________________
જે કોઇ તેમાં ફટકડી (ALUM) ફેરવે છે તો અમુક સમય બાદ તેમાં (પાણીમાં) રહેલ ડહોળરૂપ માટી તળિયે બેસી જવાથી, પૂર્વનું ડહોળું પાણી સ્વચ્છરૂપ જણાય છે. તેવી જ રીતે, જે અશુદ્ધરૂપ (રાગદ્વેષરૂપ) પરિણમેલ આત્મા છે તેમાં, વિભાવરૂપ અશુદ્ધભાવને બુધ્ધિપૂર્વક ગૌણ કરતાં જ જે શુદ્ધાત્મા (દ્રવ્યાત્મા) ધ્યાનમાં આવે છે અર્થાત્ જ્ઞાનમાં વિકલ્પરૂપે આવે છે, તેને ભાવભાસન કહે છે અને તે શુદ્ધાત્માની અનુભૂતિ થતાં જ જીવને સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ તે જીવ તે શુદ્ધ આત્મરૂપમાં (સ્વરૂપમાં = સ્વભાવમાં) ‘હું પણું’ (એકત્વપણું = સ્વપણું) કરતાં જ, કે જે પહેલા શરીરમાં ‘હું પણું’ કરતો હતો, તે જીવને સમ્યગ્દર્શન થાય છે; આ રીત છે સમ્યગ્દર્શનની અર્થાત્ ‘જે જીવ રાગ-દ્વેષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ માત્ર શુદ્ધાત્મામાં (દ્રવ્યાત્મામાં-સ્વભાવમાં) જ ‘હું પણું’ (એકત્વ) કરે છે અને તેનો જ અનુભવ કરે છે, તે જ જીવ સમ્યદ્રષ્ટિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.”
બીજું દ્રષ્ટાંત- જેમ દર્પણમાં (અરીસામાં) અલગ અલગ જાતનાં ઘણાં પ્રતિબિંબો હોય છે પરંતુ તે પ્રતિબિંબોને ગૌણ કરતાં જ સ્વચ્છ દર્પણ દ્રષ્ટિમાં આવે છે તેવી જ રીતે આત્મામાં-જ્ઞાનમાં જે જ્ઞેય હોય છે તે જ્ઞેયોને ગૌણ કરતાં જ નિર્વિકલ્પરૂપ જ્ઞાનનો અર્થાત્ શુદ્ધાત્માનો અનુભવ થાય છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે. આ જ રીતથી અશુદ્ધ આત્મામાં પણ સિદ્ધ સમાન, શુદ્ધાત્માનો નિર્ણય કરવો અને તેમાં જ ‘હું પણું’ કરતાં, સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
આત્મામાં ભેદજ્ઞાન કઈ રીતે કરવું? તેનો ઉત્તર એમ છે કે૧૦ * સુખી થવાની ચાવી