________________
તરફ છે તે જોવું અને તેમાં જરૂરી સુધારા કરવાં. લક્ષ એક માત્ર આત્મપ્રાપ્તિ જ રાખવું અને તે ભાવ દ્રઢ કરતાં રહેવો. અનંતકાળ સુધી રહેવાનાં બે જ સ્થાનો છે- એક, સિદ્ધઅવસ્થા અને બીજું, નિગોદ. પહેલામાં અનંત સુખા છે અને બીજામાં અનંત દુઃખ છે, આથી પોતાના ભવિષ્યને લક્ષમાં લેતાં સર્વેજનોએ પોતાના સર્વ પ્રયત્નો અર્થાત્ પુરુષાર્થ એકમાત્ર મોક્ષાર્થે જ કરવા યોગ્ય છે. જે થાય તે સારા માટે -એમ માનવું. જેથી કરી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચી શકાય છે. અર્થાત્ નવાં કર્મોના આસવથી બચી શકાય છે. મારે કોનો પક્ષ-કોની તરફેણ કરતાં રહેવી? અર્થાત્ મારે
ક્યો સંપ્રદાય અથવા ક્યા વ્યક્તિવિશેષની તરફેણ કરતાં રહેવી? ઉત્તર- માત્ર પોતાની જ અર્થાત્ પોતાના આત્માની જ તરફેણ કરતાં રહેવી કારણ કે તેમાં જ મારો ઉદ્ધાર છે, અન્ય કોઈની તરફેણ (પક્ષ) નહિ કારણ કે તેમાં મારો ઉદ્ધાર નથી, નથી, ને નથી જ કારણ કે તે તો રાગદ્વેષનું કારણ થાય છે પરંતુ જયારે પોતાના આત્માની જ તરફેણ કરવામાં આવે ત્યારે તેમાં સર્વે જ્ઞાનીની તરફેણ સમાયા
જાય છે. - જેના કહેવાતાં લોકોએ રાત્રિના કોઈપણ કાર્યક્રમ-ભોજના
નિત્ય ચિંતન કણિકાઓ ૪૭