________________
- નિત્ય ચિંતન કણિકાઓ જ
એક સમકિત પાએ બિના, તપ-જપ-કિયા ફોક; જૈસા મુર્દી સિનગારના, સમજ કહે તિલોક. અર્થાત્ - સમ્યગ્દર્શન વગરની સર્વ ક્રિયા-તપ-જપશ્રાવકપણું-શુલ્લકપણું-સાધુપણું વગેરે મડદાને શણગારવાં જેવું નિરર્થક છે. અત્રે કહેવાનો ભાવાર્થ એ છે કે આવાં સમ્યગ્દર્શન વગરની ક્રિયા-તપ- જપ-શ્રાવકપણુંક્ષુલ્લકપણું-સાધુપણું ભવનો અંત કરવાં કાર્યકારી નથી અર્થાત્ તે ન કરવું એમ નહિ, પરંતુ તેમાં જ સંતોષાઈ ન જવું અર્થાત્ તેનાથી જ પોતાને કૃત-કૃત્ય ન સમજતાં, સર્વપ્રયત્નો એક માત્ર નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે જ કરવાં. ભગવાનનાં દર્શન કઈ રીતે કરવાં? ભગવાનનાં ગુણોનું ચિંતન કરવું અને ભગવાન, ભગવાન બનવા જે માર્ગે ચાલ્યાં તે માર્ગે ચાલવાનો દ્રઢ નિર્ધાર કરવો તે જ સાચા દર્શન છે. સંપૂર્ણ સંસાર અને સાંસારિક સુખો પ્રત્યેના વૈરાગ્ય વગર અર્થાત્ સંસાર અને સાંસારિક સુખોની રુચિ સહિત મોક્ષમાર્ગની શરુઆત થવી અત્યંત દુર્લભ છે અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે.
નિત્ય ચિંતન કણિકાઓ ૩૯