________________
છે અને તેમાં જ સુધારો ઈચ્છવો. ‘બીજા શું કરે છે ?’ અથવા ‘બીજા શું કહેશે?” વગેરે ના વિચારતાં પોતા માટે શું યોગ્ય છે, તે વિચારવું. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનાં કારણો ન સેવવાં અને જો ભૂલથી, અનાદિનાં સંસ્કારવશ આર્તધ્યાન અથવા રૌદ્રધ્યાના થયું હોય તો તરત જ તેમાંથી પાછા ફરવું (પ્રતિક્રમણ), તેનો પસ્તાવો કરવો (આલોચના) અને ભવિષ્યમાં આવું ફરી ક્યારેય ન થાય (પચ્ચખાણ) તેવો દ્રઢ નિર્ધાર કરવો. આવી રીતે દુર્ગાનથી બચી, પૂર્ણ યત્ન સંસારના અંતનાં કારણોમાં જ લગાવવાં યોગ્ય છે. આવી જાગૃતિ જીવનભર માટે જરૂરી છે, ત્યારે જ મરણ સમયે જાગૃતિ સહિત સમાધિ અને સમત્વભાવ રહેવાની સંભાવના રહે છે કે જેથી સમાધિ મરણ થઈ શકે. સર્વજનોને આવું સમાધિ મરણ પ્રાપ્ત થાય તેવી ભાવનાસહ, જિનાજ્ઞા વિરુદ્ધ અમારાથી કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે અમારાં મિચ્છામિ દુક્ક!
- ૐ શાંતિ! શાંતિ! શાંતિ!
આત્માર્થીએ દંભથી હંમેશા દૂર જ રહેવું જોઈએ અર્થાત્ તેણે મન-વચન અને કાયાની એકતા સાધવાનો અભ્યાસ નિરંતર કરતાં જ રહેવો જોઈએ અને તેમાં અડચણરૂપ સંસારથી બચતા રહેવું જોઈએ.
૩૦ સુખી થવાની ચાવી