________________
પ્રથમ તો પ્રગટમાં આત્માના લક્ષણથી એટલે જ્ઞાનરૂપ જોવાજાણવાના લક્ષણથી આત્માને ગ્રહણ કરતાં જ પુદ્ગલમાત્ર સાથે ભેદજ્ઞાન થઈ જાય છે. અને પછી તેનાથી આગળ વધતાં, જીવના જે ઉદયાદિભાવો કર્મની અપેક્ષાથી કહ્યાં છે, અને કર્મો પુદ્ગલરૂપ જ હોવાથી, તે ઉદયાદિભાવોને પણ પુદ્ગલના ખાતામાં નાંખી, પ્રજ્ઞારૂપ બુધિથી શુદ્ધાત્માને ગ્રહણ કરવો અર્થાત્ તે ઉધ્યાદિભાવોને જીવમાંથી ગૌણ કરતાં જ જે જીવભાવ શેષ રહે છે, તે જ પરમપારિણામિકભાવ, શુદ્ધાત્મા, સ્વભાવભાવ, શુધ્ધ ચૈતન્યભાવ, કારણપરમાત્મા, દ્રવ્યાત્મા, સમ્યગ્દર્શનનો વિષય (દ્રષ્ટિનો વિષય) વગેરે અનેક નામોથી ઓળખાવાય છે અને તેના અનુભવે જ નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે. તે ભાવની અપેક્ષાએ જ “સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે” એમ કહેવાય છે. તેના અનુભવને જ નિર્વિકલ્પ અનુભૂતિ કહેવાય છે કારણ કે તે સામાન્યભાવ સ્વરૂપ હોવાથી તેમાં કોઇ જ વિકલ્પને સ્થાન જ નથી. ભેદ-જ્ઞાનની રીત આવી છે. અમે તો આ જ શુદ્ધાત્માને અનુભવીએ છીએ અને પરમસુખનો અનુભવ કરીએ છીએ. તો તેથી કરીને આપ પણ દ્રષ્ટિ બદલીને તેને જ શુદ્ધ જુઓ અને આપ પણ તેનો અર્થાત્ સત્ ચિત-આનંદ સ્વરૂપનો આનંદ લો, એવી અમારી વિનંતી છે. તે જ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે અને તે જ સમ્યગ્દર્શનની રીત છે. પરંતુ જે અત્રે જણાવેલ યુક્તિ અનુસાર સમ્યગ્દર્શનનો વિષય ન માનતાં અન્યથા ગ્રહણ કરે છે તે, શુદ્ધનયાભાષરૂપ એકાંત શુદ્ધાત્માને શોધે છે અને માને છે, તે માત્ર ભ્રમરૂપ જ પરિણમે છે. તેવો એકાંત શુદ્ધાત્મા કાર્યકારી નથી કારણ કે તેવો એકાંતા
સુખી થવાની ચાવી ૧૧