શુદ્ધાત્માની અનુભૂતિ થતાં જ જીવને સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ તે જીવ તે શુદ્ધ આત્મરૂપમાં (સ્વરૂપમાં = સ્વભાવમાં) ‘હું પણું’ (એકત્વપણું = સ્વપણું) કરતાં જ, કે જે પહેલા શરીરમાં ‘હું પણું’ કરતો હતો, તે જીવને સમ્યગ્દર્શન થાય છે; આ રીત છે સમ્યગ્દર્શનની અર્થાત્ ‘જે જીવ રાગ-દ્વેષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ માત્ર શુદ્ધાત્મામાં (દ્રવ્યાત્મામાં-સ્વભાવમાં) જ ‘હું પણું’ (એકત્વ) કરે છે અને તેનો જ અનુભવ કરે છે, તે જ જીવ સમ્યદ્રષ્ટિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.”
બીજું દ્રષ્ટાંત- જેમ દર્પણમાં (અરીસામાં) અલગ અલગ જાતનાં ઘણાં પ્રતિબિંબો હોય છે પરંતુ તે પ્રતિબિંબોને ગૌણ કરતાં જ સ્વચ્છ દર્પણ દ્રષ્ટિમાં આવે છે તેવી જ રીતે આત્મામાં-જ્ઞાનમાં જે જ્ઞેય હોય છે તે જ્ઞેયોને ગૌણ કરતાં જ નિર્વિકલ્પરૂપ જ્ઞાનનો અર્થાત્ શુદ્ધાત્માનો અનુભવ થાય છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે. આ જ રીતથી અશુદ્ધ આત્મામાં પણ સિદ્ધ સમાન, શુદ્ધાત્માનો નિર્ણય કરવો અને તેમાં જ ‘હું પણું’ કરતાં, સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
આત્મામાં ભેદજ્ઞાન કઈ રીતે કરવું? તેનો ઉત્તર એમ છે કે૧૦ * સુખી થવાની ચાવી
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રથમ તો પ્રગટમાં આત્માના લક્ષણથી એટલે જ્ઞાનરૂપ જોવાજાણવાના લક્ષણથી આત્માને ગ્રહણ કરતાં જ પુદ્ગલમાત્ર સાથે ભેદજ્ઞાન થઈ જાય છે. અને પછી તેનાથી આગળ વધતાં, જીવના જે ઉદયાદિભાવો કર્મની અપેક્ષાથી કહ્યાં છે, અને કર્મો પુદ્ગલરૂપ જ હોવાથી, તે ઉદયાદિભાવોને પણ પુદ્ગલના ખાતામાં નાંખી, પ્રજ્ઞારૂપ બુધિથી શુદ્ધાત્માને ગ્રહણ કરવો અર્થાત્ તે ઉધ્યાદિભાવોને જીવમાંથી ગૌણ કરતાં જ જે જીવભાવ શેષ રહે છે, તે જ પરમપારિણામિકભાવ, શુદ્ધાત્મા, સ્વભાવભાવ, શુધ્ધ ચૈતન્યભાવ, કારણપરમાત્મા, દ્રવ્યાત્મા, સમ્યગ્દર્શનનો વિષય (દ્રષ્ટિનો વિષય) વગેરે અનેક નામોથી ઓળખાવાય છે અને તેના અનુભવે જ નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે. તે ભાવની અપેક્ષાએ જ “સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે” એમ કહેવાય છે. તેના અનુભવને જ નિર્વિકલ્પ અનુભૂતિ કહેવાય છે કારણ કે તે સામાન્યભાવ સ્વરૂપ હોવાથી તેમાં કોઇ જ વિકલ્પને સ્થાન જ નથી. ભેદ-જ્ઞાનની રીત આવી છે. અમે તો આ જ શુદ્ધાત્માને અનુભવીએ છીએ અને પરમસુખનો અનુભવ કરીએ છીએ. તો તેથી કરીને આપ પણ દ્રષ્ટિ બદલીને તેને જ શુદ્ધ જુઓ અને આપ પણ તેનો અર્થાત્ સત્ ચિત-આનંદ સ્વરૂપનો આનંદ લો, એવી અમારી વિનંતી છે. તે જ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે અને તે જ સમ્યગ્દર્શનની રીત છે. પરંતુ જે અત્રે જણાવેલ યુક્તિ અનુસાર સમ્યગ્દર્શનનો વિષય ન માનતાં અન્યથા ગ્રહણ કરે છે તે, શુદ્ધનયાભાષરૂપ એકાંત શુદ્ધાત્માને શોધે છે અને માને છે, તે માત્ર ભ્રમરૂપ જ પરિણમે છે. તેવો એકાંત શુદ્ધાત્મા કાર્યકારી નથી કારણ કે તેવો એકાંતા
સુખી થવાની ચાવી ૧૧
Page #19
--------------------------------------------------------------------------
________________
શુદ્ધાત્મા, પ્રાપ્ત જ થતો નથી અને તેથી કરીને તે જીવ ભ્રમમાં જ રહીને અનંત સંસાર વધારીને અનંત દુઃખોને પ્રાપ્ત કરે છે.
સમ્યગ્દર્શન માટે અન્ય રીતે કહી શકાય કે-જેમ કોઇ મહેલના ઝરુખામાંથી નિહાળતો પુરુષ, પોતે જ શેયોને નિહાળે છે નહિ કે ઝરુખો; તે જ રીતે આત્મા, ઝરુખારૂપી આંખોથી શેયોને નિહાળે છે તે જ્ઞાયક-જાણવાવાળો પોતે જ, નહિ કે આંખો અને તે જ હું છું, સોહં, તે જ્ઞાનમાત્ર સ્વરૂપ જ હું છું અર્થાત્ હું માત્ર જોવા-જાણવાવાળો જ્ઞાયક-જ્ઞાનમાત્ર-શુદ્ધાત્મા છું એવી ભાવના કરવી અને તેમ જ અનુભવવું.
જે સમયે મતિ અને શ્રુતજ્ઞાન એ બન્નેમાંથી કોઈ એક જ્ઞાન દ્વારા સ્વાત્માનુભૂતિ થાય છે તે સમયે એ બન્ને જ્ઞાન પણ અતિન્દ્રિયસ્વાત્માને પ્રત્યક્ષ કરે છે તેથી તે બન્ને જ્ઞાન પણ સ્વાત્માનુભૂતિના સમયમાં પ્રત્યક્ષરૂપ છે પણ પરોક્ષ નથી. અર્થાત્ સમ્યગ્દર્શન એ અનંતાનુબંધી કષાય ચોકડી અને દર્શનમોહના ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયથી થાય છે, પરંતુ તેની સાથે જ નિયમથી સમ્યફજ્ઞાનરૂપ શુદ્ધોપયોગ ઉત્પન્ન થતો હોવાથી તે શુદ્ધોપયોગને જ સ્વાત્માનુભૂતિ કહેવાય છે કે જે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમરૂપ હોય છે અને તે શુદ્ધોપયોગ અર્થાત્ સ્વાત્માનુભૂતિ વિભાવ રહિત આત્માની અર્થાત્ શુદ્ધાત્માની હોવાથી તેને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ કહેવાય છે, અર્થાત્ સ્વાત્માનુભૂતિના કાળે મનોયોગ હોવાં છતાં ત્યારે મના પણ અતિન્દ્રિયરૂપે પરિણમવાથી તેને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ કહેવાય છે.
૧૨ જ સુખી થવાની ચાવી
Page #20
--------------------------------------------------------------------------
________________
હવે અમે ધ્યાન વિશે થોડુંક જણાવીએ છીએ. કોઈપણ વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ આદિ ઉપર મનનું એકાગ્રતાપૂર્વકનું ચિંતન ધ્યાન કહેવાય છે. મનનું સમ્યગ્દર્શન માટે ખૂબ જ મહત્વ છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય પણ મનથી જ ચિંતવાય છે, અને અતિન્દ્રિય સ્વાત્માનુભૂતિકાળે પણ તે ભાવમન જ અતિન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે છે. તેથી કરીને મન ક્યા વિષય ઉપર ચિંતન કરે છે અથવા મન ક્યા વિષયોમાં એકાગ્રતા કરે છે તેના ઉપર જ બંધ અને મોક્ષનો આધાર છે અર્થાત્ મન જ બંધ અને મોક્ષનું કારણ છે.
કર્મો મન-વચન-કાયાથી બંધાય છે, તેમાં સૌથી ઓછાં કર્મ કાયાથી બંધાય છે કારણ કે કાયાની શક્તિને એક સીમા છે જયારે વચનથી કાયા કરતાં અધિક કર્મોનો બંધ થાય છે અને સૌથી વધારે કર્મોનો બંધ મનથી જ થાય છે કારણ કે મનને કોઈ જ સીમા નડતી નથી. અર્થાત્ મનનું બંધ અને મોક્ષમાં અનેરું મહત્વ છે, તેથી જ સર્વ સાધનાનો આધાર મન ઉપર જ છે અને મન ક્યા વિષય ઉપર ચિંતન કરે છે તે જાણવું અત્યંત આવશ્યક થઈ જાય છે કારણ કે તેનાથી જ આત્માની યોગ્યતા જણાય છે અને નવા કર્મોના બંધથી પણ બચી શકાય છે.
આ મનની એકાગ્રતારૂપ ધ્યાન શુભ, અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારે હોય છે. તે ધ્યાનમાં ચાર પ્રકારો છે, જેમ કે - આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન; તેનાં પણ ઘણાં પેટા પ્રકારો છે. મિથ્યાત્વી જીવોને આર્તધ્યાન અને રૌદ્રધ્યાના નામના બે અશુભ ધ્યાન સહજ જ હોય છે કારણ કે તેવા જ ધ્યાનનાં,
સુખી થવાની ચાવી છે. ૧૩
Page #21
--------------------------------------------------------------------------
________________
આત્માને અનાદિના સંસ્કાર છે; છતાં તે પ્રયત્નપૂર્વક મનને અશુભમાં જતું અટકાવી શકે છે. તે અશુભમાં જતું અટકાવવાની આવી રીતો છે, જેમ કે - આત્મલક્ષે શાસ્ત્રોનો અભ્યાસ, આત્મસ્વરૂપનું ચિંતન, છ દ્રવ્યોના સમૂહરૂપ લોકનું ચિંતન, નવ તત્ત્વોનું ચિંતન, ભગવાનની આજ્ઞાનું ચિંતન, કર્મ-વિપાકનું ચિંતન, કર્મની વિચિત્રતાનું ચિંતન, લોકના સ્વરૂપનું ચિંતન વગેરે તે કરી શકે છે. આવું મિથ્યાત્વી જીવોનું ધ્યાન પણ શુભરૂપ ધર્મધ્યાન કહેવાય છે, નહિ કે શુદ્ધરૂપ ધર્મધ્યાન; તેથી તેને અપૂર્વ નિર્જરાનું કારણ માન્યું નથી કારણ કે અપૂર્વ નિર્જરા માટે તે ધ્યાન સમ્યગ્દર્શન સહિત હોવું આવશ્યક છે અર્થાત્ શુદ્ધરૂપ ધર્મધ્યાન હોવું આવશ્યક છે. સમ્યદ્રષ્ટિને આ ઉપરાંત શુદ્ધાત્માનું ધ્યાન મુખ્ય હોય છે કે જેથી કરી તે ગુણશ્રેણી નિર્જરા દ્વારા ગુણસ્થાનક આરોહણ કરતાં કરતાં આગળ શુક્લધ્યાનરૂપ અગ્નિથી સર્વ ઘાતી કર્મોનો નાશ કરી, કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરે છે અને કાળે કરી સિદ્ધત્વને પામે છે.
અન્યમતિના ધ્યાન, જેવાં કે કોઈ એક બિંદુ ઉપર એકાગ્રતા કરાવે, તો કોઈ સ્વાસોશ્લાસ ઉપર એકાગ્રતા કરાવે અથવા તો અન્ય કોઈ રીતે, પણ જેનાથી દેહાધ્યાસ જ દ્રઢ થતો હોય એવાં કોઈપણ ધ્યાન ખરેખર તો આર્તધ્યાનરૂપ જ છે. આવા ધ્યાનથી મનને થોડીક શાંતિ મળતી હોવાથી લોકો છેતરાય જાય છે અને તેને જ સાચું ધ્યાન માનવા લાગે છે. બીજું સ્વાસોશ્તાસ જોવાથી અને તેનો સારો અભ્યાસ હોય, તેને કષાયનો ઉદ્ભવ થાય તેની જાણ થવા છતાં, પોતે કોણ છે એનું સ્વાત્માનુભૂતિ પૂર્વકનું જ્ઞાન નહિ
૧૪
સુખી થવાની ચાવી
Page #22
--------------------------------------------------------------------------
________________
હોવાથી, આ બધાં ધ્યાનો આર્તધ્યાનરૂપ જ પરિણમે છે. તેવા આર્તધ્યાનનું ફળ છે તિર્યંચગતિ. જયારે ક્રોધ, માન, માયા-કપટરૂપ ધ્યાન તે રૌદ્રધ્યાન છે અને તેનું ફળ છે નરકગતિ. ધર્મધ્યાનના પેટા પ્રકારોમાં પણ આત્મા જ કેન્દ્રમાં છે, તેથી જ તેને સમ્યફધ્યાના કહેવાય છે.
કોઈ એવું માનતાં હોય કે- સમ્યગ્દર્શન ધ્યાન વગર થતું નથી, તો તેઓએ એ સમજવું આવશ્યક છે કે સમ્યગ્દર્શન ભેદજ્ઞાન વગર થતું જ નથી, ધ્યાન વગર તો થાય છે. માટે સમ્યગ્દર્શન માટેની આવશ્યકતા તે ધ્યાન નહિ, પરંતુ શાસ્ત્રોથી સારી રીતે નિર્ણિત કરેલું તત્ત્વનું જ્ઞાન અને સમ્યગ્દર્શનના વિષયરૂપ શુદ્ધાત્માનું જ્ઞાન છે. તે શુદ્ધાત્મામાં ‘હું પણું કરતાં સ્વાત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે. તેથી આ માનવભવમાં જો કાંઈપણ કરવાં જવું હોય તો, તે એક માત્ર નિશ્ચય સમ્યગ્દર્શન જ પ્રથમમાં પ્રથમ પ્રાપ્ત કરવા જેવું છે; જેથી કરીને પોતાને મોક્ષમાર્ગમાં પ્રવેશ મળે અને પુરુષાર્થ ફોરવતાં, આગળ સિદ્ધપદની પ્રાપ્તિ થાય કે જે અવ્યાબાધ સુખસ્વરૂપ છે કે જેથી શાસ્વત સુખની પ્રાપ્તિ થાય. સર્વજનોને આવા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય તેવી ભાવનાસહ, જિનાજ્ઞા વિરુદ્ધ અમારાથી કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે અમારાં મિચ્છામિ દુક્ક!
ૐ શાંતિ! શાંતિ! શાંતિ!
નોંધ - જેઓને સમ્યગ્દર્શન વિશે વિસ્તારથી જાણવું હોય, તેઓને લેખકના
અન્ય લેખો વાંચવા વિનંતિ છે.
સુખી થવાની ચાવી છે. ૧૫
Page #23
--------------------------------------------------------------------------
________________
Sા સવારે ઉઠીને જ | નિત્ય સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને અર્થ સહિત નમસ્કાર મંત્ર ગણવા અને શક્ય હોય તો દરેક પદના ત્રણ એમ કુલ પંદર ખમાસણા-વંદણા (વંદના) કરવી. પછી પ્રતિક્રમણ કરવું. જો પૂર્ણ પ્રતિક્રમણ જેટલો સમય ન હોય તો અત્રે આપેલ ભાવા પ્રતિક્રમણ અવશ્ય કરવું. પ્રથમ સીમંધરપ્રભુની આજ્ઞા લઈને સામાયિક ધારણ કરવી અથવા ત્રણ નમસ્કાર મંત્ર ગણી ન પાળું ત્યાં સુધીનો સંવર ધારણ કરવો.
ભાવ પ્રતિક્રમણ નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમ્મોકારો, સવ્વ પાવ પણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ.
તિકખુત્તો, આયોહિણં, પયાહિણ, વંદામિ, નમામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલાર્ણ, મંગલં, દેવયં, ચેઇય, પવાસામિ. ઈચ્છામિ પડિક્કમિઉં. ઇરિયા વહિયાએ વિરાણાએ. ગમણાગમણે. પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસા, ઉસિંગ, પણગ, દગ્ગ, મટ્ટી, મક્કડાસંતાણા સંકમાણે, જે મે જીવા વિરાહિયા એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચૌરિદિયા, પંચિંદિયા. અભિયા, વરિયા, લેસિયા,
૧૬ સુખી થવાની ચાવી
Page #24
--------------------------------------------------------------------------
________________
સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા તસ મિચ્છામિ દુક્કડં. સ્વામીનાથ! પાપનું આલોયણ કરવાને રાઇયં (સાંજે દેવસિયં બોલવું) પ્રતિક્રમણની આજ્ઞા, ઈચ્છામિણ ભંતે! તુબ્સેહિં અબ્મણુણ્ણાએ સમાણે રાઇયં (સાંજે દેવસિયં બોલવું) જ્ઞાન, દર્શન, ચરિત્તાચરિત્તે, તપ, અતિચાર ચિન્તવનાર્થે કરેમિ કાઉસગ્ગ નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમ્યોકારો, સવ્વ પાવ પણાસણો, મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઇ મંગલં.
પહેલા આવશ્યકની આજ્ઞા! (એમ કહીને ઈશાન ખૂણામાં સીમંધરપ્રભુને ત્રણ વંદણા કરવી) કરેમિ ભંતે! સામાઇયં સાવજ્ર જોગં પચ્ચકખામિ જાવ નિયમં પન્નુવાસામિ દુવિહં તિવિહેણું ન કરેમિ, ન કારવેમિ મણસા વયસા કાયસા તસ ભંતે! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ. ઇચ્છામિ ઠામિકાઉસગ્ગ જો મે રાઇઓ (સાંજે દેવસિયો બોલવું) અઈયારો કઓ, કાઇઓ, વાઇઓ, માણસિઓ, ઉત્સુત્તો, ઉમગ્ગો, અકપ્પો, અકરણિો, દુજઝાઓ, દુવ્વિચિંતિઓ, અણાયારો, અણિયિવ્વો, અસાવગ પાઉગ્ગો, નાણે, તહ દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાયે,
સવારે ઉઠીને ૧૭
Page #25
--------------------------------------------------------------------------
________________
તિહં ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહ મણુવ્યાણ, તિષ્ઠ ગુણધ્વયાણ, ચઉહિં સિકખાવયાણ બારસ્સ વિહસ્સ સાવગ ધમ્મસ્સ જ ખંડિયે, જે વિરાહિયં તસ્સ મિચ્છામિ દુક્ક! નવ્વાણું અતિચાર સંબંધી કોઈપણ પાપ-દોષ લાગ્યા હોય તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં!
બીજા આવશ્યકની આજ્ઞા! લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિÖયરે જિણે; અરિહંતે કિન્નઈટ્સ, ચકવીસંપિ કેવલી. ઉસભમજિયં ચ વંદે, સંભવ મભિનંદણં ચ સુમઈંચ; પઉમપ્પહં સુપાસ, નિણં ચ ચંદપ્પણં વંદે. સુવિહિં ચ પુષ્કદંત, સીયલસિસ-વાસુપુજં ચ; વિમલમાંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંથું અરં ચ મલિં, વંદે મુણિસુન્વયં નમિનિણં ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વધ્ધમાણે ચ. એવં મએ અભિથુઆ, વિહુય રય-મલા પહીણ જર-મરણા; ચકવીસ પિ જિણવરા, તિર્થીયરા મે પસીયંત. કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમાં સિદ્ધા; આગ બોહિલાભં, સમાહિ વર મુત્તમં રિંતુ. ચંદેસુ નિમ્મલયરા, આઈએસુ અહિયં પયાસયરા; સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ.
ત્રીજા આવશ્યકની આજ્ઞા! ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિએ, નિશીહિયાએ, અણુજાણહ મે મિઉષ્મહં નિસાહિઅહોકાયં-કાયસંફાસં ખમણિ ભે! કિલામો અપ્પકિદંતાણં,
૧૮ સુખી થવાની ચાવી
Page #26
--------------------------------------------------------------------------
________________
બહુ સુભેણં ભે રાઇ (સાંજ દિવસો બોલવું) વઇÉતો? જત્તા ભે? જવણિજં ચ ભે? ખામેમિ ખમાસમણો! રાઇયા (સાંજ દેવસિય બોલવું) વઇક્કમં આવસ્સિયાએ પડિક્કમામિ ખમાસમણાણ, રાઇયે (સાંજ દેવસિયાએ બોલવું) આસાયણાએ તિત્તીસગ્નયરાએ જે કિંચિ મિચ્છાએ, મણ દુડાએ, વય દુક્કાએ, કાય દુક્કાએ, કોહાએ, માણાએ, માયાએ, લોહાએ સવ્વ કાલિયાએ, સવ્વ મિચ્છોડયારાએ, સવ્વ ધમ્માઇક્કમણાએ આસાયણાએ જો મે રાઇઓ (સાંજ દેવસિઓ. બોલવું) અઇયારો કઓ તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણ વોસિરામિ. સ્વામીનાથ! સામાયિક એક, ચકવીસત્યો બે અને વંદના ત્રણ, એ ત્રણે આવશ્યક પૂરા થયા, તેને વિશે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડું, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરિતા ભણાયું હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં!
ચોથા આવશ્યકની આજ્ઞા! જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિશે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું- એમ ભણતાં, ગણતાં, ચિંતવતાં ચોદે પ્રકારે કોઈ પાપ-દોષ લાગ્યો હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં! અને સમકિત રુપ રત્નને વિશે મિથ્યાત્વરૂપ
સવારે ઉઠીને જ ૧૯
Page #27
--------------------------------------------------------------------------
________________
રજ, મેલ, દોષ લાગ્યો હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્ક! હવે દરેક પાપોના જ દોષ લાગ્યા હોય તે ચિંતવવા અને તેની માફી માંગવી. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ-કામભોગ, પરિગ્રહ, ભોગ-ઉપભોગ, કર્માદાનના ધંધા, અનર્થદંડ, ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ-કલહ, આળ-ચાડી-ચુગલી, કપટ, મિથ્યાત્વ- એમા સમકિત પૂર્વક બાર વ્રત, સંલેખણા સહિત અઢાર પાપસ્થાનક, પચ્ચીસ મિથ્યાત્વ, ચીદ સ્થાનના સંમૂર્છાિમ મનુષ્યની વિરાધના સંબંધી અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમોદના કરી હોય તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્ક! - શ્રી ગુરદેવની આજ્ઞાથી! શ્રી સીમંધરસ્વામીની આજ્ઞાથી! શ્રી શ્રી ચત્તાકર મંગલ, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહૂ મંગલં, કેવલિ પન્નત્તો ધમ્મો મંગલ, ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમાં, સિદ્ધા લોગુત્તમાં, સાહૂ લોગુત્તમા, કેવલિ પન્નત્તો ધમ્મો લાગુત્તમાં, ચત્તારિ સરણે પવશ્વામિ, અરિહંતે સરણં પવમિ, સિદ્ધ સરણે પવામિ, સાહૂ સરણે પવમિ, કેવલિ પન્નરો ધમ્મ મરણ પવામિ ચાર શરણા, દુઃખ હરણા, અવર શરણ નહિ કોય. જે ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચળ
૨૦ જ સુખી થવાની ચાવી
Page #28
--------------------------------------------------------------------------
________________
પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરગીતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજ દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવલજ્ઞાન. બોલો શ્રી મહાવીરસ્વામી ભગવાન કી જયા જનશાસન દેવ કી જય! બોલો ભાઈ સબ સંતન કી જય!
ચાર ગતિ, ચોવીસ દંડક, ચોરાશી લાખ જીવાયોનિ, એક ક્રોડ સાડીસત્તાણું લાખ કુલ કોટિના જીવને મારા જીવે આરંભે, સમારંભે મન, વચન, કાયાએ કરી દુભવ્યા હોય; દ્રવ્ય પ્રાણભાવ પ્રાણ દુભવ્યા હોય; પરિતાપના કિલામના ઉપજાવી હોય; ક્રોધ, માન, માયાએ, લોભે, રાગ, દ્વેષ, હાસ્ય, ભયે, ખળાયે, ધીઠાયે, આપથાપનાએ, પરઉથાપનાએ, દુષ્ટલેશ્યાએ, દુષ્ટપરિણામે, દુષ્ટધ્યાને-આર્ત-રીવ્ર ધ્યાન કરીને, ઈર્ષ્યાએ, મમત, હઠપણે, અવજ્ઞા કરી હોય; દુઃખમાં જોડયા હોય, સુખથી ચૂકવ્યા હોય; પ્રાણ, પર્યાય, સંજ્ઞા, ઈંદ્રિય આદિ લબ્ધિ-ઋદ્ધિથી ભ્રષ્ટ કર્યા હોય, તો તે સર્વ મળી અઢાર લાખ, ચોવીસ હજાર, એકસો વીસ પ્રકારે પાપ-દોષ લાગ્યા હોય તો; અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુન્ડી ખામેમિ સવ્વ જીવા, સવ્વ જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વભૂએસુ, વેર મજૐ ન કેણઈ; એવં અહં આલોઈય, નિંદિય, ગરહિય, દુગંછિયં, સમ્મ તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણ
સવારે ઉઠીને જ ૨૧
Page #29
--------------------------------------------------------------------------
________________
ચઉવ્વીસં. ઈતિ અતિચાર આલોવ્યા, પડિક્કમ્યા, નિંદ્યા, નિઃશલ્ય થયા. વિશેષે વિશેષે અરિહંત, સિદ્ધ, કેવળી આદિ, ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ, સાધ્વી, ગુર્નાદિકને ભુજો-ભુજો કરી ખમાવું છું, શ્રાવક-શ્રાવિકાજીઓને ખમાવું છું, સમકિત દ્રષ્ટિજીવોને ખમાવું છું, ઉપકારી માતા-પિતા, ભાઈબહેનોને ખમાવું છું તથા ચોર્યાશી લાખ જીવાયોનિના જીવોને ખમાવું છું.
પાંચમાં આવશ્યકની આજ્ઞા! રાઈયે (સાંજે દેવસિય બોલવું) પાયછિત્ત વિશુદ્ધનાર્થ કરેમિ કાઉસ્સગં. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમ્મોકારો, સવ્વ પાવ પણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઇ મંગલ. ચાર લોગસ્સનો કાઉસ્સગ કરવો.
છઠ્ઠા આવશ્યકની આજ્ઞા! શક્તિ અનુસાર નિયમ વગેરે પ્રત્યાખ્યાન લેવાં. કોઈપણ પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ ધાર્યા પ્રમાણે, સીમંધર ભગવંતની સાક્ષીએ ત્રણ નમસ્કાર મંત્ર ગણી લઈ શકાય છે. સ્વામીનાથ! સામાયિક એક, ચઉવીસન્થો બે અને વંદણા ત્રણ, પ્રતિક્રમણ ચાર, કાઉસ્સગ પાંચ અને છઠ્ઠા કર્યા પચ્ચકખાણ. આ છએ આવશ્યક પૂરાં થયા, તેને વિશે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરિત ભણાયું હોય,
૨૨ - સુખી થવાની ચાવી
Page #30
--------------------------------------------------------------------------
________________
તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુર્ડ!
મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમાદનું પ્રતિક્રમણ, કષાયનું પ્રતિક્રમણ, અશુભ યોગનું પ્રતિક્રમણઆ સર્વ મળી ળ્યાંસી બોલનું પ્રતિક્રમણ. એને વિશે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી જે કોઈ પાપ-દોષ લાગ્યા હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુર્ડ!
ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાન કાળનો સંવર અને આવતાં કાળના પચ્ચકખાણ. એને વિશે જે કોઈ પાપ-દોષ લાગ્યા હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કી
સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. સાચાની શ્રદ્ધા, ખોટાનું વારંવાર મિચ્છામિ દુક્યું. દેવ અરિહંત, ગુર નિર્ચન્થ, કેવલી ભાષિત દયામય ધર્મ. આ ત્રણ તત્વ સાર, સંસાર અસાર. ભગવંત! આપનો માર્ગ સત્ય છે. તમેવ સર્ષ્યા! તમેવ સચ્ચી કરેમિ મંગલ, મહામંગલ, થવ થઈ મંગલ. - પહેલું નમોત્થણ શ્રી સિદ્ધ ભગવંતોને કરું છું. નમોત્થણ! અરિહંતાણં ભગવંતાણ, આઈગરાણ, તિસ્થયરાણ, સયં-સંબુદ્ધાણં, પુરિસરમાણે, પુરિસ સિહાણ, પરિવર
સવારે ઉઠીને જ ૨૩
Page #31
--------------------------------------------------------------------------
________________
પુંડરિયાણ, પુરિસપર ગંધ હOીણ, લોગરમાણે, લોગા નાહાણ, લોગ હિયાણ, લોગ પઇવાણ, લોગ પશ્નોયગરાણં, અભય દયાશં, ચકખુ દયાણ, મગ્ન દયાણ, સરણ દયાણં, જીવ દયાણ, બોહિ દયાણ, ધમ્મ દયાણ, ધમ્મ દેસયાણં, ધમ્મ નાયગાણં, ધમ્મ સારહીણ, ધમ્મવર ચાઉરંત ચક્વટ્ટીગં. દીવો તાણં સરણ ગઈપઈડ્રાણ, અપ્પડિહય વર નાણ, દંસણ ધરાણ, વિયટ્ટ છઉમાશં, જિણાણું-જાવયાણ, તિન્નાણતારયાણ, બુદ્ધાણં-બોહયાણ, મુત્તાણું-મોયગાણં, સવ્વસૂર્ણસબૂદરિસીણં, સિવ, મયલ, મરજ્ય, મહંત, મખય, મખ્વાબાહ, મપુણરાવિત્તિ, સિદ્ધિગઈ નામધેયં ઠાણ સંપત્તાણં, નમો જિણાણજિય ભયાણ!
બીજુ નમોત્થણં શ્રી અરિહંત ભગવંતોને કરું છું. નમોત્થણ! અરિહંતાણં ભગવંતાણ, આઈગરાણ, તિસ્થયરાણ, સયં-સંબુદ્ધાણં, પુરિસરમાણે, પુરિસ સિહાણ, પરિવર પુંડરિયાણ, પુરિસપર ગંધ હOીણ, લોગુત્તમાશં, લોગ નાહાણ, લોગ હિયાણ, લોગ પઇવાણ, લોગ પોયગરાણં, અભય દયાણ, ચકખુ દયાશં, મગ્ન દયાશં, સરણ દયાણ, જીવ દયાણ, બોહિ દયાણ, ધમ્મ દયાણ, ધમ્મ દેસયાણ, ધમ્મ નાયગાણ, ધમ્મ સારહીણ, ધમ્મવર ચાઉરંત ચક્વટ્ટીણ. દીવો તાણ, સરણ ગઈ પઈડ્રાણ, અપ્પડિહય વર નાણ, દંસણ ધરાણ, વિયટ્ટ છઉમાણે, જિણાણું-જાવયાણ, તિન્નાણ
૨૪ જ સુખી થવાની ચાવી
Page #32
--------------------------------------------------------------------------
________________
તારયાણ, બુદ્ધાણં-બોહયાણ, મુત્તાણું-મોયગાણં, સવ્વસૂર્ણસબૂદરિસીણં, સિવ, મયલ, મજ્ય, મહંત, મમ્બય, મખ્વાબાહ, મપુણરાવિત્તિ, સિદ્ધિગઈ નામધેયં ઠાણે સંપાવિલ કામાણે, નમો જિણાણું-જિય ભયાણ!
ત્રીજું નમોત્થણ ધર્મગુરૂ, ધર્માચાર્ય, ધર્મોપદેશક, સમ્યત્વરુપી બોધિબીજનાં દાતાર, જિનશાસનના શણગાર એવી અનેક શુભ ઉપમાએ કરી બિરાજમાન છે જે સાધુસાધ્વીજીઓ વીતરાગદેવની આજ્ઞામાં જયાં જયાં વિચરતાં હોય,
ત્યાં ત્યાં તેઓને મારી સમય સમયની વંદણા હોજો! સામાયિક પાળવી અથવા સંવર ત્રણ નમસ્કાર મંત્ર ગણી પાળવો.
સૂર્યાસ્ત વેળા પણ ઉપરોક્ત પ્રતિક્રમણ કરવું, પછી વાંચન, મનન, ચિંતન, ધ્યાન કરવું. તેમાં ચિંતવવું કે- આ. દેહ તો ગમે ત્યારે છુટવાનો જ છે, તો તેની મમતા હમણાં જ કેમ ન છોડવી? અર્થાત્ દેહની મમતા તત્કાળ છોડવાં જવી. છે. મારી અનાદિની યાત્રામાં આ દેહ તો માત્ર એક વિસામો જ છે, અને આ વિસામામાં જો હું મારું કામ ન કરી લઉં, તો પછી અનંતકાળ સુધી નંબર લાગે (વારો આવે) તેમ નથી. તેથી ભગવાને આ મારો છેલ્લો દિવસ છે, એમ જીવવા કહ્યું છે. તેથી દેહ, પૈસા, પરિવારનો મોહ છોડી, માત્ર પોતાના આત્મા માટે જ ચિંતા, ચિંતન, મનન, ધ્યાન કરવા જેવું છે. મારા આત્મા એ ચાર ગતિ, ચોવીસ દંડક, ચોર્યાશી લાખ જીવાયોનિમાં
સવારે ઉઠીને જ ૨૫
Page #33
--------------------------------------------------------------------------
________________
અનાદિ કાળથી પરિભ્રમણ કરતા, અનંતા અનંત ભવો કર્યા, અનંતા જીવો સાથે સગપણ તથા સંબંધ બાંધ્યા અને સર્વને મારા કરી માન્યા, મમત્વભાવથી ઘણો પરિગ્રહ ભેગો કરી-મારો કરી માન્યો, પરંતુ આજથી મને પ્રભુ! આપની કૃપાથી ભાના થયું. તેથી તે સર્વેને અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ અંતઃકરણપૂર્વક મન, વચન, કાયાએ કરી વોસિરાવું છું! હવે મારે એ સર્વે સાથે કોઈ જ સંબંધ નથી. વોસિરામિ! વોસિરામિ!! વોસિરામિ!!! ત્રણ મનોરથ- આરંભ-પરિગ્રહ તજી કરી, ક્યારે થઉં વ્રતધર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. નિત્ય સૂતી વખતે સાગારી સંથારો ધારણ કરવો- આહાર, શરીરને ઉપધિ પચ્ચખું પાપ અઢાર; મરણ આવે તો વોસિરે, જીવું તો આગાર.
નોંધ- નિત્ય સવાર-સાંજ માતા-પિતાને પ્રણામ કરવા. રજાના દિવસે આ પ્રતિક્રમણના અર્થો સમજવા અને ચિંતવવા. જેઓને સવારે/સાંજ સમય ન મળે, તેઓ આ પ્રતિક્રમણ જ્યારે સમય મળે ત્યારે કરી શકે છે. બીજું, નિત્ય-જયારે પણ સમય મળે, નમસ્કાર મંત્રનું સ્મરણ કરવું. કોઈપણ શાસ્ત્ર વાંચતા યાદ રાખવું કે- આ હું મારા માટે વાંચુ છું, આમાં જણાવેલ સર્વ ભાવો મારા જીવનમાં ઉતારવાના છે. ત્રીજું હંમેશા યાદ રાખવું કે-સારૂં તે જ મારું-સાચું તે જ મારું, નહિ કે મારું તે જ સાર-મારું તે જ સાચું; અને જે સાચું મળે, તે સ્વીકારવા તૈયાર રહેવું, ખોટી માન્યતાઓ છોડવા (બદલવા) તૈયાર રહેવું. મત-પંથ-સંપ્રદાય-વ્યક્તિ વિશેષનો આગ્રહ છોડી દેવો.
૨૬ સુખી થવાની ચાવી
Page #34
--------------------------------------------------------------------------
________________
સમાધિ મરણ ચિંતન |
સૌ પ્રથમ એ સમજવું જરુરી છે કે મરણ એટલે શું અને ખરેખર મરણ કોનું થાય છે?
ઉત્તર- આત્મા તો અમર હોવાથી ક્યારેય મરણ પામતો જ નથી, પરંતુ ખરેખર આત્માનો પુદ્ગલરૂપ શરીર સાથેનો એકક્ષેત્રવગાહ સંબંધનો અંત આવે છે, તેને જ મરણ કહેવાય છે. તેથી મરણ એટલે આત્માનું એક શરીર છોડી બીજા શરીરમાં જવું.
સંસારમાં કોઈ એક ઘર છોડી, બીજા સારા ઘરમાં રહેવાં જાય છે ત્યારે અથવા કોઈ જૂના કપડાં બદલાવી નવાં કપડાં પહેરે છે ત્યારે શોક કરતાં જણાતાં નથી. ટ્રેઇનમાં સર્વે પોતપોતાનું સ્ટેશન આવતાં ઉતરી જાય છે, પરંતુ કોઈ તેનો શોક કરતાં જણાતાં નથી. તો મરણપ્રસંગે શોક કેમ થાય છે? તેનું સૌથી મોટું કારણ છે મોહ અર્થાત્ તેઓને મારા કરી માન્યાં હતાં, તેથી શોક થાય છે. સૌ કોઈ જાણે છે કે- સર્વેને એક દિવસ આ દુનિયામાંથી જવાનું છે, છતાં પોતા વિશે ક્યારેય કોઈ વિચાર કરતાં નથી અને તેની માટેની અર્થાત્ સમાધિ મરણની તૈયારી પણ કરતાં નથી; તેથી સર્વેએ પોતાના સમાધિ મરણ વિશે વિચારી તેના માટેની તૈયારી કરવા યોગ્ય છે.
સમાધિમરણ ચિંતન
૨૭
Page #35
--------------------------------------------------------------------------
________________
તેથી પ્રશ્ન થાય કે સમાધિ મરણ એટલે શું અને તેની તૈયારી કેવી હોય? સમાધિ મરણ એટલે એક માત્ર આત્મભાવે (આત્મામાં સમાધિભાવે) વર્તમાન દેહને છોડવો. અર્થાત્ હું આત્મા છું, એવા અનુભવ સાથેનું અર્થાત્ સમ્યગ્દર્શન સહિતનાં મરણને સમાધિ મરણ કહેવાય છે અર્થાત્ સમાધિ મરણનું મહત્વ એટલે છે કે તે જીવ સમ્યગ્દર્શન સાથે લઈને જાય છે અન્યથા અર્થાત્ સમાધિ મરણ ન હોતાં તે જીવ સમ્યગ્દર્શન વમીને જાય છે. લોકો સમાધિ મરણની તૈયારી અર્થે સંથારાની ભાવના ભાવતાં જણાય છે, અંત સમયની આલોચના કરતાં/કરાવતાં જણાય છે, નિર્યાપકાચાર્યની (સંથારાનો નિર્વાહ કરાવનાર આચાર્યની) શોધ કરતાં જણાય છે; પરંતુ સમ્યગ્દર્શન કે જે સમાધિ મરણનો પ્રાણ છે તેના વિશે લોકો અજાણ જ હોય તેવું જણાય છે. તેથી સમાધિ મરણની તૈયારી અર્થે, આ પૂર્ણ જીવન એકમાત્ર સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ઉપાયમાં જ લગાવવું યોગ્ય છે. કારણ કે સમ્યગ્દર્શન વગર અનંતીવાર બીજું બધું જ કરવાં છતાં આત્માનો ઉદ્ધાર શક્ય બન્યો નથી, ભવભ્રમણનો અંત આવ્યો નથી. અર્થાત સમ્યગ્દર્શન વગર ગમે તે ઉપાય કર્યાથી, કદાચ એક-બે, થોડાક ભવો સારાં મળી પણ જાય છતાં, ભવકટી થતી નથી અને તેથી કરીને અનંત દુખોનો અંત આવતો નથી અર્થાત્ નરક/નિગોદના નદાવા (ACQUAINTANCE
૨૮ * સુખી થવાની ચાવી
Page #36
--------------------------------------------------------------------------
________________
= હવે પછી એ જીવ ક્યારેય નરક/નિગોદમાં જવાનો નથી) થતાં નથી. માટે આવાં દુર્લભ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે અને તૈયારીરૂપે આ સંસાર પ્રત્યેનો વૈરાગ્ય, સંસારનાં સુખો પ્રત્યેની ઉદાસીનતા અને શાસ્ત્ર સ્વાધ્યાયથી યથાર્થ તત્ત્વનો નિર્ણય આવશ્યક છે.
આ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે, તેથી તેનો ઉપયોગ શેમાં કરવો તે વિચારવું અત્યંત આવશ્યક છે. કારણ કે જવું જીવન જીવશો પ્રાયઃ તેવું જ મરણ હોય છે, માટે નિત્ય જાગૃતિ જરૂરી છે. જીવનમાં નીતિ-ન્યાય આવશ્યક છે, નિત્ય સ્વાધ્યાય, મનન, ચિંતન આવશ્યક છે; કારણ કે આયુષ્યનો બંધ ગમે ત્યારે પડી શકે છે અને ગતિ અનુસાર જ મરણ વખતે લેશ્યા હોય છે. તેથી જેઓ સમાધિ મરણ ઈચ્છતા હોય તેઓએ પૂર્ણજીવન સમ્યગ્દર્શન સહિત ધર્મમય જીવવું આવશ્યક છે. તેથી જીવનભર સર્વ પ્રયત્નો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે જ કરવા યોગ્ય છે, કારણ કે સમ્યગ્દર્શન અર્થે કરેલ સર્વ શુભભાવ યથાર્થ છે અન્યથા તે ભવાટી માટે અયથાર્થ નિવડે છે અને તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બાદ પણ પ્રમાદ સેવવાં યોગ્ય નથી કારણ કે એક સમયનો પણ પ્રમાદ નહિ કરવાની ભગવાનની. આજ્ઞા છે.
સર્વેએ માત્ર પોતાના જ પરિણામ ઉપર દ્રષ્ટિ રાખવા જેવી
સમાધિમરણ ચિંતન
૨૯
Page #37
--------------------------------------------------------------------------
________________
છે અને તેમાં જ સુધારો ઈચ્છવો. ‘બીજા શું કરે છે ?’ અથવા ‘બીજા શું કહેશે?” વગેરે ના વિચારતાં પોતા માટે શું યોગ્ય છે, તે વિચારવું. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનાં કારણો ન સેવવાં અને જો ભૂલથી, અનાદિનાં સંસ્કારવશ આર્તધ્યાન અથવા રૌદ્રધ્યાના થયું હોય તો તરત જ તેમાંથી પાછા ફરવું (પ્રતિક્રમણ), તેનો પસ્તાવો કરવો (આલોચના) અને ભવિષ્યમાં આવું ફરી ક્યારેય ન થાય (પચ્ચખાણ) તેવો દ્રઢ નિર્ધાર કરવો. આવી રીતે દુર્ગાનથી બચી, પૂર્ણ યત્ન સંસારના અંતનાં કારણોમાં જ લગાવવાં યોગ્ય છે. આવી જાગૃતિ જીવનભર માટે જરૂરી છે, ત્યારે જ મરણ સમયે જાગૃતિ સહિત સમાધિ અને સમત્વભાવ રહેવાની સંભાવના રહે છે કે જેથી સમાધિ મરણ થઈ શકે. સર્વજનોને આવું સમાધિ મરણ પ્રાપ્ત થાય તેવી ભાવનાસહ, જિનાજ્ઞા વિરુદ્ધ અમારાથી કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે અમારાં મિચ્છામિ દુક્ક!
- ૐ શાંતિ! શાંતિ! શાંતિ!
આત્માર્થીએ દંભથી હંમેશા દૂર જ રહેવું જોઈએ અર્થાત્ તેણે મન-વચન અને કાયાની એકતા સાધવાનો અભ્યાસ નિરંતર કરતાં જ રહેવો જોઈએ અને તેમાં અડચણરૂપ સંસારથી બચતા રહેવું જોઈએ.
૩૦ સુખી થવાની ચાવી
Page #38
--------------------------------------------------------------------------
________________
ક
કંદમૂળ વિશે
આપણે પૂર્વે જોયું કે કંદમૂળ ભક્ષણથી અનંત પાપ લાગે છે, તો કોઈને પ્રશ્ન થાય કે એવું કેમ છે? તેનું કારણ (LOGIC)
શું છે?
ઉત્તર- આપણે પૂર્વે જોયું તેમ જ આપણે બીજાને આપીએ તે જ આપણને પ્રાપ્ત થાય છે. તેથી આપણે આપણા જીવનગુજરાનમાં, જ બીજા જીવોને દુઃખ આપીએ છીએ તે જ આપણને પાછું (RECIPROCATE) મળશે. જેમ કે જયારે આપણે પ્રત્યેક વનસ્પતિનો ભોજનમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે તેમાં સંખ્યાત જીવો હોવાથી જેટલું પાપ લાગે છે તેનાં કરતાં કંદમૂળ અર્થાત્ અનંતકાય વનસ્પતિનો ભોજનમાં ઉપયોગ કરવાથી, તેમાં અનંતા જીવો હોવાથી, અનંતગણું પાપ લાગે છે અને તેથી તેનાથી અનંતા દુઃખો આવે છે.
આથી જ કહ્યું છે કે પૂર્ણ જીવનમાં પ્રત્યેક વનસ્પતિકાયનો ભોજનમાં ઉપયોગ કરવાથી જે પાપ લાગે છે તેનાથી અનંતગણું પાપ કંદમૂળ અર્થાત્ અનંતકાય વનસ્પતિનો એક ટુકડો ખાવાથી લાગે છે. કારણ કે તે કંદમૂળ અર્થાત્ અનંતકાયના એક ટુકડામાં અસંખ્યાત પ્રતર (LAYER) હોય છે, તેવાં એક પ્રતરમાં અસંખ્યાત શ્રેણી (LINE) હોય છે, તેવી એક શ્રેણીમાં અસંખ્યાત
કંદમૂળ વિશે ૩૧
Page #39
--------------------------------------------------------------------------
________________
ગોળા (BALL) હોય છે, તેવાં એક ગોળામાં અસંખ્યાત શરીર (BODY) હોય છે અને તેવાં એક શરીરમાં અર્થાત્ કંદમૂળઅનંતકાય-નિગોદના એક શરીરમાં અનંતાનંત જીવો હોય છે. એ અનંતાનંત અર્થાત્ કેટલાં?
ઉત્તર- સર્વે સિદ્ધોથી અનંતા-અનંત ગણા. તેથી કહી શકાય કે કંદમૂળ અર્થાત્ અનંતકાયના એક ટુકડામાં અસંખ્યાત X અસંખ્યાત x અસંખ્યાત x અસંખ્યાતX અનંતાનંત જીવો. હોય છે. તેથી સુખનાં અર્થી જીવોએ તે કંદમૂળના વપરાશથી બચવું જોઈએ કારણ કે તે અનંતા દુઃખનું કારણ બનવાં સક્ષમ છે અર્થાત્ તેનાં વપરાશથી અનંતા પાપકર્મો બંધાય છે કે જે અનંતા દુઃખનું કારણ બનવા સક્ષમ છે. અસ્તુ!
આત્માર્થીને કોઈ પણ મત-પંથ-સંપ્રદાયવ્યક્તિવિશેષનો આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વગ્રહ અથવા પક્ષ ન જ હોવો જોઈએ કારણ કે તે આત્માને માટે અનંતકાળની બેડી સમાન છે અર્થાત્ તે આત્માને અનંતકાળ રખડાવનાર છે. આત્માર્થાન માટે સારું તે મારૂં અને સાચું તે મારૂં હોવું અતિ આવશ્યક છે કે જેથી કરીને તે આત્માર્થી પોતાની ખોટી માન્યતાઓને છોડીને સત્યને સરળતાથી ગ્રહણ કરી શકે અને તે જ તેની યોગ્યતા કહેવાય છે.
૩૨
સુખી થવાની ચાવી
Page #40
--------------------------------------------------------------------------
________________
રાત્રિભોજન વિશે
રાત્રિભોજનનો ત્યાગ મોક્ષમાર્ગના પથિક માટે તો આવશ્યક છે જ પરંતુ તેના આધુનિક વિજ્ઞાન પ્રમાણે પણ અનેક ફાયદાઓ છે. જેમ કે રાત્રે નવ વાગ્યે શરીરની ઘડિયાળ (BODY CLOCK) પ્રમાણે પેટમાં રહેલ વિષારી તત્ત્વોની સફાઈનો (DETOXIFICATION) સમય હોય છે, ત્યારે પેટ જો ભરેલું હોય તો શરીર તે કાર્ય કરતું નથી (SKIP કરે છે) અર્થાત્ પેટમાં કચરો વધે છે પરંતુ જેઓ રાત્રિભોજન કરતાં નથી તેઓનું પાચન નવ વાગ્યા સુધીમાં થઈ ગયું હોવાથી તેમનું શરીર વિષારી તત્ત્વોની સફાઈનું કાર્ય સારી રીતે કરી શકે છે. બીજું, રાત્રે જમ્યા પછી બે થી ત્રણ કલાક સુધી સૂવાનું વર્જય છે અને તેથી જેઓ રાત્રે મોડેથી જમે છે તેઓ રાત્રે મોડાં સૂવે છે. પરંતુ રાત્રે અગિયારથી એક વાગ્યા દરમિયાન ઘેરી ઊંઘ (DEEP SLEEP) લીવરની સફાઈ અને તેની નુકસાન ભરપાઈ (CELL REGROWTH) માટે અત્યંત આવશ્યક છે કે જે રાત્રિભોજન કરવાવાળા માટે શક્ય નથી, તેથી તે પણ રાત્રિભોજનનું મોટું નુકસાન છે. આરોગ્યની દ્રષ્ટિએ આ સિવાય પણ રાત્રિભોજન ત્યાગના બીજા અનેક ફાયદાઓ છે.
આયુર્વેદ, યોગશાસ્ત્ર અને જૈનેત્તર દર્શન અનુસાર પણ
રાત્રિભોજન વિશે * ૩૩
Page #41
--------------------------------------------------------------------------
________________
રાત્રિભોજન વર્જય છે. જૈનેત્તર દર્શનમાં તો રાત્રિભોજનને માંસ ખાવા સમાન અને રાત્રે પાણી પીવાને લોહી પીવા સમાના જણાવેલ છે અને બીજું, રાત્રિભોજન કરવાવાળાના સર્વ તપજપ-જાત્રા એ સર્વ ફોક થાય છે અને રાત્રિભોજનનું પાપ સેંકડો ચંદ્રાયતન તપથી પણ ધોવાતું નથી એમ જણાવેલ છે.
જૈન દર્શન અનુસાર પણ રાત્રિભોજનનું ઘણું પાપ જણાવેલ છે. અત્રે કોઈ એમ કહે કે રાત્રિભોજન ત્યાગ વગેરે વ્રતો અથવા પડિમાઓ(પ્રતિમાઓ) તો સમ્યગ્દર્શન બાદ જ હોય છે તો અમોને તે રાત્રિભોજનનો શો દોષ લાગે? તો તેઓને અમારો ઉત્તર છે કે રાત્રિભોજનનો દોષ સમ્મદ્રષ્ટિ કરતાં મિથ્યાદ્રષ્ટિને અધિક જ લાગે છે કારણ કે મિથ્યાદ્રષ્ટિ તેને રાચી- માચીને સેવતો (કરતો) હોય છે જયારે સમ્યદ્રષ્ટિ તો આવશ્યક ના હોય, અનિવાર્યતા ન હોય તો આવાં દોષોનું સેવન જ નથી. કરતો અને જો કોઈ કાળે આવાં દોષોનું સેવન કરે છે તો પણ ભીરુભાવે અને રોગના ઔષઘ તરીકે કરે છે, નહિ કે આનંદથી અથવા સ્વચ્છેદે. આથી કોઈપણ પ્રકારનો છળ કોઈએ ઘર્મશાસ્ત્રોમાંથી ગ્રહણ ન કરવો કારણ કે ઘર્મશાસ્ત્રોમાં દરેક વાતો અપેક્ષાએ હોય છે. તેથી કરીને વ્રતો અને પડિમાઓ(પ્રતિમાઓ) પાંચમાં ગુણસ્થાનકે કહી છે. તેનો અર્થ એવો ન કાઢવો કે અન્ય કોઈ નિમ્ન ભૂમિકાવાળાંઓ તેને
૩૪ - સુખી થવાની ચાવી
Page #42
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ અર્થે અથવા તો પાપથી બચવા ગ્રહણ ન કરી શકે. બલ્કે સૌએ અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય જ છે કારણ કે જેને દુઃખ પ્રિય નથી એવા જીવો દુઃખના કારણરૂપ પાપો કેવી રીતે આચરી શકે ? અર્થાત્ ન જ આચરી શકે.
અસ્તુ!
આત્માર્થીએ એક જ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ મારા જીવનનો છેલ્લો દિવસ છે અને જો આ મનુષ્યભવમાં મેં આત્મપ્રાપ્તિ ન કરી તો હવે અનંત, અનંત, અનંત......... કાળ પછી પણ મનુષ્યજન્મ, પૂર્ણ ઈન્દ્રિયોની પ્રાપ્તિ, આર્ય દેશ, ઉચ્ચકુળ, ધર્મની પ્રાપ્તિ, ધર્મની દેશના વગેરે મળે તેમ નથી, પરંતુ અનંત, અનંત, અનંત......... કાળ પર્યંત અનંત, અનંત, અનંત......... દુઃખો જ મળશે. તેથી આ અમૂલ્ય-દુર્લભ મનુષ્યજન્મ માત્ર શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ અને તેની પ્રાપ્તિ પાછળ ખર્ચવા જેવો નથી, પરંતુ તેની એકપણ પળને વ્યર્થ ન ગુમાવતાં, માત્રને માત્ર, ત્વરાએ શાશ્ર્વત સુખ એવા આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે જ લગાવવાં યોગ્ય છે.
રાત્રિભોજન વિશે
૩૫
Page #43
--------------------------------------------------------------------------
________________
બાર ભાવના
E - અનિત્ય ભાવના- સર્વે સંયોગો અનિત્ય છે, તે કોઈ જ મારી સાથે નિત્ય રહેવાવાળાં નથી, તેથી તેનો મોહ ત્યાગવો-તેમાં ‘હું પણું’ અને મારાપણું ત્યાગવું.
જ્ઞ અશરણ ભાવના- મારા પાપોના ઉદયવેળાં મને માતાપિતા, પત્ની-પુત્ર, પૈસો વગેરે કોઈ જ શરણ થઈ શકે તેમ નથી, તેઓ મારું દુઃખ લઈ શકે તેમ નથી, તેથી તેઓનો મોહ ત્યાગવો-તેઓમાં મારાપણું ત્યાગવું પરંતુ ફરજ પૂરેપૂરી બજાવવી.
સંસાર ભાવના- સંસાર એટલે સંસરણ-રખડપટ્ટી અને તેમાં એક સમયનાં સુખની સામે અનંતકાળનું દુઃખ મળે છે; તો એવો સંસાર કોને ગમે? અર્થાત્ એક માત્ર લક્ષ સંસારથી છુટવાનું જ રહેવું જોઈએ.
D એકત્વ ભાવના- અનાદિથી હું એકલો જ રખડું છું, એકલો જ દુઃખ ભોગવું છું; મરણ સમયે મારી સાથે કોઈ જ આવવાનું નથી, તો મારે શક્ય હોય તેટલું પોતામાં જ (આત્મામાં જ) રહેવાનો પ્રયત્ન કરવો.
. અન્યત્વ ભાવના- હું કોણ છું? તે ચિંતવવું અર્થાત્ પૂર્વે જણાવ્યાં અનુસાર પુદ્ગલ અને પુદ્ગલ (કર્મ) આશ્રિત ૩૬ * સુખી થવાની ચાવી
Page #44
--------------------------------------------------------------------------
________________
ભાવોથી પોતાને જુદો ભાવવો અને તેમાં જ ‘હું પણું’ કરવું, તેનો જ અનુભવ કરવો, તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. તે જ આ જીવનનું, એક માત્ર કર્તવ્ય હોવું જોઈએ.
- અશુચિ ભાવના- મને, મારાં શરીરને સુંદર બતાવવાનાં જે ભાવ છે અને વિજાતીયનાં શરીરનું આકર્ષણ છે, તે શરીરની ચામડીને હટાવતાં જ માત્ર માંસ, લોહી, પરું, મળ, મૂત્ર વગેરે જ જણાય છે કે જે અશુચિરુપ જ છે; એવું ચિંતવી પોતાનાં શરીરનો અને વિજાતીયનાં શરીરનો મોહ ત્યજવો, તેમાં મૂંઝાવું (મોહિત થવું) નહિ.
D - આસ્રવ ભાવના- પુણ્ય (શુભ) અને પાપ (અશુભ), એ બન્ને મારા (આત્મા) માટે આસ્રવ છે; તેથી વિવેકે કરી પ્રથમ પાપોનો ત્યાગ કરવો અને એક માત્ર આત્મપ્રાપ્તિના લક્ષે શુભભાવમાં રહેવું કર્તવ્ય છે.
ત્ત સંવર ભાવના- સાચા (કાર્યકારી) સંવરની શરુઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એક માત્ર સાચા સંવરના લક્ષે દ્રવ્યસંવર પાળવો. ત્ત નિર્જરા ભાવના- સાચી (કાર્યકારી) નિર્જરાની શરુઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એક માત્ર સાચી નિર્જરાના લક્ષે યથાશક્તિ તપ આચરવું.
બાર ભાવના × ૩૭
Page #45
--------------------------------------------------------------------------
________________
' લોકસ્વર૫ ભાવના- પ્રથમ લોકનું સ્વરુપ જાણવું,
પછી ચિંતવવું કે હું અનાદિથી આ લોકમાં સર્વે પ્રદેશ અનંતીવાર જનમ્યો અને મરણ પામ્યો; અનંતા દુઃખો ભોગવ્યાં, હવે ક્યાં સુધી આ ચાલુ રાખવું છે? અર્થાત્ તેના અંત માટે સમ્યગ્દર્શન આવશ્યક છે, તો તેની પ્રાપ્તિનો ઉપાય કરવો. બીજું, લોકમાં રહેલ અનંતા સિદ્ધ ભગવંતો. અને સંખ્યાતા અરિહંત ભગવંતો અને સાધુ ભગવંતોને વંદણા કરવી, અને અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાજીઓ તથા સમ્યદ્રષ્ટિ જીવોની અનુમોદના કરવી, પ્રમોદ કરવો.
I બોધિ દુર્લભ ભાવના- બોધિ એટલે સમ્યગ્દર્શન,
અનાદિથી આપણી રખડપટ્ટીનું જો કોઈ કારણ હોય તો તે છે સમ્યગ્દર્શનનો અભાવ; તેથી સમજાય છે કે સમ્યગ્દર્શન કેટલું દુર્લભ છે, કોઈક આચાર્ય ભગવંતે તો કહ્યું છે કે- વર્તમાન કાળમાં સમ્યદ્રષ્ટિ, આંગળીના વેઢે
ગણી શકાય એટલાં જ હોય છે. I ધર્મસ્વરુપ ભાવના- વર્તમાન કાળમાં ધર્મસ્વરુપમાં ઘણી વિકૃતિઓ પ્રવેશી ચૂકેલ હોવાથી, સત્યધર્મની શોધ અને તેનું જ ચિંતન કરવું; સર્વ પુરુષાર્થ તેને પામવામાં લગાવવો.
૩૮ જ સુખી થવાની ચાવી
Page #46
--------------------------------------------------------------------------
________________
- નિત્ય ચિંતન કણિકાઓ જ
એક સમકિત પાએ બિના, તપ-જપ-કિયા ફોક; જૈસા મુર્દી સિનગારના, સમજ કહે તિલોક. અર્થાત્ - સમ્યગ્દર્શન વગરની સર્વ ક્રિયા-તપ-જપશ્રાવકપણું-શુલ્લકપણું-સાધુપણું વગેરે મડદાને શણગારવાં જેવું નિરર્થક છે. અત્રે કહેવાનો ભાવાર્થ એ છે કે આવાં સમ્યગ્દર્શન વગરની ક્રિયા-તપ- જપ-શ્રાવકપણુંક્ષુલ્લકપણું-સાધુપણું ભવનો અંત કરવાં કાર્યકારી નથી અર્થાત્ તે ન કરવું એમ નહિ, પરંતુ તેમાં જ સંતોષાઈ ન જવું અર્થાત્ તેનાથી જ પોતાને કૃત-કૃત્ય ન સમજતાં, સર્વપ્રયત્નો એક માત્ર નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે જ કરવાં. ભગવાનનાં દર્શન કઈ રીતે કરવાં? ભગવાનનાં ગુણોનું ચિંતન કરવું અને ભગવાન, ભગવાન બનવા જે માર્ગે ચાલ્યાં તે માર્ગે ચાલવાનો દ્રઢ નિર્ધાર કરવો તે જ સાચા દર્શન છે. સંપૂર્ણ સંસાર અને સાંસારિક સુખો પ્રત્યેના વૈરાગ્ય વગર અર્થાત્ સંસાર અને સાંસારિક સુખોની રુચિ સહિત મોક્ષમાર્ગની શરુઆત થવી અત્યંત દુર્લભ છે અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે.
નિત્ય ચિંતન કણિકાઓ ૩૯
Page #47
--------------------------------------------------------------------------
________________
• જીવને ચાર સંજ્ઞા/સંસ્કાર-આહાર, મૈથુન, પરિગ્રહ અને
ભય અનાદિથી છે, તેથી તેના વિચારો સહજ હોય છે. તેવાં વિચારોથી જેને છૂટકારો જોઈતો હોય તેઓએ પોતાનો તેના તરફનો ગમો તપાસવો અર્થાત્ જ્યાં સુધી આ સંજ્ઞાઓ ગમે છે અર્થાત્ તેમાં સુખ ભાસે છે, જેમકે- કૂતરાને હાડકું ચૂસવા આપતાં તેને તે તાળવામાં ઘસાતાં લોહી નીકળે છે, કે જેને તે એમ સમજે છે કે લોહી હાડકામાંથી નીકળે છે અને તેથી તેને તેનો આનંદ થાય છે કે જે માત્ર તેનો ભ્રમ જ છે. આ રીતે જ્યાં સુધી આ આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય અર્થાત્ બળવાનનો ડર અને નબળાને ડરાવવા/ દબાવવા ગમે છે ત્યાં સુધી તે જીવને તેના વિચારો સહજ હોય છે અને તેથી તેના સંસારનો અંત થતો નથી. તેથી મોક્ષેચ્છુએ આ અનાદિના ઉલટા સંસ્કારોને મૂળથી કાઢવાનો પુરુષાર્થ આદરવાનો છે કે જેના માટે સર્વપ્રથમ આ સંજ્ઞાઓ પ્રત્યેનો આદર નીકળવો આવશ્યક છે, તેથી સર્વ પુરુષાર્થ તેઓ પ્રત્યે વૈરાગ્ય થાય તેના માટે જ લગાવવો આવશ્યક છે કે જેના માટે સાંચન અને સાચી સમજણ આવશ્યક છે.
તમને શું ગમે છે? આ છે આત્મપ્રાપ્તિનું બેરોમીટર. આ પ્રશ્નનો ઉત્તર ચિંતવવો. જયાં સુધી ઉત્તરમાં કોઈ પણ ૪૦ * સુખી થવાની ચાવી
Page #48
--------------------------------------------------------------------------
________________
સાંસારિક ઈચ્છા/આકાંક્ષા હોય ત્યાં સુધી પોતાની ગતિ સંસાર તરફની સમજવી અને જયારે ઉત્તર- એક માત્ર આત્મપ્રાપ્તિ, એવો હોય તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે. માટે તે માટેનો પુરુષાર્થ વધારવો. તમને શું ગમે છે? આ છે તમારી ભકિતનું બેરોમીટર. અર્થાત્ ભક્તિમાર્ગની વ્યાખ્યા એ છે કે જે આપને ગમે છે, તે તરફ આપની સહજ ભક્તિ સમજવી. ભક્તિમાર્ગ એટલે વેવલાવેડાંરુપ અથવા વ્યક્તિરાગરુપ ભક્તિ ન સમજવી, પરંતુ જે આપને ગમે છે અર્થાત્ જેમાં આપની રુચિ છે તે તરફ જ આપની પૂર્ણ શકિત કામે લાગે છે; તેથી જેને આત્માની રુચિ જાગી છે અને માત્ર તેનો જ વિચાર આવે છે, તેની પ્રાપ્તિના જ ઉપાયો વિચારાય છે, તો સમજવું કે મારી ભક્તિ યથાર્થ છે અર્થાત્ હું સાચા ભક્તિમાર્ગે છું. અર્થાત્ જયાં સુધી તમને શું ગમે છે તેના ઉત્તરમાં કોઈ પણ સાંસારિક ઈચ્છા/આકાંક્ષા હોય અથવા કોઈ વ્યક્તિ હોય
ત્યાં સુધી પોતાની ભક્તિ સંસાર તરફની સમજવી અને જયારે ઉત્તર- એક માત્ર આત્મપ્રાપ્તિ, એવો હોય તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે. અર્થાત્ ભક્તિ એટલે સંવેગ સમજવો કે
નિત્ય ચિંતન કણિકાઓ ૪૧
Page #49
--------------------------------------------------------------------------
________________
જે વૈરાગ્ય અર્થાત્ નિર્વેદ સહિત જ આત્મપ્રાપ્તિ માટે કાર્યકારી છે.
અભયદાન, જ્ઞાનદાન, અન્નદાન, ધનદાન, ઔષધદાનમાં અભયદાન અતિ શ્રેષ્ઠ છે. માટે સર્વેએ રોજિંદા જીવનમાં જયણા (દરેક કામમાં ઓછામાં ઓછી જીવ હિંસા થાય તેવી કાળજી) રાખવી અત્યંત આવશ્યક છે.
♦ પૈસા પુણ્યથી પ્રાપ્ત થાય છે કે મહેનતથી અર્થાત્ પુરુષાર્થથી?
ઉત્તર - પૈસાની પ્રાપ્તિમાં પુણ્યનો ફાળો અધિક છે અને મહેનત અર્થાત્ પુરુષાર્થનો ફાળો ઓછો છે. કારણ કે જેનો જન્મ પૈસાપાત્ર કુટુંબમાં થાય છે તેને, કોઈપણ પ્રયત્ન વગર જ પૈસા પ્રાપ્ત થાય છે અને ઘણા લોકો ધંધામાં ઘણી મહેનત કરવાં છતાં પણ, પૈસા ગુમાવતાં જણાય છે. પૈસા કમાવવા માટે પ્રયત્ન આવશ્યક છે, પરંતુ કેટલો? કારણ કે ઘણાં લોકોને બહુ ઓછાં પ્રયત્ને વધારે પૈસા પ્રાપ્ત થતાં જણાય છે, જયારે કોઈને ઘણાં પ્રયત્ન છતાં ઓછાં પૈસા પ્રાપ્ત થતાં જણાય છે; તેથી એ નિશ્ચિત થાય છે કે પૈસા પ્રયત્ન કરતાં પુણ્યને અધિક વરેલાં છે. તેથી જેને પૈસા માટે મહેનત કરવી આવશ્યક લાગતી હોય તેઓએ પણ વધારેમાં વધારે અર્ધો સમય જ અર્થોપાર્જનમાં અને ઓછામાં ઓછો ૪૨ * સુખી થવાની ચાવી
Page #50
--------------------------------------------------------------------------
________________
અર્થો સમય તો ધર્મમાં જ લગાવવાં યોગ્ય છે કારણ કે ધર્મથી અનંત કાળનું દુઃખ ટળે છે અને સાથે સાથે પુણ્યનાં કારણે પૈસા પણ સહજ જ પ્રાપ્ત થાય છે. જેમ ઘઉં વાવતાં સાથે ઘાસ આપમેળે જ પ્રાપ્ત થાય છે, તેમ સત્યધર્મ કરતાં પાપો હળવાં બને છે અને પુણ્ય તીવ્ર બને છે તેથી ભવકટીની સાથે સાથે પૈસો અને સુખ આપમેળે જ પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં અવ્યાબાધ સુખરુપ મુક્તિ મળે છે. પુરુષાર્થથી ધર્મ થાય અને પુણ્યથી પૈસા મળે. અર્થાત્ પૂર્ણ પુરુષાર્થ ધર્મમાં લગાવવો અને પૈસા કમાવવામાં ઓછામાં ઓછો સમય વેડફવો કારણ કે તે મહેનતના અનુપાતમાં (PROPORTIONATE = પ્રમાણ) નથી મળતાં પરંતુ પુણ્યના અનુપાતમાં મળે છે. કર્મોનો જે બંધ થાય છે, તેનાં ઉદયકાળે આત્માનાં કેવાં ભાવ થશે અર્થાત્ તે કર્મોનાં ઉદયકાળે નવાં કર્મો કેવાં બંધાશે તેને અનુબંધ કહે છે; તે અનુબંધ અભિપ્રાયનું ફળ છે, માટે સર્વ પુરુષાર્થ અભિપ્રાય બદલાવવાં લગાવવો અર્થાત્ તેને સમ્યફ કરવામાં લગાવવો. સ્વરુપથી હું સિદ્ધસમ હોવાં છતાં, રાગ-દ્વેષ મારાં કલંક સમાન છે તેને ધોવાનાં (ટાળવાનાં) ધ્યેયપૂર્વક, ધગશ, અને ધૈર્યસહિત ધર્મપુરુષાર્થ આદરવો.
નિત્ય ચિંતન કણિકાઓ ૪૩
Page #51
--------------------------------------------------------------------------
________________
♦ સંતોષ, સરળતા, સાદગી, સમતા, સહિષ્ણુતા, સહનશીલતા, નમ્રતા, લઘુતા, વિવેક જીવનમાં કેળવવાં અત્યંત આવશ્યક છે.
• તપસ્યામાં નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય અતિ શ્રેષ્ઠ છે. સંસારી જીવો નિમિત્તવાસી હોય છે. કાર્યરુપ તો નિયમથી ઉપાદાન જ પરિણમે છે, પરંતુ તે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી અવિનાભાવે હોય જ છે; અર્થાત્ વિવેકે કરી મુમુક્ષુજીવ સમજે છે કે કાર્ય ભલે માત્ર ઉપાદાનમાં થાય, પરંતુ તેથી કરીને તેઓને સ્વચ્છંદે કોઈપણ નિમિત્ત સેવનનો પરવાનો નથી મળી જતો અને તેથી જ તેઓ નબળા નિમિત્તોથી ભીરુભાવે દૂર જ રહે છે. સાધક આત્માએ ટી.વી., સિનેમા, નાટક, મોબાઈલ, ઈન્ટરનેટ વગેરે જેવાં નબળા નિમિત્તોથી દૂર જ રહેવું આવશ્યક છે, કારણ કે ગમે તેટલાં સારાં ભાવોને ફરી જતાં વાર નથી લાગતી. બીજું આ બધાં જ નબળા નિમિત્તો અનંત સંસાર અર્થાત્ અનંત દુઃખની પ્રાપ્તિના કારણ બનવાં સક્ષમ છે.
માતા-પિતાના ઉપકારોનો બદલો બીજી કોઈ રીતે વાળી શકાતો નથી, એક માત્ર તેઓને ધર્મ પમાડીને જ વાળી ૪૪૨ સુખી થવાની ચાવી
Page #52
--------------------------------------------------------------------------
________________
શકાય છે. તેથી માતા-પિતાની સેવા કરવી. માતાપિતાનો સ્વભાવ અનુકૂળ ન હોય તો પણ તેઓની સેવા પૂરેપૂરી કરવી અને તેઓને ધર્મ પમાડવાં, તેના માટે પ્રથમ પોતે ધર્મ પામવો આવશ્યક છે. ધર્મ ન લજવાય તેને માટે સર્વ જનોએ પોતાનાં કુટુંબમાં, વ્યવસાયમાં-દુકાન, ઓફિસ વગેરેમાં તથા સમાજ સાથેનો પોતાનો વ્યવહાર સારો જ હોય તેનું ધ્યાન રાખવું જરુરી છે. અપેક્ષા, આગ્રહ, આસક્તિ, અહંકાર કાઢી નાખવાં અત્યંત આવશ્યક છે. સ્વદોષ જોવો, પર દોષ નહિ, પર ગુણ જોવો અને તે ગ્રહણ કરવો અત્યંત આવશ્યક છે. અનાદિની ઈન્દ્રિયોની ગુલામી છોડવા જેવી છે. જ ઈન્દ્રિયોનાં વિષયોમાં જેટલી આસક્તિ વધારે, જટલો જે ઇન્દ્રિયોનો દુરઉપયોગ વધારે; તેટલી તે ઇન્દ્રિયો ભવિષ્યમાં અનંતકાળ સુધી મળવાની સંભાવના ઓછી. મારા જ ક્રોધ, માન, માયા, લોભ મારા કટ્ટર શત્રુ છે, બાકી વિશ્વમાં મારો કોઇ શત્રુ જ નથી. એક એક કષાય અનંત પરાવર્તન કરાવવા શક્તિમાન છે અને મારામાં તે કષાયોનો વાસ છે, તો મારું શું થશે? માટે
નિત્ય ચિંતન કણિકાઓ ૪૫
Page #53
--------------------------------------------------------------------------
________________
ત્વરાએ સર્વ કષાયોનો નાશ ઈચ્છવો અને તેનો જ પુરુષાર્થ આદરવો. અહંકાર અને મમકાર અનંત સંસારનું કારણ થવા સક્ષમ છે, તેથી તેનાથી બચવાના ઉપાય કરવાં. નિંદા માત્ર પોતાની કરવી અર્થાત્ પોતાના દુર્ગુણોની જ કરવી, બીજાના દુર્ગુણો જોઈને સૌ પ્રથમ પોતે પોતાનાં ભાવ તપાસવા અને જો તે દુર્ગુણો પોતામાં હોય તો કાઢી નાંખવાં અને તેમના પ્રત્યે ઉપેક્ષાભાવ અથવા કરુણાભાવ રાખવો કારણ કે બીજાની નિંદાથી તો આપણને ઘણો કર્મબંધ થાય છે અર્થાત્ કોઈ બીજાના ઘરનો કચરો પોતાના ઘરમાં ઠાલવતાં નથી જ, તેમ બીજાની નિંદા કરવાથી તેમના કર્મો સાફ થાય છે જયારે મારા કર્મોનો બંધા થાય છે. ઈર્ષા કરવી હોય તો માત્ર ભગવાનની જ કરવી અર્થાત્ ભગવાન બનવા માટે ભગવાનની ઈર્ષા કરવી, અન્યથા નહિ; એ સિવાય કોઈની પણ ઈર્ષા કરવાથી અનંત દુઃખ દેવાવાળા અનંત કર્મોનો બંધ થાય છે અને જીવ વર્તમાનમાં પણ દુઃખી થાય છે. જાગૃતિ - હર સમયે રાખવી અથવા કલાકે-કલાકે પોતાના મનનાં પરિણામની ચકાસણી કરતાં રહેવી, તેનું વલણ કઈ
૪૬ સુખી થવાની ચાવી
Page #54
--------------------------------------------------------------------------
________________
તરફ છે તે જોવું અને તેમાં જરૂરી સુધારા કરવાં. લક્ષ એક માત્ર આત્મપ્રાપ્તિ જ રાખવું અને તે ભાવ દ્રઢ કરતાં રહેવો. અનંતકાળ સુધી રહેવાનાં બે જ સ્થાનો છે- એક, સિદ્ધઅવસ્થા અને બીજું, નિગોદ. પહેલામાં અનંત સુખા છે અને બીજામાં અનંત દુઃખ છે, આથી પોતાના ભવિષ્યને લક્ષમાં લેતાં સર્વેજનોએ પોતાના સર્વ પ્રયત્નો અર્થાત્ પુરુષાર્થ એકમાત્ર મોક્ષાર્થે જ કરવા યોગ્ય છે. જે થાય તે સારા માટે -એમ માનવું. જેથી કરી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચી શકાય છે. અર્થાત્ નવાં કર્મોના આસવથી બચી શકાય છે. મારે કોનો પક્ષ-કોની તરફેણ કરતાં રહેવી? અર્થાત્ મારે
ક્યો સંપ્રદાય અથવા ક્યા વ્યક્તિવિશેષની તરફેણ કરતાં રહેવી? ઉત્તર- માત્ર પોતાની જ અર્થાત્ પોતાના આત્માની જ તરફેણ કરતાં રહેવી કારણ કે તેમાં જ મારો ઉદ્ધાર છે, અન્ય કોઈની તરફેણ (પક્ષ) નહિ કારણ કે તેમાં મારો ઉદ્ધાર નથી, નથી, ને નથી જ કારણ કે તે તો રાગદ્વેષનું કારણ થાય છે પરંતુ જયારે પોતાના આત્માની જ તરફેણ કરવામાં આવે ત્યારે તેમાં સર્વે જ્ઞાનીની તરફેણ સમાયા
જાય છે. - જેના કહેવાતાં લોકોએ રાત્રિના કોઈપણ કાર્યક્રમ-ભોજના
નિત્ય ચિંતન કણિકાઓ ૪૭
Page #55
--------------------------------------------------------------------------
________________
સમારંભ ન રાખવાં જોઈએ. કોઈપણ પ્રસંગે ફૂલ અને ફટાકડાંનો ઉપયોગ ન કરવો જોઈએ. લગ્ન એ સાધક માટે મજબૂરી હોય છે, નહિ કે ઉજાણી કારણ કે જે સાધકો પૂર્ણ બ્રહ્મચર્ય ન પાળી શકતાં હોય તેમને માટે લગ્ન-વ્યવસ્થાનો સહારો લેવા યોગ્ય છે કે જેથી કરીને સાધક પોતાનો સંસાર, નિર્વિઘ્ન શ્રાવકધર્મ અનુસાર વ્યતિત કરી શકે અને પોતાની મજબૂરી પણ યોગ્ય મર્યાદા સહિત પૂરી કરી શકે. આવાં લગ્નના ઉજવણાં ન હોય કારણ કે કોઈ પોતાની મજબૂરીને ઉત્સવ બનાવી, ઉજાણી કરતાં જણાતા નથી. તેથી સાધકે લગ્ન બહુજ જરુરી હોય તો જ કરવાં અને તે પણ સાદાઈથી. બીજું, અત્રે જણાવ્યા અનુસાર લગ્નને મજબૂરી સમજીને કોઈએ લગ્ન-દિવસ વગેરેની ઉજાણી કરવા જવી નથી અર્થાત્ તે દિવસે વિશેષ ધર્મ કરવા જેવો છે અને એવી ભાવના ભાવો કે હવે મને આ લગ્નરુપ મજબૂરી ભવિષ્યમાં કયારેય ન હજો! કે જેથી કરી હું ત્વરાએ આત્મકલ્યાણ કરી શકું અને સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકું. જન્મ એ આત્માને અનાદિનો લાગેલ ભવરોગ છે, નહિ કે ઉજાણી કારણ કે જેને જન્મ છે તેને મરણ અવશ્ય છે અને જન્મ-મરણનું દુઃખ અનંતુ હોય છે અર્થાત્ જયાં સુધી. આત્માની જન્મ-મરણરુપ ઘટમાળ ચાલે છે, ત્યાં સુધી
૪૮ સુખી થવાની ચાવી
Page #56
--------------------------------------------------------------------------
________________
તેને અનંત દુઃખોથી છૂટકારો મળતો નથી અર્થાત્ દરેકે એક માત્ર સિદ્ધત્વ અર્થાત્ જન્મ-મરણથી કાયમ માટેનો છૂટકારો ઈચ્છવા યોગ્ય છે. તેથી આવાં જન્મના ઉજવણાં ન હોય કારણ કે કોઈ પોતાના રોગને ઉત્સવ બનાવી, ઉજાણી કરતાં જણાતાં નથી. તેથી સાધકે અત્રે જણાવ્યા અનુસાર જન્મને અનંત દુઃખોનું કારણ એવો ભવરોગ સમજીને, જન્મ-દિવસ વગેરેની ઉજાણી કરવા જેવી નથી અર્થાત્ તે દિવસે વિશેષ ધર્મ કરવા જેવો છે અને એવી ભાવના ભાવો કે હવે મને આ જન્મ કે જે અનંત દુઃખોનું કારણ એવો ભવરોગ છે, તે ભવિષ્યમાં ક્યારેય ન હોજો! અર્થાત્ સાધકે એક માત્ર સિદ્ધત્વની પ્રાપ્તિ અર્થે અર્થાત્ અજન્મા બનવા અર્થે જ સર્વ પુરુષાર્થ લગાવવા જેવો છે. કોઈપણ પ્રત્યાખ્યાન-પચ્ચખાણ ધાર્યા પ્રમાણે, સીમંધર ભગવંતની સાક્ષીએ ત્રણ નમસ્કાર-મંત્ર ગણી લેવાં અને દરેક પ્રત્યાખ્યાન-પચ્ચખાણમાં અજાણપણાંના, અસમાધિનાં, તબિયત નિમિત્તે દવાનાં અને અન્ય કોઈપણ ઉપસર્ગના આગાર એમ ધારી રાખવું. કોઈપણ જાતના પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ પાળવાની વિધિજે (પ્રત્યાખ્યાનનું નામ બોલવું) પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ કર્યા હતાં તે પૂરાં થતાં પાળું છું. સમકાએણં, ન ફાસિયં,
નિત્ય ચિંતન કણિકાઓ ૪૯
Page #57
--------------------------------------------------------------------------
________________
ન પાલિયં, ન તિરિયું, ન કિટ્ટિયં, ન સોહિયં, ન આરાહિયં, આણાએ અણુપાલિયં ન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડં! ત્રણ નમસ્કાર-મંત્ર ગણવાં. • અનાદિથી પુદ્ગલના મોહમાં અને તેના માટેની જ મારામારીમાં જીવ દંડાતો આવ્યો છે અર્થાત્ તેના મોહના ફળરૂપે તે અનંતા દુઃખો ભોગવતો આવ્યો છે, તેથી ત્વરાએ પુદ્ગલનો મોહ છોડવા જેવો છે. તે માત્ર શબ્દમાં નહિ, જેમ કે- ધર્મની ઊંચી ઊંચી વાતો કરવાવાળાં પણ પુદ્ગલના મોહમાં ફસાયેલાં જણાય છે અર્થાત્ આ જીવ અનાદિથી આવી જ રીતે પોતાને છેતરતો આવ્યો છે તેથી સર્વે આત્માર્થીને અમારી વિનંતી છે કે આપે આપના જીવનમાં અત્યંત સાદાઈ અપનાવી પુદ્ગલની જરૂરિયાત બને તેટલી ઘટાડવી અને જાવજીવ દરેક જાતના પરિગ્રહની મર્યાદા કરવી અર્થાત્ સંતોષ કેળવવો પરમ આવશ્યક છે કે જેથી પોતે એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ માટે જ જીવન જીવી શકે કે જેથી તે પોતાના જીવને અનંતા દુઃખોથી બચાવી શકે છે અને અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરી શકે છે.
આ પુસ્તકમાં અમારી કાંઈપણ ભૂલ-ચૂક થઈ હોય તો આપ સુધારીને વાંચશો અને અમારાથી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો અમારાં ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડં!
૫૦ * સુખી થવાની ચાવી
Page #58
--------------------------------------------------------------------------
________________
રાત્રિભોજનનું પાપ કેટલું? તે કહી શકાય તેમ નથી, છતાં રત્નસંચય ગ્રંથમાં તે સમજાવવાનો પ્રયાસ કરેલ છે; જે નીચે મુજબ છે
૯૬ ભવ સુધી માછીમાર જીવોને સતત હણે તેટલું પાપ એક સરોવરને સૂકવવાથી થાય. (૯૬)
૧૦૮ ભવ સુધી સરોવર સૂકવીએ
તેટલું પાપ એક દાવાનળ (આગ) સળગાવવામાં લાગે છે. (૯૬ X ૧૦૮ = ૧૦૩૬૮)
૧૦૧ ભવ સુધી દાવાનળ સળગાવે
તેટલું પાપ એક કુવાણિજ્ય (કુંવ્યાપાર) કરવાથી લાગે છે. (૧૦૩૬૮ X ૧૦૧ = ૧૦૪૭૧૬૮)
૧૪૪ ભવ સુધી કુવાણિજ્ય કરે
તેટલું પાપ કોઈને એકવાર ખોટું આળ આપવામાં લાગે છે. (૧૦૪૭૧૬૮ ૪ ૧૪૪ = ૧૫૦૭૯૨૧૯૨)
૧૫૧ ભવ સુધી ખોટું આળ આપવામાં જે પાપ લાગે છે તેટલું પાપ એકવાર પરસ્ત્રીગમન કરતાં લાગે છે. (૧૫૦૭૯૨૧૯૨ X ૧૫૧ = ૨૨૭૬૯૬૨૦૯૯૨)
૧૯૯ ભવ સુધી પરસ્ત્રીગમનમાં જે પાપ લાગે છે તેટલું પાપ માત્ર એક વખતનાં રાત્રિભોજનમાં લાગે છે. (૨૨૭૬૯૬૨૦૯૯૨ X ૧૯૯ = ૪૫૩૧૧૫૪૫૭૭૪૦૮)
૯૬ X ૧૦૮ X ૧૦૧ X ૧૪૪ X ૧૫૧ X ૧૯૯ = ૪૫,૩૧,૧૫,૪૫,૭૭,૪૦૮ (આટલા માછીમારના ભવમાં જેટલું પાપ લાગે તેનાથી વિશેષ પાપ એક વખતના રાત્રિભોજનનું લાગે......)
રત્નસંચય ગાથા ૪૪૭ થી ૪૫૧
-
Page #59
--------------------------------------------------------------------------
________________ મૈત્રી ભાવના - સર્વ જીવો પ્રત્યે મૈત્રી ચિંતવવી, મારો કોઈ જ દુશ્મન નથી એમ ચિંતવવું, સર્વ જીવોનું હિત ઈચ્છવું. પ્રમોદ ભાવના - ઉપકારી તથા ગુણી જીવો પ્રત્યે, ગુણ પ્રત્યે, વીતરાગ ધર્મ પ્રત્યે પ્રમોદભાવ લાવવો. કરુણા ભાવના - અધર્મી જીવો પ્રત્યે, વિપરીતધર્મી જીવો પ્રત્યે, અનાર્ય જીવો પ્રત્યે કરુણાભાવ રાખવો. મધ્યસ્થ ભાવના - વિરોધીઓ પ્રત્યે મધ્યસ્થભાવ રાખવો. - મુખપૃષ્ઠની સમજણ - આપના જીવનમાં સમ્યગ્દર્શનનો સૂર્યોદય થાય અને તેના ફળરૂપઅવ્યાબાધ સુખસ્વરૂપ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય એજ ભાવના.