________________
જો દુઃખરૂપ ફળ જીવ ઇચ્છતો નથી, તો તેના જનકરૂપ પાપ કઈ રીતે આચરાય? અર્થાત્ ન જ આચરાય, કદી જ ન આચરાય.
તેથી સદ્નસીબ બનાવવાં તથા બદ્નસીબીથી બચવાબનસીબી ઘટાડવાં રોજિંદા જીવનમાં જે કોઈ મોટાં પાપો થાય છે તે બંધ કરવાં આવશ્યક છે, જેવાં કે- કંદમૂળ-ભક્ષણ, રાત્રિભોજન, સપ્ત-મહાવ્યસન (જુગાર, દારૂ, માંસ, વેશ્યાગમન, ચોરી, શિકાર અને પરસ્ત્રીગમન અથવા પરપુરુષગમન) તથા અભક્ષ-ભક્ષણ- જેમ કે બોળ અથાણાં, મધ, માખણ વગેરે તથા અન્યાય-અનીતિથી અર્થોપાર્જન ન કરવું. આવાં મોટાં પાપો બંધ કરતાં જ નવાં દુઃખોનું આરક્ષણ બંધ થઈ જશે અને જૂનાં પાપોનો પશ્ચાતાપ કરતાં, ક્રોધ, માન, માયા, લોભ ઓછાં કરતાં (પરંતુ ભાવના તેઓને પૂર્ણ છોડવાની રાખવી અર્થાત્ ભાવના વીતરાગી બનવાની રાખવાની) તથા બાર/સોળ ભાવનાનું ચિંતન કરતાં નવાં પુણ્યનો બંધ થાય છે તથા જૂનાં પાપોનો બંધ શીથિલ થાય છે અર્થાત્ જૂનાં પાપો હળવાં બને છે. આ જ સદ્નસીબ બનાવવાનો તથા બદ્નસીબીથી બચવાનો માર્ગ છે.
અત્રે કોઈને પ્રશ્ન થાય કે અમને તો અમુક દેવ-દેવીની કૃપા તથા તેમના દર્શન-ભક્તિ કરવાથી જ સુખ મળતું દેખાય છે. તો તેઓને અમારો ઉત્તર એ છે કે- તે સુખ આપના પૂર્વ પુણ્યનું જ ફળ છે. જો આપના પાપનો ઉદય હોય તો કોઈ જ દેવ-દેવી તેને પુણ્યમાં ફેરવવા માટે શક્તિમાન નથી. પુણ્યનું ફળ માંગવું તે નિદાનશલ્યરૂપ હોવાથી, ઘણાં બધા પુણ્યનું અલ્પ ફળ મળે છે અને તે સુખ ભોગવતી વખતે નિયમથી ઘણાં જ પાપો બંધાય ૨ * સુખી થવાની ચાવી