________________
અર્થો સમય તો ધર્મમાં જ લગાવવાં યોગ્ય છે કારણ કે ધર્મથી અનંત કાળનું દુઃખ ટળે છે અને સાથે સાથે પુણ્યનાં કારણે પૈસા પણ સહજ જ પ્રાપ્ત થાય છે. જેમ ઘઉં વાવતાં સાથે ઘાસ આપમેળે જ પ્રાપ્ત થાય છે, તેમ સત્યધર્મ કરતાં પાપો હળવાં બને છે અને પુણ્ય તીવ્ર બને છે તેથી ભવકટીની સાથે સાથે પૈસો અને સુખ આપમેળે જ પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં અવ્યાબાધ સુખરુપ મુક્તિ મળે છે. પુરુષાર્થથી ધર્મ થાય અને પુણ્યથી પૈસા મળે. અર્થાત્ પૂર્ણ પુરુષાર્થ ધર્મમાં લગાવવો અને પૈસા કમાવવામાં ઓછામાં ઓછો સમય વેડફવો કારણ કે તે મહેનતના અનુપાતમાં (PROPORTIONATE = પ્રમાણ) નથી મળતાં પરંતુ પુણ્યના અનુપાતમાં મળે છે. કર્મોનો જે બંધ થાય છે, તેનાં ઉદયકાળે આત્માનાં કેવાં ભાવ થશે અર્થાત્ તે કર્મોનાં ઉદયકાળે નવાં કર્મો કેવાં બંધાશે તેને અનુબંધ કહે છે; તે અનુબંધ અભિપ્રાયનું ફળ છે, માટે સર્વ પુરુષાર્થ અભિપ્રાય બદલાવવાં લગાવવો અર્થાત્ તેને સમ્યફ કરવામાં લગાવવો. સ્વરુપથી હું સિદ્ધસમ હોવાં છતાં, રાગ-દ્વેષ મારાં કલંક સમાન છે તેને ધોવાનાં (ટાળવાનાં) ધ્યેયપૂર્વક, ધગશ, અને ધૈર્યસહિત ધર્મપુરુષાર્થ આદરવો.
નિત્ય ચિંતન કણિકાઓ ૪૩