________________
અનાદિ કાળથી પરિભ્રમણ કરતા, અનંતા અનંત ભવો કર્યા, અનંતા જીવો સાથે સગપણ તથા સંબંધ બાંધ્યા અને સર્વને મારા કરી માન્યા, મમત્વભાવથી ઘણો પરિગ્રહ ભેગો કરી-મારો કરી માન્યો, પરંતુ આજથી મને પ્રભુ! આપની કૃપાથી ભાના થયું. તેથી તે સર્વેને અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ અંતઃકરણપૂર્વક મન, વચન, કાયાએ કરી વોસિરાવું છું! હવે મારે એ સર્વે સાથે કોઈ જ સંબંધ નથી. વોસિરામિ! વોસિરામિ!! વોસિરામિ!!! ત્રણ મનોરથ- આરંભ-પરિગ્રહ તજી કરી, ક્યારે થઉં વ્રતધર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. નિત્ય સૂતી વખતે સાગારી સંથારો ધારણ કરવો- આહાર, શરીરને ઉપધિ પચ્ચખું પાપ અઢાર; મરણ આવે તો વોસિરે, જીવું તો આગાર.
નોંધ- નિત્ય સવાર-સાંજ માતા-પિતાને પ્રણામ કરવા. રજાના દિવસે આ પ્રતિક્રમણના અર્થો સમજવા અને ચિંતવવા. જેઓને સવારે/સાંજ સમય ન મળે, તેઓ આ પ્રતિક્રમણ જ્યારે સમય મળે ત્યારે કરી શકે છે. બીજું, નિત્ય-જયારે પણ સમય મળે, નમસ્કાર મંત્રનું સ્મરણ કરવું. કોઈપણ શાસ્ત્ર વાંચતા યાદ રાખવું કે- આ હું મારા માટે વાંચુ છું, આમાં જણાવેલ સર્વ ભાવો મારા જીવનમાં ઉતારવાના છે. ત્રીજું હંમેશા યાદ રાખવું કે-સારૂં તે જ મારું-સાચું તે જ મારું, નહિ કે મારું તે જ સાર-મારું તે જ સાચું; અને જે સાચું મળે, તે સ્વીકારવા તૈયાર રહેવું, ખોટી માન્યતાઓ છોડવા (બદલવા) તૈયાર રહેવું. મત-પંથ-સંપ્રદાય-વ્યક્તિ વિશેષનો આગ્રહ છોડી દેવો.
૨૬ સુખી થવાની ચાવી