________________
હવે અમે ધ્યાન વિશે થોડુંક જણાવીએ છીએ. કોઈપણ વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ આદિ ઉપર મનનું એકાગ્રતાપૂર્વકનું ચિંતન ધ્યાન કહેવાય છે. મનનું સમ્યગ્દર્શન માટે ખૂબ જ મહત્વ છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય પણ મનથી જ ચિંતવાય છે, અને અતિન્દ્રિય સ્વાત્માનુભૂતિકાળે પણ તે ભાવમન જ અતિન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે છે. તેથી કરીને મન ક્યા વિષય ઉપર ચિંતન કરે છે અથવા મન ક્યા વિષયોમાં એકાગ્રતા કરે છે તેના ઉપર જ બંધ અને મોક્ષનો આધાર છે અર્થાત્ મન જ બંધ અને મોક્ષનું કારણ છે.
કર્મો મન-વચન-કાયાથી બંધાય છે, તેમાં સૌથી ઓછાં કર્મ કાયાથી બંધાય છે કારણ કે કાયાની શક્તિને એક સીમા છે જયારે વચનથી કાયા કરતાં અધિક કર્મોનો બંધ થાય છે અને સૌથી વધારે કર્મોનો બંધ મનથી જ થાય છે કારણ કે મનને કોઈ જ સીમા નડતી નથી. અર્થાત્ મનનું બંધ અને મોક્ષમાં અનેરું મહત્વ છે, તેથી જ સર્વ સાધનાનો આધાર મન ઉપર જ છે અને મન ક્યા વિષય ઉપર ચિંતન કરે છે તે જાણવું અત્યંત આવશ્યક થઈ જાય છે કારણ કે તેનાથી જ આત્માની યોગ્યતા જણાય છે અને નવા કર્મોના બંધથી પણ બચી શકાય છે.
આ મનની એકાગ્રતારૂપ ધ્યાન શુભ, અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારે હોય છે. તે ધ્યાનમાં ચાર પ્રકારો છે, જેમ કે - આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન; તેનાં પણ ઘણાં પેટા પ્રકારો છે. મિથ્યાત્વી જીવોને આર્તધ્યાન અને રૌદ્રધ્યાના નામના બે અશુભ ધ્યાન સહજ જ હોય છે કારણ કે તેવા જ ધ્યાનનાં,
સુખી થવાની ચાવી છે. ૧૩