________________
સમારંભ ન રાખવાં જોઈએ. કોઈપણ પ્રસંગે ફૂલ અને ફટાકડાંનો ઉપયોગ ન કરવો જોઈએ. લગ્ન એ સાધક માટે મજબૂરી હોય છે, નહિ કે ઉજાણી કારણ કે જે સાધકો પૂર્ણ બ્રહ્મચર્ય ન પાળી શકતાં હોય તેમને માટે લગ્ન-વ્યવસ્થાનો સહારો લેવા યોગ્ય છે કે જેથી કરીને સાધક પોતાનો સંસાર, નિર્વિઘ્ન શ્રાવકધર્મ અનુસાર વ્યતિત કરી શકે અને પોતાની મજબૂરી પણ યોગ્ય મર્યાદા સહિત પૂરી કરી શકે. આવાં લગ્નના ઉજવણાં ન હોય કારણ કે કોઈ પોતાની મજબૂરીને ઉત્સવ બનાવી, ઉજાણી કરતાં જણાતા નથી. તેથી સાધકે લગ્ન બહુજ જરુરી હોય તો જ કરવાં અને તે પણ સાદાઈથી. બીજું, અત્રે જણાવ્યા અનુસાર લગ્નને મજબૂરી સમજીને કોઈએ લગ્ન-દિવસ વગેરેની ઉજાણી કરવા જવી નથી અર્થાત્ તે દિવસે વિશેષ ધર્મ કરવા જેવો છે અને એવી ભાવના ભાવો કે હવે મને આ લગ્નરુપ મજબૂરી ભવિષ્યમાં કયારેય ન હજો! કે જેથી કરી હું ત્વરાએ આત્મકલ્યાણ કરી શકું અને સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકું. જન્મ એ આત્માને અનાદિનો લાગેલ ભવરોગ છે, નહિ કે ઉજાણી કારણ કે જેને જન્મ છે તેને મરણ અવશ્ય છે અને જન્મ-મરણનું દુઃખ અનંતુ હોય છે અર્થાત્ જયાં સુધી. આત્માની જન્મ-મરણરુપ ઘટમાળ ચાલે છે, ત્યાં સુધી
૪૮ સુખી થવાની ચાવી