________________
ન પાલિયં, ન તિરિયું, ન કિટ્ટિયં, ન સોહિયં, ન આરાહિયં, આણાએ અણુપાલિયં ન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડં! ત્રણ નમસ્કાર-મંત્ર ગણવાં. • અનાદિથી પુદ્ગલના મોહમાં અને તેના માટેની જ મારામારીમાં જીવ દંડાતો આવ્યો છે અર્થાત્ તેના મોહના ફળરૂપે તે અનંતા દુઃખો ભોગવતો આવ્યો છે, તેથી ત્વરાએ પુદ્ગલનો મોહ છોડવા જેવો છે. તે માત્ર શબ્દમાં નહિ, જેમ કે- ધર્મની ઊંચી ઊંચી વાતો કરવાવાળાં પણ પુદ્ગલના મોહમાં ફસાયેલાં જણાય છે અર્થાત્ આ જીવ અનાદિથી આવી જ રીતે પોતાને છેતરતો આવ્યો છે તેથી સર્વે આત્માર્થીને અમારી વિનંતી છે કે આપે આપના જીવનમાં અત્યંત સાદાઈ અપનાવી પુદ્ગલની જરૂરિયાત બને તેટલી ઘટાડવી અને જાવજીવ દરેક જાતના પરિગ્રહની મર્યાદા કરવી અર્થાત્ સંતોષ કેળવવો પરમ આવશ્યક છે કે જેથી પોતે એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ માટે જ જીવન જીવી શકે કે જેથી તે પોતાના જીવને અનંતા દુઃખોથી બચાવી શકે છે અને અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરી શકે છે.
આ પુસ્તકમાં અમારી કાંઈપણ ભૂલ-ચૂક થઈ હોય તો આપ સુધારીને વાંચશો અને અમારાથી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો અમારાં ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડં!
૫૦ * સુખી થવાની ચાવી