________________
રાત્રિભોજન વર્જય છે. જૈનેત્તર દર્શનમાં તો રાત્રિભોજનને માંસ ખાવા સમાન અને રાત્રે પાણી પીવાને લોહી પીવા સમાના જણાવેલ છે અને બીજું, રાત્રિભોજન કરવાવાળાના સર્વ તપજપ-જાત્રા એ સર્વ ફોક થાય છે અને રાત્રિભોજનનું પાપ સેંકડો ચંદ્રાયતન તપથી પણ ધોવાતું નથી એમ જણાવેલ છે.
જૈન દર્શન અનુસાર પણ રાત્રિભોજનનું ઘણું પાપ જણાવેલ છે. અત્રે કોઈ એમ કહે કે રાત્રિભોજન ત્યાગ વગેરે વ્રતો અથવા પડિમાઓ(પ્રતિમાઓ) તો સમ્યગ્દર્શન બાદ જ હોય છે તો અમોને તે રાત્રિભોજનનો શો દોષ લાગે? તો તેઓને અમારો ઉત્તર છે કે રાત્રિભોજનનો દોષ સમ્મદ્રષ્ટિ કરતાં મિથ્યાદ્રષ્ટિને અધિક જ લાગે છે કારણ કે મિથ્યાદ્રષ્ટિ તેને રાચી- માચીને સેવતો (કરતો) હોય છે જયારે સમ્યદ્રષ્ટિ તો આવશ્યક ના હોય, અનિવાર્યતા ન હોય તો આવાં દોષોનું સેવન જ નથી. કરતો અને જો કોઈ કાળે આવાં દોષોનું સેવન કરે છે તો પણ ભીરુભાવે અને રોગના ઔષઘ તરીકે કરે છે, નહિ કે આનંદથી અથવા સ્વચ્છેદે. આથી કોઈપણ પ્રકારનો છળ કોઈએ ઘર્મશાસ્ત્રોમાંથી ગ્રહણ ન કરવો કારણ કે ઘર્મશાસ્ત્રોમાં દરેક વાતો અપેક્ષાએ હોય છે. તેથી કરીને વ્રતો અને પડિમાઓ(પ્રતિમાઓ) પાંચમાં ગુણસ્થાનકે કહી છે. તેનો અર્થ એવો ન કાઢવો કે અન્ય કોઈ નિમ્ન ભૂમિકાવાળાંઓ તેને
૩૪ - સુખી થવાની ચાવી