________________
કહેવાય છે અને તેના વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ પણ શક્ય નથી, તેથી કરીને અત્રે જણાવેલ સમ્યગ્દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શન સમજવું.
પ્રથમ આપણે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજીશું. સમ્યગ્દર્શન એટલે દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું, અન્યથા નહિ અને જ્યાં સુધી કોઈપણ આત્મા પોતાનું યથાર્થ સ્વરૂપ સમજતો નથી અર્થાત્ સ્વની અનુભૂતિ કરતો નથી ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ પણ જાણતો નથી પરંતુ તે માત્ર દેવ-ગુરુ-ધર્મના બાહ્ય સ્વરૂપની/વેશની જ શ્રદ્ધા કરે છે અને તે તેને જ સમ્યગ્દર્શન સમજે છે પરંતુ તેવી દેવ-ગુરુ-ધર્મની બાહ્ય સ્વરૂપની/વેશની જ શ્રદ્ધા યથાર્થ શ્રદ્ધા નથી અને તેથી તે નિશ્ચય સમ્યગ્દર્શનનું લક્ષણ નથી કારણ કે જે એકને (આત્માને) જાણે છે તે સર્વેને (જીવ-અજીવ વગેરે નવ તત્ત્વો અને દેવ-ગુરુ-ધર્મના યથાર્થ સ્વરૂપને) જાણે છે અન્યથા નહિ કારણ કે તે વ્યવહારનયનું કથન છે. અર્થાત્ એક આત્માને જાણતા જ તે જીવ સાચા દેવ તત્ત્વનો અંશે અનુભવ કરે છે અને તેથી તે સાચા દેવને અંતરથી ઓળખે છે અને તેમ સાચા દેવને જાણતા જ અર્થાત્ (સ્વાનુભૂતિ સહિતની) શ્રદ્ધા થતાં જ તે જીવ તેવા દેવ બનવાના માર્ગે ચાલતા સાચા ગુરૂને પણ અંતરથી ઓળખે છે અને સાથે-સાથે તે જીવ તેવા દેવ બનવાનો માર્ગ બતાવતા સાચા શાસ્ત્રને પણ ઓળખે છે.માટે પ્રથમ તો શરીરને, આત્મા સમજવો અને આત્માને, શરીર ન સમજવું. અર્થાત્ શરીરમાં આત્મબુધ્ધિ હોવી તે મિથ્યાત્વ છે. શરીર તે પુદ્ગલ દ્રવ્યનું બનેલ છે અને આત્મા તે અલગ જ દ્રવ્ય હોવાથી પુદ્ગલને આત્મા સમજવો અથવા
સુખી થવાની ચાવી ♦ ૭
ન