________________
છે, કે જે ભવિષ્યના દુઃખોના જનક (કારણ) બને છે. તેથી માંગો અથવા ન માંગો, આપને આપના પૂર્વ પુણ્ય-પાપનું ફળ અવશ્ય જ મળે છે, આ જ શાશ્ર્વત નિયમ હોવાં છતાં, માંગીને પાપને આવકાર-આમંત્રણ (BOOKING INVITATION) શું કામ આપવું? અર્થાત્ ન જ માંગવું, કદી ન માંગવું.
તેથી એકવાત તો નિશ્ચિત જ છે કે પોતાને જે કાંઈપણ દુઃખ આવે છે તેમાં વાંક પોતાના પૂર્વ પાપોનો જ હોય છે, અન્ય કોઈનો’ય નહિ. જે અન્ય કોઇ દુઃખ આપતાં જણાય છે, તે તો માત્ર નિમિત્તરૂપ જ છે. તેમાં તેમનો કાંઈ જ દોષ નથી, તે તો આપને, આપના પાપથી છોડાવવાવાળાં જ છે. છતાં આવી સમજણ ન હોવાથી, આપને નિમિત્ત પ્રત્યે જરાપણ રોષ આવે, તો ફરીથી આપને પાપનું બંધન થાય છે કે જે ભવિષ્યના દુઃખોનું જનક (કારણ) બને છે. આજ રીતે અનાદિથી આપણે દુઃખો ભોગવતાં, નવાં દુઃખોનું સર્જન કરતાં રહ્યાં છીએ અને અત્યારે પણ કરી રહ્યાં છીએ. માટે આવાં અનંત દુઃખોથી છુટવાનો માત્ર એક જ માર્ગ છે કે દુઃખના નિમિત્તને હું ઉપકારી માનું કારણ કે તે મને પાપથી છોડાવવામાં નિમિત્ત થયેલ છે. તે નિમિત્તનો જરાપણ વાંક-ગુનો ન ચિંતવું, પરંતુ પોતાના પૂર્વ પાપો જ, અર્થાત્ પોતાના જ પૂર્વના દુષ્કૃત્યો જ વર્તમાન દુઃખનું કારણ છે. તેથી દુઃખ વખતે એમ ચિંતવવું કે- ઓહો! મેં આવું દુષ્કૃત્ય કરેલું! ધિક્કાર છે મને! ધિક્કાર છે!! મિચ્છામિ દુક્કડં! મિચ્છામિ દુક્કડં!! (આ છે પ્રતિક્રમણ) અને હવે નક્કી કરું છું કે આવા કોઈ જ દુષ્કૃત્યનું આચરણ હવે પછી કદી નહીં જ કરું! નહીં જ સુખી થવાની ચાવી ♦ ૩