Book Title: Aatmakathana Amrut Binduo
Author(s): Mohandas Karamchand Gandhi, Gandhiji
Publisher: Balabhai Virchand Desai
Catalog link: https://jainqq.org/explore/005420/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ". SSSSS 10000000000000000 vaad. 6000000000000 ત્મકથાનાં અમૃત બિન્દુઓ. લેખક-મહાત્મા ગાંધીજી. नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. સગ્રાહક આલાભાઇ વીરચ' દેસાઇ, sease.000ser 00000000se 0.00 Page #2 -------------------------------------------------------------------------- ________________ TRAILEANINDIAMMAN CHANNEL - HTTINAD HARMILAGAIMADAINIAN I IIIIIIIIIII R Ililhilliiliiliilllllllllllllllllllllllllllllllllllllllllllllllllll આત્મકથાનાં અમૃત બિન્દુઓ. લેખક-મહાત્મા ગાંધીજી. II Illul Illumillillllllllllllllllllllllllllllllllllllllllllllllllllline fulllllllll IIIIMahalITIUlhill milllllllII/IIIIIIIImAmmalllllllll luiiiiiii iitis illuminutibulu ulllllllllllllllllllllllllllllll llllllllllllllllllll AmAlllllumAJINITE સંગ્રાહકબાલાભાઈ વીરચંદ દેસાઈ. ( ભિક્ષુ. ) સુલચ બે આના a u n u suuuuuuuuuuuuuuuuuuuuuuuuune For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકરતિલાલ દીપચંદ દેસાઇ, શ્રી વિજયધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિર, એલનગંજ-આગ્રા. પ્રથમ આવૃત્તિ ++++++++++++ : પ્રાપ્તિ સ્થાન : આર, વનમાળીદાસ, સી. પી. ટેન્ક, મુંબઇ નાગરદાસ પ્રાગજી બુકસેલર, દેશીવાડાની પોળ, અમદાવાદ, જયતિલાલ મણિલાલ ઘડીઆળી, ભાવનગર. મુદ્રકઅંબાલાલ વિઠ્ઠલભાઇ ઠક્કર. લહાણમિત્ર સ્ટીમ પ્રા. પ્રેસ, વડેદરા. તા. ૧૫-૯-૧૯૩૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ વાંચતાં પહેલાં જરા પહેલાં કંઈક “ સત્યના પ્રત્યેાગા અને આત્મકથા ઘણા સમય મેં વાંચી હતી. તે સમયે મને તેમાં વધારે સમજવા જેવું દેખાણું હતુ. પણ અન્ય કાર્યોના ખેાજા નીચે દુખાતાં તે ન બની શકયુ'. પણ સુભાગ્યે પુનઃ તેને વાંચવાને અને વિચારવાના સમય મળતાં મને એમાં સુંદર અને સત્ય વિચારાના સાગર ઉછળત નજરે પડયા જીવનને માટે કાંઇ સમજવા જેવુ' દેખાયું. આત્મકથાનાં કેટલાંક પ્રકરણાએ, કેટલાક ફકરાઓએ, કેટલીક લાઇનેાએ મારા ઉપર સારી જેવી અસર કરી. મારી દ્રષ્ટિએ એ ધ વચના જેવાં દેખાયાં. અકસ્માત્ મારું મન એના સંગ્રહ કરવાને લલચાયું. અને ઉત્સાહથી—બની શકે તેટલી સાવચેતીથી કેટલાક ફકરા ઉતારી લીધા અને એ નેટબુક મારી પ્રિય પેાથી બની. પણ જેમ કાળે નાનું એવું ઝાડ કબીરવડ અને તેમ મારી હસ્તલિખિત પાથી આજે છપાએલ પુસ્તકનું સ્વરૂપ ધારણ કરે છે અને એ સ્વરૂપ નિર્માતા તરીકે સ્નેહી અભયં ભગવાનદાસ ગાંધીના આભાર માનવા રહ્યો. મે શ્રી 39 વિશ્વ વિખ્યાત ગાંધીજીને ભલે કા મહાત્મા કહેતાં ખચકાતુ હાય, રાજનીતિનેા તેમને ભલે રાજનીતિ ધુરંધર કહેતાં ખચકાતા હાય, ધર્માચાર્યાં તેમને ધર ધર કહેતાં ખચકાતા હાય, ક્રાઇ પયગમ્બર કે અવતાર માનવા ના પાડતા હોય પણ. તેમને એક સાચા મનુષ્ય તરીકે ઓળખવાની ના પાડનાર કાષ્ટક જ વિચાર શકિતવાળા કદાચ નીકળે ? અને માનવજીવનમાં માનવ જીવનની શ્રેષ્ઠ ભૂમિકાએ પહેાંચવુ તેજ સૌથી સારૂં લક્ષ્ય ડ્રાઇ For Personal & Private Use Only 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ શકે. છતાં મહાત્માજીની દૃષ્ટિએ તેમની નમ્રતા-લધુતા કેવી છે તે સર્વ વિદિત છે. તે પ્રત્યેક વાચક અને હૃદયનાં કાલુળો ક્ષણ માટે દૂર કરી વાંચે. કારણ કે મેલા કાચમાં શુદ્ધ પ્રતિબિમ્બ ન પડી શકે. વાંચે અને વિચારક તરીકે વાંચે. એક એક વાકય એક એક ગીતા વચનની ગરજ સારશે. વાંચનાર ગાંધીજીને કાંઈક આચાર અને વિચારમાં સમજતો થશે. ભ્રમનાં આવર્તે નીકળી જશે. આ પ્રયત્ન મેં મારી ખાતર જ કર્યો હતો. બીજાની ખાતર યા અન્ય લાલચથી ને તે જ કર્યો. આ પ્રયત્ન જેમ મને સારે લાભ આપ્યો છે તેમ વાચકને આપે એ જ વાંચ્છા. અન્તમાં વાચક વિચારકની દૃષ્ટિએ વચે, આટલી નાની પુસ્તિકામાં જ ખજાને–અમૂલ્ય ખજાને ભર્યો છે. આવડે તે ખેળી લે અને ભગવે ! વાચકના લાભમાં જ સંગ્રાહક પિતાની મહેનતનું મૂલ્ય મુલાવે છે. સંગ્રાહક બાલાભાઈ વી. દેસાઈ. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ ભલે મારા જેવા અનેકને ક્ષય થાઓ પણ સત્યને જય થાઓ. અલ્પાત્માને માપવા સારૂ સત્યને ગજ કદી કે ન બને! વહેલની આજ્ઞાનું પાલન કરવું એટલું હું સમજે હતે. તેઓ કહે તેમ કરવું, કરે તેના કાજી આપણે ન બનવું. સારી જાતને વિશ્વાસ છે કે વિવાહ અને વિદ્યાભ્યાસ બેઉ એક સાથે તે હિંદુ સંસારમાંજ હોય. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઆ વ્યાયામને એટલે શારીરિક કેળવણીને માનસિકના જેવુંજ સ્થાન વિદ્યાભ્યાસમાં હાવુ જોઇએ. સાચુ' ખેલનારે અને સાચુ* કરનારે ગાફેલ પણ નજ રહેવુ' જોઇએ. પણ કાઇ હિં'દુ માળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવુ જોઇએ. મે” વિષયની ઇચ્છા કરી એટલે હું તે કરી ચૂકયા. છતાં લૌકિક દષ્ટિએ ઈચ્છા કર્યાં છતાં પ્રત્યક્ષ ક્રમથી જે ખચે છે તેને આપણે બચ્ચા ગણીએ છીએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હાય નહિ. મિત્રતામાં અદ્વૈતભાવના હાય.એવી મિત્રતા જગતમાં વચિતજ જોવામાં આવે છે. મિત્રતા સરખા ગુણવાળા વચ્ચે શેલે અને નભે, મિત્રતા એક ખીજાના ઉપર અસર પાડયા વિના ન જ રહે એટલે મિત્રતામાં સુધારાને અવકાશ મહુઆ હોય છે. મારા અભિપ્રાય એવા છે કે અંગત મિત્રતા અનિષ્ટ છે. કેમકે મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે, ગુણ ગ્રહણ કરવાને પ્રયાસની For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુ આવશ્યકતા છે. જેને આત્માની, ઇશ્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવુ. ઘટે છે. મે' સ્ત્રીને હંમેશાં સહનશીલતાની મૂર્તિ કલ્પી છે. નાકર ઉપર ખાટા વહેમ જાય ત્યારે નાકર નાકરી છેડે, પુત્ર ઉપર એવુ વીતે તે માપનુ ઘર છેડે, મિત્ર મિત્ર વચ્ચે વહેમ દાખલ થાય ત્યારે મિત્રતા તુઢે, સ્ત્રી ધણી ઉપર વહેમ લાવે તે સમસમીને બેસી રહે, પણ જો પતિ પત્નીના વિષે વહેમ લાવે તા પત્નિના બિચારીના ભાગજ મળ્યા. તે કયાં જાય ? ઉચ્ચ મનાતા વની હિંદુ સ્ત્રી અદાલતમાં જઇ અધાએલી ગાંઠને કપાવી પણ ન શકે, એવા એક પક્ષી ન્યાય તેને સારૂ રહેલા છે. ૧૦ પત્ની પતિની દાસી નથી. પણ સહચારિણી છે, સહુધમિ`ણી છે, અને એક ખીજાનાં દુ:ખનાં ભાગીદાર સરખાં છે. અને જેટલી સ્વતંત્રતા–સારૂં નઠારૂ કરવાની પતિને છે તેટલીજ સીતે છે. ૧૧ સ્વાદનું ખરૂ સ્થાન જીભ નથી પણુ મન છે. ૧૨ તે ( સુરાપ) મુલકમાં નિશાળમાં કે કાલેજમાં ભણનારા કોઇ વિવાહિત ન હાય. વિવાહિતને વિદ્યાર્થીજીવન ન હાય. આપણામાં તે પ્રાચીનકાળમાં વિદ્યાર્થી બ્રહ્મચારીનેજ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિ દુઆ નામે ઓળખાતું. આ જમાનામાં જ બાલવિવાહને ચાલ જડ છે. ધર્મશાસ્ત્રનું ને દુનિયાના ધર્મનું કંઈક ભાન તે થયું પણ તેવું જ્ઞાન મનુષ્યને બચાવવા સારૂં પુરતું નીવડતું નથી. આપત્તિ વેળા જે વસ્તુ મનુષ્યને બચાવે છે તેનું તેને તે વેળા ભાન હોતું નથી. નાસ્તિક જ્યારે બચે છે ત્યારે કહે છે કે પિતે અકસ્માતથી બચી ગયે. આસ્તિક એવે પ્રસંગે કહેશે કે મને ઈશ્વરે બચાવ્ય, ધર્મોના અભ્યાસથી. સંયમથી ઈશ્વર તેના હૃદયમાં પ્રગટ થાય છે, એવું અનુમાન પરિણામ પછી તે કરી ચે છે. એવું અનુમાન કરવાને તેને અધિકાર છે. પણ બચતી વેળા તે જાણતા નથી કે તેને તેને સંયમ બચાવે છે કે કેણ બચાવે છે ? જે પિતાના સંયમબળનું અભિમાન રાખે છે તેને સંયમ રોળાઈ ગયેલો કેણે નથી અનુભવ્યું? શાસ્ત્રજ્ઞાન તે એવે સમયે થથાં સમાન લાગે છે. અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય, પણ આત્મદર્શન કરાવનાર અપૂર્ણ શિક્ષકથી નજ ચલાવાય. ગુરૂપદ તે સંપૂર્ણ જ્ઞાનીનેજ અપાય. ગુરૂની શોધમાં સફળતા રહેલી છે. કેમકે શિષ્યની ચેગ્યતા પ્રમાણેજ ગુરૂ મળે છે. યોગ્યતા પ્રાપ્તિને સારૂ સંપૂર્ણ પ્રયત્નને દરેક સાધકને અધિકાર છે, એ તેને અર્થ છે. એ પ્રયત્નનું ફળ ઈશ્વરાધીન છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુએ જે વસ્તુ જાહેરમાં ન કરાય, તે છુપી રીતે કરવા મારૂં મન જ કબુલ ન કરતું. સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી. પણ આપણે ખાઈએ છીએ, પીઈએ છીએ, ચાલીએ બેસીએ છીએ, એ બધું જેટલું સાચું છે તેના કરતાં તે વધારે સાચી વસ્તુ છે. એજ સાચું છે, બીજું બધું બેટું છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઈ વાણીના વૈભવ નથી. તેનું મુળ કંઠ નથી પણ હૃદય છે. તેથી જે આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ તે તેમાંથીજ સૂર નીકળે છે. તે સૂર ગગનગામી બને છે. તેને સારૂં જીભની આવશ્યકતા નથી. એ સ્વભાવેજ અદભૂત વસ્તુ છે. વિકારે રૂપી મળેની શુદ્ધિ કરવા સારૂ હાદિક ઉપાસના જીબુટી છે. પણ તે પ્રસાદી સારૂ આપણુમાં સંપૂર્ણ નમ્રતા જઈએ. ૧૭. - મુકવાની મારી વૃત્તિને મેં શેખ તરીકે ઓળખાવી છે. કેમકે હું જોઈ શક છું કે જ્યારે આ ગુણે આનંદદાયક થઈ પડે છે ત્યારે નભી શકે છે. તાણીતૂસીને અથવા દેખાવ કે શરમને ખાતર થાય છે ત્યારે તે માણસને કચડે નાખે છે. તે For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્થાનાં અમૃતબિંદુએ તે કરતા છતા માણસ કરમાય છે. જે સેવામાં આનંદ નથી મળતા, તે નથી સેવકને ફળતી કે નથી સેવ્યને ભાવતી. જે સેવામાં આનંદ મળે છે તે સેવા આગળ એશઆરામ કે ધનાપાન ઇત્યાદિ પ્રવૃત્તિ તુચ્છ લાગે છે. ૧૮ ઘણી જાહેર સંસ્થાઓની ઉત્પત્તિને સારૂ તેમજ તેમના તંત્રને સારૂ જવાબદાર રહ્યા પછી મારા હૃઢ નિર્ણય એ થયેા છે કે કાઇ પણ જાહેર સંસ્થાએ સ્થાયી ક્રૂડ ઉપર નલવાના પ્રયત્ન ન કરવા જોઈએ. તેમાં તેની નૈતિક અધેાગતિનું મૂળ રહેલુ છે. ૧૯ હરકાઇ સ’સ્થાના ઝીણવટથી રખાએલા હિસાબ તેનુ નાક છે. તેના વિના તે સંસ્થા છેવટે ગઢી ને પ્રતિષ્ઠા રહિત થઈ જાય છે. શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસભવિત છે, ૨૦ જાહેર કામ કદી કરજ કરીને કરવું નહિ. લેાકેાને ખીજા' કામા માટે ભલે વિશ્વાસ રખાય, પણ પૈસાના વાયદાના વિશ્વાસ ન રખાય. ભરાયેલી રકમ આપવાના ધ લેાકેા કયાંયે નિયમિત રીતે પાળતા નથી એમ મે' જોઈ લીધુ હતું. ૧૦ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્જાનાં અમૃતબિંદુઓ જ્યાં સંસ્કાર બળવાન છે ત્યાં શીખામણુ બધી મિથ્યા લવારે થઈ પડે છે. મને હું એવું પ્રમાણ પત્ર સહેજે આપી શકું છું કે મારી જીભ કે કલમમાંથી વિચાર્યા વિના કે માપ્યા વિના ભાગ્યેજ કેઈ શબ્દ નીકળે છે. મારાં ભાષણ કે લખાણમાંના કઈ ભાગને સારૂ મને શરમ કે પશ્ચાતાપ કરવાપણું છે એવું મને સ્મરણ નથી. અનેક ભયેમાંથી હું બચી ગયો છું. ને મારે ઘણે વખત બચી ગયે છે એ વળી અદકે લાભ. અનુભવે મને એવું પણ બતાવ્યું છે કે સત્યના પુજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણે અજાણે પણ મનુષ્ય ઘણીવેળા અતિશયોક્તિ કરે છે. અથવા જે કહેવા ગ્ય હોય તે છુપાવે છે કે જુદી રીતે કહે છે. આવાં સંકટેમાંથી બચવાને ખાતર પણ અ૫ભાષી થવું આવશ્યક છે. ડું બોલનાર વગર વિચારે નહીં બોલે. પિતાના દરેક શબ્દને તાળશે. હું પાપના પરિણામથી મુકિત નથી માગતે, હું તે પાપવૃત્તિમાંથી, પાપી કર્મમાંથી મુકિત માગું છું. તે ન મળે ત્યાં લગી મારી અશાન્તિ મને પ્રિય રહેશે. ૧૧ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુએ વેપારમાં સત્ય ન ચાલે એવું હું વેપારીઓને મેથી સાંભળતું આવ્યું હતું. એ વાત હું ત્યારે નહેાતે માનતે, આજ પણ નથી માનતે. “વેપારને અને સત્યને ન બને” એમ કહેનારા વેપારી મિત્ર આજ પણ પડયા છે. તેઓ વેપારને વ્યવહાર કહે છે, સત્યને ધર્મ કહે છે અને દલીલ કરે છે કે વ્યવહાર એક વસ્તુ છે, ધર્મ બીજી. વ્યવહારમાં શુદ્ધ સત્ય ન જ ચાલે. તેમાં યથાશકિત જ સત્ય બોલાય ચલાય. આ સ્થિતિને મેં મારા ભાષણમાં વિરોધ કર્યો. મેં તે નિયમ જ કર્યો છે કે મારી જાત ઉપર વીતે તેને સારુ મારે અદાલતે ન જ ચઢવું, એટલે મારે કેસ નથી કરે. હું ખરી વકીલાત શીખે. મનુષ્યની સારી બાજુ બળી કાઢતાં શીખે. મનુષ્ય હૃદયમાં પ્રવેશ કરતાં શીખ્યો. મેં જોયું કે વકીલનું કર્તવ્ય પક્ષકારેની વચ્ચે પડેલી તૂટ સાંધવાનું છે. આ શિક્ષણે મારા મનમાં એવી જડ ઘાલી કે મારી વીસ વર્ષની વકીલાતને મુખ્ય કાળ મારી ઓફીસમાં બેઠાં સેંકડે કેસોની સમાધાન કરાવવામાં જ ગયા. તેમાં મેં ખોયું નહિ. દ્રવ્ય એવું એમ પણ ન કહેવાય. આત્મા તે ન જ છે. - ૨૮ અદાલતેનું ચિહન ત્રાજવું છે. તેને ઝાલનાર એક For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુએ નિષ્પક્ષપાતી, આંધળી પણ ડાહી ડાસી છે. તેને વિધિએ જોઈને ટીલુ ન કરે પણ જે આંધળી ઘડી છે. જેથી તે માં ગુણે ચેાગ્ય હાય તેને ટીલું કરે, ૨૯ બીજાને નામેાશ કરી મનુષ્યા પાતે કેમ માન માની શકતાં હશે એ કોયડા હજુ લગી હું ઉકેલી શકયા નથી. ૩૦ જયાં જ્યાં ઉદારતા, સહિષ્ણુતા અને સત્ય છે ત્યાં ભેદ પણ લાભદાયક નીવડે છે. કરે. ૩૧ દેશપ્રેમી એક પણ અંગને અને ત્યાં લગી જતુ ન મારા અનુભવ મને આપીને આપણે ન્યાય વહેલા ૩૧ કહે છે કે સામા પક્ષને ન્યાય મેળવીએ છીએ. ૩૩ અનેલા મનાવાને વિષે આવી ચર્ચાજ મિથ્યા છે. અનેલાને સમજી લઇએ. તેમાંથી શીખવાનું મળે તેટલું શીખી લઇએ, એટલું જ ઉપયાગી છે. અમુક પ્રસંગે અમુક મનુષ્ય શું કરશે એ નિર્ણયપૂર્વક કહી જ ન શકાય. તેમજ મનુષ્યના માહ્યાચાર ઉપરથી તેના ગુણુની જે પરીક્ષા થાય છે તે ૧૩ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ અધુરી હોઈ અનુમાન માત્ર હોય છે, એમ પણ આપણે જોઈ શકીએ છીએ. ૩૪ જાહેર સંસ્થા એટલે લેકની મંજુરી ને લેકેનાં નાણાંથી ચાલતી સંસ્થા. એ સંસ્થાને જ્યારે કેની મદદ ન મળે, ત્યારે તેને હસ્તી ભેગવવાનો અધિકાર જ નથી. સ્થાયી મિલ્કતથી નભતી સંસ્થા લેકમતથી સ્વતંત્ર બની જતી જોવામાં આવે છે. ને કેટલીક વેળા તે ઉલટાં આચરણ પણ કરે છે. આ અનુભવ હિંદુસ્તાનમાં આપણને ડગલે ડગલે થાય છે. કેટલીક ધાર્મિક ગણાતી સંસ્થાઓના હિસાબ કિતાબનું ઠેકાણું જ નથી. તેના વાલીઓ તેના માલીક થઈ પડ્યા છે, ને કેઈને જવાબદાર હેય તેમ નથી. જેમ કુદરત પોતે રેજનું પેદા કરી રેજનું જમે છે. તેમ જાહેર સંસ્થાઓનું હોવું જોઈએ એ વિષે મને શંકા જ નથી. જે સંસ્થાને લેકે મદદ કરવા તૈયાર ન હોય તેને જાહેર સંસ્થા તરીકે નભવાને અધિકારજ નથી. પ્રતિવર્ષ મળતું ફાળો તે તે સંસ્થાની લોક પ્રિયતાની અને તેના સંચાલકની પ્રમાણિકતાની કસોટી છે. અને દરેક સંસ્થાએ એ કસેટી ઉપર ચઢવું જોઈએ એ મારો અભિપ્રાય છે. ૧૪ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ આ લખાણની ગેરસમજ ન થાઓ? ઉપરની ટીકા એવી સંસ્થાઓને લાગુ નથી પડતી કે જેને મકાન ઈત્યાદિની આવશ્યકતા હેય. જાહેર સંસ્થાઓના ચાલુ ખાને આધાર લેકે પાસેથી મળતા ફાળા ઉપર રહેવું જોઈએ. ૩૫ આપણામાં એ વહેમ છે કે પહેલાં પાંચ વર્ષ બાળકને કેળવણી પામવાપણું હોતું નથી. ખરી વાત એ છે કે પહેલાં પાંચ વર્ષમાં બાળક જે પામે છે તે પછી પામતું જ નથી. બાળકની કેળવણી માતાના ઉદરથી જ શરૂ થાય છે એમ હું અનુભવથી કહી શકું છું. ૩૫ જે સમજુ દંપતિ હશે તે તો કદી દંપતીસંગને વિષય વાસના સતેજવાનું સાધન નહિં બનાવે. પણ જ્યારે તેમને સંતતિની ઈચ્છા થશે ત્યારેજ સંગ કરશે. રતિસુખ એક સ્વતંત્ર વસ્તુ છે એમ માનવામાં મને તે ઘોર અજ્ઞાનજ જણાય છે. જનનક્રિયા ઉપર સંસારની હસ્તીને આધાર છે. સંસાર એ ઈશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિ. માનું પ્રતિબિમ્બ છે. તેની સુવ્યવસ્થિત વૃદ્ધિને અર્થેજ રતિક્રિયા નિમાયેલી છે, એમ સમજનાર વિષય વાસનાને મહા પ્રયત્ન કરીને પણ કરશે. અને રતિભેગને પરિણામે જે ૧૫. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્જાનાં અમૃતબિંદુઓ સંતતિ થાય તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રક્ષા કરવાને અંગે, મેળવવું જોઈએ તે જ્ઞાન મેળવશે, ને તેને ઉપયોગ પોતાની પ્રજાને આપશે. ૩૭ વત બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે. ૩૮ મેં જોયું કે વ્રતથી ન બંધાવામાં મનુષ્ય મેહમાં પડે છે. વ્રતથી બંધાવું એ વ્યભિચારમાંથી નીકળી એક પત્નીને સંબંધ બાંધવા જેવું છે. “હું પ્રયત્ન કરવામાં માનું છું વ્રતથી અંધાવા નથી માગત”એ વચન નિર્બળતાની નિશાની છે. ને તેમાં સૂક્ષમ રીતે ભેગની ઈચ્છા છે. - જે વસ્તુ ત્યાજ્ય છે તેને સર્વથા ત્યાગ કરવામાં હાનિ કેમ હોઈ શકે? જે સર્પ મને કરડવાને છે તેને હું નિશ્ચયપૂર્વક ત્યાગ કરૂં છું, ત્યાગને માત્ર પ્રયત્ન કરતું નથી. હું જાણું છું કે માત્ર પ્રયત્ન પર રહેવામાં મરવું રહેલું છે. પ્રયત્નમાં સર્પની વિકરાળતાના સ્પષ્ટ જ્ઞાનને અભાવ છે. તેજ પ્રમાણે જે વસ્તુના ત્યાગને આપણે માત્ર પ્રયત્ન કરીએ છીએ તે વસ્તુના ત્યાગની યોગ્યતાને વિષે આપણને સ્પષ્ટ દર્શન નથી થયું એમ સિદ્ધ થાય છે. ૩૯. બહાચર્યનું પાલન કરવું હોય તે સ્વાદેન્દ્રિય ઉપર કાબુ મેળવજ જોઈએ. જે સ્વાદને છતાય તે બ્રહ્મચર્ય અતિશય સહેલું છે એ મેં જાતે અનુભવ્યું. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુએ ઇન્દ્રિય દમનના હેતુથી ઈચ્છાપૂર્વક કરેલા ઉપવાસની ઇન્દ્રિય જમનમાં બહુ મદદ મળે છે, એ વિષે મને શંકા નથી. કેટલાક લેકે ઉપવાસ કર્યા છતાં નિષ્ફળ જાય છે તેનું કારણ એ છે કે ઉપવાસજ બધું કરી શકશે એમ માની તેઓ માત્ર સ્થળ ઉપવાસ કરે છે. ને મનથી છપ્પન ભેગ આરોગે છે. ઉપવાસ દરમ્યાન ઉપવાસ છુટયે શું ખાઈશું એના વિચારને સ્વાદ લીધા કરે છે. ને પછી ફરીયાદ કરે છે કે નથી સ્વાદેન્દ્રિયને સંયમ થશે અને નથી જનનેન્દ્રિયને ૪૧ ઉપવાસની ખરી ઉપયોગીતા ત્યાંજ હેય જ્યાં માણસનું મન પણ દેહદમનમાં સાથ આપે. એટલે કે મનને પણ વિષયલેગ પ્રત્યે વૈરાગ્ય આવ્યે હવે જોઈએ. વિષયનાં મૂળિયાં મનમાં રહેલાં છે. ઉપવાસાદિ સાધનોની મદદ જો કે ઘણી છતાં પ્રમાણમાં ભેજ હોય છે. એમ કહી શકાય કે ઉપવાસ કરતે છતે મનુષ્ય વિષયાસક્ત રહી શકે છે ખરે. પણ ઉપવાસ વિના વિષયાશક્તિને જડમૂળથી નાશ સંભવ નથી. તેથી બહાચર્યના પાલનમાં ઉપવાસ અનિવાર્ય અંગ છે. સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેને જેમ સેવે તેમ તેમાંથી અનેક ફળે નિપજતાં જોવામાં આવે છે. તેને અંતજ હોતો નથી. જેમ જેમ તેમાં ઉંડા ઉતરીએ તેમ તેમ તેમાંથી રને મળ્યાં કરે છે, સેવાના પ્રસંગો જડયા કરે છે. ૧૭. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ ૪૩ જાહેર સેવકને અંગત ભેટ ન હોય એવા અભિપ્રાય ઉપર હું આવેલો છું. ૪૪ મેં માન્યું અને હજુ માનું છું કે ગમે તેવાં કામછતાં જેમ આપણે ખાવાને સમય કાઢીએ છીએ તેમજ વ્યાયામને કાઢ જોઈએ. તેથી દેશની સેવા વધારે થાય, પણ ઓછી નહિ એ મારે નમ્ર અભિપ્રાય છે. મારે મન ઘેટાંના જીવની કિંમત મનુષ્યના જીવના કરતાં ઓછી નથી. મનુષ્ય દેહને નિભાવવા હું ઘેટાંને દેહ લેવા તૈયાર ન થાઉં. જેમ વધારે અપંગ છવ તેમ તેને મનુઅબ્દના ઘાતકીપણાથી બચવા મનુષ્યના આશ્રયને વધારે અધિકાર છે એમ હું માનું છું. પણ તેવી ચગ્યતા વિના મનુષ્ય આશ્રય આપવા પણ અસમર્થ છે. ઘેટાંને આ પાપી હોમમાંથી બચાવવા મારી પાસે છે તેના કરતાં અતિશય વધારે આત્મશુદ્ધિની અને ત્યાગની આવશ્યકતા છે. એ શુદ્ધિ અને એ ત્યાગની અત્યારે તે ઝંખના કરતાંજ મારે મરવું રહ્યું છે એમ લાગે છે. એ કે તેજસ્વી પુરૂષ કે એવી કઈ તેજસ્વિની સતી પેદા થાઓ જે આ મહાપાતકમાંથી મનુષ્યને બચાવે, નિર્દોષ પ્રાણુઓની રક્ષા કરે ને મંદિરને શુદ્ધ કરે, એવી પ્રાર્થના તે નિરંતર કરું છું. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ ભગવાનની દયા વિષે જે કઈને શંકા હોય તે આવાં (કાશી વિશ્વનાથ જેવાં) તીર્થ ક્ષેત્રે જુએ. તે મહાગી પિતાને નામે કેટલાં ધતીંગ, અધર્મ, પાખંડ ઈત્યાદિ સહન કરે છે. તેણે તે કહી મેલ્યું છે. .. 'ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् , એટલે કે “કરણી તેવી ભરણી કમને કેણ મિથ્યા કરનારૂં છે? પછી ભગવાનને વચમાં પડવા પણું જ કયાં છે? તેણે તે પિતાને કાયદો બનાવીને હાથ ધોઈ નાખ્યા છે. મને તે લાગે છે કે મનુષ્યના ધર્મની કસોટી (આજ) સમયે થાય. ખરેખેટે પણ મેં એ ધર્મ માન્યું છે કે મનુષ્ય માંસાદિક ન ખાવાં જોઈએ. જીવનનાં સાધનાની પણ હ૪ હેય. જીવવાને ખાતર પણ અમુક વસ્તુઓ આપણે ન કરીએ. ૪૮ પ્રયત્નશીલ બ્રહ્મચારી પિતાની ઉણપનું નિત્ય દર્શન કરશે. પિતાનામાં ખૂણેખાંચરે છુપાઈ રહેલા વિકારેને ઓળખી લેશે, ને તેમને કાઢવા સતત પ્રયત્ન કરશે. જ્યાં લગી વિચારો પર એ કાબુ નથી મળે કે ઇચ્છા વિના એક પણ વિચાર ન આવે, ત્યાં લગી સંપૂર્ણ ૧૯ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ બ્રહાચર્ય નથી. વિચાર માત્ર વિકાર છે. તેને વશ કરવા એટલે. મનને વશ કરવું અને મનને વશ કરવું તે વાયુને વશ કરવા કરતાં ચે કઠિન છે. આમ છતાં જો આત્મા છે તે આ વસ્તુ પણ સાધ્ય છે જ. ૫૦ આ જગતમાં જ્યાં ઈશ્વર કહે કે સત્ય કહે તે સિવાય બીજું કંઈ જ નિશ્ચિત નથી ત્યાં નિશ્ચિતપણને ખ્યાલ કર એજ દેષમય લાગે છે. આ જે બધું આપણી આસપાસ દેખાય છે ને બને છે તે બધું અનિશ્ચિત છે, ક્ષણિક છે, તેમ જે પરમતત્વ નિશ્ચિત રૂપે છુપાએલું છે તેની ઝાંખી સરખી થાય, તેની ઉપર શ્રદ્ધા રહે, તે જ જીવ્યું સાર્થક થાય. તેની શોધ એ જ પરમ પુરૂષાર્થ છે. ક્ષણે ક્ષણે વૈદ્ય, હકીમ, અને દાક્તરને ત્યાં દેડવાથી ને શરીરમાં અનેક વસાણાં અને રસાયણે ભરવાથી મનુષ્ય પિતાનું જીવન ટુંકું કરે છે, એટલું જ નહિ, પણ પોતાના મન ઉપર કાબુ મેઈ બેસે છે, તેથી મનુષ્યત્વ ઓઈ બેસે છે. અને શરીરને સ્વામી રહેવાને બદલે શરીરને ગુલામ બને છે. પર મારી માન્યતા છે કે મનુષ્યને દવા લેવાની ભાગ્યેજ જરૂર રહે છે. પથ્ય અને પાણી, માટી ઈત્યાદિના ઘરગથુ ઉપચારથી એક હજારમાંથી નવર્સે નવાણું કેસ સારા થઈ શકે છે. ૨૦ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ પ૩ મારે દઢ વિશ્વાસ છે કે મનુષ્ય બાળક તરીકે માતાનું દૂધ પીએ છે, તે ઉપરાંત બીજા દૂધની આવશ્યકતા નથી. મનુષ્યને રાક વનપક ફળો, લીલાં અને સૂકાં સિવાય બીજો નથી. બદામાદિ બીજમાંથી અને દ્રાક્ષાદિ ફળમાંથી તેને શરીર અને બુદ્ધિનું પૂર્ણ પિષણ મળી રહે છે આવા ખોરાક ઉપર જે રહી શકે તેને સારૂ બ્રહ્મચર્યાદિ આત્મસંયમ સહેલી વસ્તુ થઈ પડે છે. “આહાર તેવો ઓડકાર” “માણસ જેવું ખાય તે થાય છે.” એ કહેવતમાં ઘણું તથ્ય છે એમ મેં અને મારા સાથીઓએ અનુભવ્યું છે. ૫૪ ખાવાપીવાની સાથે આત્માને સંબંધ નથી.”“તે નથી ખાતે, નથી પીતે, જે પેટમાં જાય છે તે નહિ, પણ જે વચને અંદરથી નીકળે છે તે હાનિલાભ કરે છે, વિગેરે દલીલો હું જાણું છું. એમાં તથ્થાંશ છે. પણ દલીલમાં ઉતર્યા વિના અહિં તે મારે દઢ નિશ્ચય જ મૂકી દઉં છું, કે જે મનુષ્ય ઇશ્વરથી ડરીને ચાલવા ઈચ્છે છે, જે ઈશ્વરનાં પ્રત્યક્ષ દર્શન કરવા ઈચ્છે છે, એવા સાધક અને મુમુક્ષુને સારૂ પિતાના ખેરાકની પસંદગી–ત્યાગ અને સ્વીકાર–એટલાંજ આવશ્યક છે જેટલા વિચાર અને વાચાની પસંદગી–ત્યાગ અને સ્વીકાર આવશ્યક છે. મનુષ્ય અને તેનું કામ એ બે નેખી વસ્તુ છે. સારા For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્થાનાં અમૃતબિંદુ કામ પ્રત્યે આદર અને નઠારાં કામ પ્રત્યે તિરસ્કાર હાવા જ ોઇએ. સારાં નરસાં કામ કરનાર પ્રત્યે હંમેશાં આદર અને દયા હાવાં જોઈએ. આ વસ્તુ સમજવે સહેલી છે છતાં તેને અમલ ઓછામાં ઓછા થાય છે, તેથી જ આ જગતમાં ઝેર ફૂલાયાં કરે છે. : સત્યની શોધના મૂળમાં આવી અહિંસા રહેલી પ્રતિક્ષણ અનુભવ્યાં કરૂ છુ. તંત્રીની સામે ઝગડા શાલે, તંત્રની સામે ઝઘડા કરવા તે પેાતાની સામે કર્યાં બરાબર છે. કેમકે અધા એકજ પીછીથી દેરાએલા છીએ, એકજ બ્રહ્માની પ્રજા છીએ. તત્રીમાં તેા અનંત શક્તિ રહેલી છે. તંત્રીના અનાદર તિરસ્કાર કરવા જતાં તે શક્તિઓને અનાદર થાય ને તેમ થતાં તંત્રીને તેમજ જગતને નુકશાન પહાંચે. પટ્ટ વર્તમાન પત્રા સેવા ભાવથી જ ચાલવાં જોઇએ એ હું ઈંડિયન એપિનિયન ” ના પહેલા માસની કારકીદીમાંથી જ ' જોઇ ગયેા. વમાન પત્ર એ ભારે નિર’કુશ પાણીના ધોધ ગામનાં ગામ નાશ કરે છે, તેમ નિર કુશ અંકુશ બહારથી આવે . તા તે નીવડે છે, અંદરના જ અંકુશ આ વિચાર સરણી સાચી વર્તમાન પત્રા નભી શકે ? પણ ૨૨ શક્તિ છે. પણ જેમ ડુબાવે છે ને પાકના કલમના ધેાષ નાશ કરે છે, એ નિરકુશ કરતાં વધારે ઝેરી લાભદાયી હાઇ શકે. હાય તા દુનિયાનાં કેટલાં નકામાને મધ કાણુ કરે ? For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્થાનાં અમૃતબિંદુઓ કામનું ને નકામનું સાથે સાથે ચાલ્યાં જ કરવાનાં. તેમાંથી મનુષ્ય પોતાની પસંદગી કરવી રહી. - પ૭ મારા અનુભવમાં મેં ઘણીવાર જોયું છે કે આપણે ઈચ્છીએ છીએ કંઈ ને થાય કંઈ બીજું જ. પણ મેં સાથે સાથે એ પણ અનુભવ્યું છે કે જ્યાં સત્યની સાધના અને ઉપા સના છે ત્યાં આપણી ધારણા પ્રમાણે ભલે પરિણામ ન આવે, તે પણ અણધારેલું આવે તે પરિણામ અકુશલ નથી હોતું ને કેટલીક વેળા ધાર્યા કરતાં વધારે સારું હોય છે. ૫૮ કરાંમાં માબાપની આકૃતિને વારસો જેમ ઉતરે છે તેમ તેમના ગુણદેષને વારસે પણ ઉતરેજ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂઢ બાપદાદા ઇત્યાદિ તરફથી મળેલી હોય છે તેજ ખરી. એવા દેના વારસામાંથી કેટલાંક બાળકો પિતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માને મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે. તેની (બ્રહ્મચર્યની) મુશ્કેલીને અનુભવ આજ લગી કર્યા કરું છું. તેનું મહત્વ દિવસે દિવસે વધારે ને વધારે જોઉં છું. તેના વિનાનું જીવન મને શુષ્ક અને જાનવરના જેવું લાગે છે. જાનવર સ્વભાવે નિરંકુશ છે. મનુષ્યનું મનુષ્યત્વ સ્વેચ્છાએ ૨૩. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુએ અંકુશિત ખનવામાં છે. બ્રહ્મચર્યંની જે સ્તુતિ ધર્મગ્રથામાં જોવામાં આવે છે તેમાં પૂર્વે અતિશયેાક્તિ લાગતી તેને બદલે હવે તે ચેાગ્ય છે ને અનુભવપૂર્વક થયેલી છે એમ દિવસે દિવસે વધારે સ્પષ્ટ થતુ જાય છે. ૬૦ શુદ્ધ પ્રાચય માં તે વિચારની મલિનતા પણ ન હોવી જોઇએ. સંપૂર્ણ બ્રહ્માચારીના સ્વપ્નામાં પણ વિકારો વિચાર ન હાય. ને જ્યાં સુધી વિકારી સ્વપ્નાં સંભવે ત્યાં લગી બ્રહ્મચર્ય બહુ અપૂર્ણ છે એમ માનવુ જોઈએ. ૬૧ માણસ રસને સારૂ નહિ પણ શરીર નભાવવા સારૂ જ ખાય. પ્રત્યેક ઇન્દ્રિય જ્યારે કેવળ શરીરને અને શરીરને વાટે આત્માનાં નને જ અર્થે કાર્ય કરે ત્યારે તેમાંના રસે શૂન્યવત્ થાય છે, ને ત્યારેજ તે સ્વાભાવિકપણે વર્તે છે એમ કહેવાય. ૬૨ નાશવત શરીરને શેાભાવવા, તેનુ આયુ વધારવા આપણે અનેક પ્રાણીઓનાં અલિદાન આપીએ છીએ. છતાં તેમાં શરીર અને આત્મા અને હણાય છે. એક રાગને મટાડતાં, ઇન્દ્રિયના ભાગા લાગવવા મથતાં અનેક નવા રાગેા ઉત્પન્ન કરીએ છીએ. ભાગા લાગવવાની શક્તિ પણ છેવટે ખાઇ બેસીએ છીએ. ને ૨૪ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબ દુઆ આ ક્રિયા આપણી આંખ સમક્ષ ચાલી રહી છે છતાં તેને જોવાની ના પાડીએ છીએ. ૬૩ મારા અનુભવ મને તેા એમ શીખવે છે કે જેનું મન સચમ પ્રતિ જઇ રહ્યું છે તેને ખારાકની મર્યાદા અને નિરાહાર બહુ મદદ કરનારાં છે. તેની મદદ વિના મનની નિવિકારતા અસંભવિત જણાય છે. ૬૪ હેતુ વિના, મન વિના થયેલા શારીરિક ઉપવાસનું રવતત્ર પરિણામ વિષય રાકવામાં નીપજશે એમ માનવું ભુલ ભરેલુ છે. ૬૫ ઉપવાસાદિ સંયમીના માર્ગમાં એક સાધન રૂપે આવશ્યક છે. પણ તે જ બધુ નથી, અને જો શરીરના ઉપવાસની સાથે મનના ઉપવાસ ન હોય, તે તે દંભમાં પરિણમે ને નુકશાનકારક નીવડે. દરેક ખાળકને ઘણાં પુસ્તક અપાવવાની મેં જરૂર ન હાતી જોઇ. વિદ્યાર્થીનું પાઠય પુસ્તક શિક્ષક જ હાય એમ મને લાગ્યુ છે. શિક્ષકાએ પુસ્તકમાંથી શીખવેલું એવું થાતું જ મને યાદ છે. જેઓએ પેાતાના મુખેથી શીખવેલું' તેનુ સ્મરણુ આજે પણ રહી ગયું છે. For Personal & Private Use Only ૨૫. Page #27 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુએ બાળકે આંખેથી ગ્રહણ કરે છે, તેના કરતાં કાનેથી સાંભળેલુ ઓછા પરિશ્રમથી ને ઘણું વધારે ગ્રહણ કરી શકે છે, બાળકની પાસે હું એક પણ પુસ્તક પુરૂ વંચાવી ગયેા હાઉ' એવુ' મને યાદ નથી. ૬૭ આત્મજ્ઞાન ચેાથા આશ્રમમાં મળે એવા વહેમ સાંભળ્યે છે. પણ જેઓ ચાથા આશ્રમ લગી આ અમૂલ્ય વસ્તુને મુલતવી રાખે છે તેઓ આત્મજ્ઞાન નથી પામતા, પણ બુઢાપે અને બીજું પણ દયાજનક મચપણુ પામી પૃથ્વી પર માજા રૂપે જીવે છે, એવા સાવત્રિક અનુભવ એવામાં આવે છે. ૬૮ શરીરની કેળવણી શરીરની કસરતથી અપાય, બુદ્ધિની બુદ્ધિની કસરતથી, તેમ આત્માની આત્માની કસરતથી. આત્માની કસરત શિક્ષકના વનથીજ આપી શકાય. એટલે યુવકાની હાજરી હો યા નહીં તેમ છતાં શિક્ષકે સાવધાન રહેવુ જોઇએ. ૬૯ લકામાં બેઠેલા શિક્ષક પેાતાના વતનથી પેાતાના શિષ્યાના આત્માને હલાવી શકે છે. હું જીઠું મેલુ અને મારા શિષ્યેાને સાચા મનાવવાના પ્રયત્ન કર્ તે ફ્રાગટ જાય. -હરપાક શિક્ષક શિષ્યને વીરતા નહિ' શીખવી શકે. વ્યભિચારી શિક્ષક શિષ્યાને સંયમ કેમ શીખવે ? મે* જોયું કે મારે મારી ૨૬ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ પાસે રહેલા યુવક અને યુવતીઓની સમક્ષ પદાર્થ પાઠ રૂપે થઈને રહેવું રહ્યું. આથી મારા શિષ્ય મારા શિક્ષક બન્યા. મારે અર્થે નહિં તેમને અર્થે મારે સારા થવું ને રહેવું જોઈએ એમ હું સમજ્યા. ૩૦ માબાપની દેખરેખ બરોબર હોય તે પિતાનાં સારાં નઠારાં છોકરાં સાથે રહે ને ભણે તેથી સારાને કશી હાનિ નથી. પિતાનાં છોકરાંને તીજોરીમાં પુરી રાખવાથી તે શુદ્ધજ રહે છે બહાર કાઢયાથી અભડાય છે એ કેઈ નિયમ તે નથી જ. હા, આટલું ખરું છે કે જ્યાં અનેક પ્રકારના બાળકો તેમજ બાળાઓ સાથે રહેતાં ભણતાં હોય, ત્યાં માબાપની અને. શિક્ષકની કસોટી થાય છે, તેમને સાવધાન રહેવું પડે છે. ૭૧. મારે કહેવાને ( સિદ્ધ કરવાને) એ આશય નથી કે શિષ્યના પ્રત્યેક દેષને સારૂ હમેશાં શિક્ષકેએ ઉપવાસાદિ કરવાં જ જોઈએ. પણ હું માનું છું કે કેટલાક સંજોગોમાં આવા પ્રાયશ્ચિતરૂપ ઉપવાસને અવશ્ય સ્થાન છે. પણ તેને સારૂ વિવેક અને અધિકાર જોઈએ. જ્યાં શિક્ષક શિષ્ય વચ્ચે શુદ્ધ પ્રેમબંધન નથી, જ્યાં શિક્ષકને પિતાને શિષ્યના દેષને ખરે આઘાત નથી, જ્યાં શિષ્યને શિક્ષક પ્રત્યે આદર નથી ત્યાં ઉપવાસ નિરર્થક છે, અને કદાચ હાનિકર પણ થાય. પણ આવા ઉપવાસ એક ટાણાં વિષે ભલે શંકા હોય, પરંતુ શિક્ષક ૨૭ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ શિષ્યના દેને સારૂ થોડે ઘણે અંશે જવાબદાર છે એ વિષે મને લેશ પણ શંકા નથી. ૭૨ સત્યને અનુસરતાં કેધ, વાર્થ, દ્વેષ ઈત્યાદિ સહેજે શમતા હતા. ન શમે તે સત્ય મળતું નેતું. રાગદ્વેષાદિથી ભરપુર માનવી સરળ ભલે હોઈ શકે, વાચાનું સત્ય ભલે પાળે, પણ તેને શુદ્ધ સત્ય ન જ મળે. શુદ્ધ સત્યની શોધ કરવી એટલે રાગદ્વેષાદિ દથી સર્વથા મુકિત મેળવવી. મને ખબર પડી કે લાબા ઉપવાસ કરનારે ગયેલી તાકાત ઝટ મેળવવાને કે બહુ ખાવાને લભ નજ રાખ ઘટે. ઉપવાસ કરવા કરતાં તે ઉતારવામાં વધારે સાવધાન રહેવું પડે છે ને કદાચ તેમાં વધારે સંયમ પણ હોય. ૭૪. કર્તવ્યનું ભાન થવું એ હમેશાં દીવા જેવું સ્પષ્ટ હતું નથી. સત્યના પૂજારીને ઘણી વેળા ગોથાં ખાવાં પડે છે. ૭૫ અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હેળી વચ્ચે સપડાયેલાં આપણે પામર પ્રાણી છીએ. “ જીવ જીવની ઉપર આવે છે” એ બેટું વાકય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના નથી જીવી શકતે. ખાતાં પીતાં, બેસતાં ઉઠતાં, બધી ક્રિયાઓમાં, ઈચ્છા અનિચ્છાએ, કંઈક હિંસા તે કર્યા જ કરે ૨૮ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્થાનાં અમૃતબિંદુઓ છે. તે હિંસામાંથી નીકળવાને તેને મહાપ્રયાસ હય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હેય, તે સૂક્રમમાં સૂક્ષમ જતુને નાશ ન ઈચછે, અને યથાશક્તિ તેને બચાવવા પ્રયાસ કરે, તે તે અહિંસાને પુજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ થશે, તેનામાં નિરંતર કરૂણ વધતી હશે. પણ કેઈ દેહ-. ધારી બાહા હિંસાથી સર્વથા મુક્ત નહિ થઈ શકે. અહિંસાના પડમાંજ અદ્વૈતભાવના રહેલી છે. અને જે પ્રાણીમાત્રને અભેદ હોય તે એકના પાપની અસર બીજાની ઉપર થાય છે તેથી પણ મનુષ્ય હિંસાથી કેવળ અસ્પૃષ્ટ નથી રહી શકતે. સમાજમાં રહેલે મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જ્યારે બે પ્રજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યક્તિનો ધર્મ તે યુદ્ધ અટકાવવાને છે. તે ધર્મનું જે પાલન ન કરી શકે, જેનામાં વિરોધ કરવાની શકિત ન હોય, જેને વિરોધ કરવાને અધિકાર ન પ્રાપ્ત થયો હોય તે યુદ્ધ કાર્યમાં ભળે, અને ભળતે છતે તેમાંથી પિતાને અને પોતાના દેશને તેમજ જગતને ઉગારવાની હાર્દિક કોશીશ કરે. ૭૭ સત્યને આગ્રહી રૂઢીને વળગીને જ કંઈ કાર્ય ન કરે, તે પિતાના વિચારને હઠપૂર્વક ન વળગે, તેમાં દેષ હેવાને સંભવ હમેશાં માને, અને તે દેષનું જ્ઞાન થાય ત્યારે ગમે ૨૯ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુ તેટલાં જોખમે હાય તે ખેડીને પણ તેનો સ્વીકાર કરે ને પ્રાયશ્ચિત પણ કરે. ૭૮ એવાં સ્મરણાં ઘણાં છે કે જેને મહાન આશ્રય ઘણી વિપત્તિઓ અને વિરાધામાં મને મળી શકયા છે. શ્રદ્ધાળુ આવાં મીઠાં સ્મણામાં જુએ છે કે ઇશ્વર દુઃખરૂપી કડવાં ઔષધા આપે છે, તેનીજ સાથે મૈત્રીનાં મીઠાં અનુપાના પણ આપેજ છે. ૭૯ જે પ્રજા સ્વત ંત્રતા ઇચ્છે તેની પાસે પાતાની રક્ષાના અન્તિમ ઇલાજ હાવા જોઇએ. સામાન્ય રીતે આવા ઈલાજો હિંસક હાય છે. સત્યાગ્રહ એ શુદ્ધ અહિંસક શસ્ત્ર છે. તેના ઉપયાગ અને તેની મર્યાદા બતાવવાના મારા ધર્મ માનું છું. અંગ્રેજ સરકાર શક્તિમાન છે એ વિષે મને શંકા નથી. પણ સત્યાગ્રહ સર્વોપરિ શસ્ત્ર છે એ વિષે પણ મને શંકા નથી. ૮૦ લૈાકિક સમ્બન્ધ કરતાં આધ્યાત્મિક સંબંધ વધારે કિમતી છે. આધ્યાત્મિક વિનાના લૌકિક સંબંધ પ્રાણ વિનાના દેહસમાન છે. ૮૧ અનુભવે જોઉં છું કે વિનય સત્યાગ્રહના કઠિન અંશ છે. વિનય એટલે માનપૂર્વક વચન ઉચ્ચારણ એટલેાજ અ નથી. ૩૦ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળભાવ, તેના હિતની ઈચ્છા ને તે પ્રમાણે વર્તન. જયાં લગી જુદા જુદા ધર્મ રહ્યા છે ત્યાં લગી પ્રત્યેક ધમને કાંઈક ખાસ બાહ્ય સંજ્ઞાની કદાચ આવશ્યકતા હોય. પણ જ્યારે બાહા સંજ્ઞા કેવળ આડંબર રૂપે થઈ પડે, અથવા પિતાના ધર્મને બીજા ધર્મથી તારવી કાઢવા સારૂ વપરાય, ત્યારે તે ત્યાજ્ય થઈ પડે છે. અત્યારે જઈ હિંદુધર્મને ઉંચે લઈ જવાનું સાધન છે એમ જેતે નથી એટલે તેને વિષે હું તટસ્થ છું. ને કે નમ્રતાનો અભાવ હું ઠેકઠેકાણે અનુભવતું હતું, છતાં નમ્રતાને વ્રતમાં સ્થાન દેવાથી નમ્રતા મટી જવાનો આભાસ આવતો હતે. નમ્રતાને પૂરે અર્થ શૂન્યતા છે. શૂન્યતાને પહોંચવાને અર્થે બીજા વ્રતે હાય. શૂન્યતા એ મેક્ષની સ્થિતિ. મુમુક્ષુ કે સેવકના પ્રત્યેક કાર્યમાં જે નમ્રતા -નિરભિમાનતા ન હોય તે તે મુમુક્ષુ નથી, સેવક નથી, તે સ્વાર્થી છે, અહંકારી છે. આ દેશ ભૂખમરાથી એ પીડાય છે કે ભિખારીઓની સંખ્યા વધતી જાય છે. ને તેઓ ખાવાનું મેળવવાને સારુ સામાન્ય મર્યાદાને લેપ કરે છે. ધનિક લેકે વગર વિચારે ૩૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ આવા ભિખારીઓને સારૂ કામ શેધી આપવાને બદલે તેમને ભિક્ષા આપી પિષે છે. મેં હંમેશાં એમ માન્યું છે કે બીજાના ગજ જેવડા દોષોને આપણે રજ જેવડા કરી જોઈએ ને પિતાના રાઈ જેવડા: લાગતા દેને પહાડ જેવડા જોતાં શીખીએ, ત્યારે જ આપણને પિતાના ને પારકા દેશેનું ઠીક ઠીક પ્રમાણ મળી રહે. મેં એમ, પણ માન્યું છે કે આ સામાન્ય નિયમનું પાલન સત્યાગ્રહી થવા ઈચ્છનારે તે ઘણું વધારે સૂક્ષમતાથી કરવું જોઈએ. સત્યથી ભિન્ન કે પરમેશ્વર હેય એવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારૂ અહિંસા એજ એક માર્ગ છે. એમ આ પ્રકરણને પાને પાને ( આત્મકથાના) ન દેખાયું હોય તે આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ છે પણ વચન વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તેયે કાચી છે, અપૂર્ણ છે. તેથી મારી સત્યની ઝાંખી હજારો સુરજને એકઠા કરીએ તે પણ જે સત્યરૂપી સૂરજના તેજનું પુર માપ ન મળી શકે એવા સુરજના એક કિરણ માત્રના દર્શન રૂપજ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશકય છે. એટલું તે હું મારા આજ લગીના પ્રયોગને અંતે અવશ્ય કહી શકું છું. આવા વ્યાપક સત્યનારાયણના પ્રત્યક્ષ દર્શનને સારૂ. ૩૨ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ * જીવમાત્રની પ્રત્યે આત્મવત્ પ્રેમની પરમ આવશ્યકતા છે. અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતે. તેથી જ સત્યની મારી પૂજા મને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઈ છે. ધર્મને રાજ્યપ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધમને નથી જાણતે એમ કહેતાં મને સંકેચ નથી થતું, એમ કહેવામાં હું અવિનય નથી કરતે. આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐકય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે અશુદ્ધતાત્મા પરમાત્માનાં દર્શન કરવા અસમર્થ છે. એટલે જીવન માર્ગનાં બધાં ક્ષેત્રમાં શુદ્ધિની આવશ્યકતા છે. એ શુદ્ધિ સાધ્ય છે, કેમકે વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે એ નિકટ સંબંધ છે કે એકની શુદ્ધિ અનેકની શુદ્ધિ બરાબર થઈ પડે છે અને વ્યકિત ગત પ્રયત્ન કરવાની શકિત સત્યનારાયણે સહુને જન્મથીજ આપી છે. શુદ્ધિને માર્ગ વિકટ છે, એમ હું તે પ્રતિક્ષણ અનુભવું છું. શુદ્ધ થવું એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતાં છતાં હું પહોંચ્યું નથી. તેથી લેકની સ્તુતિ મને ભેળવી શકી નથી. એ સ્તુતિ ઘણી વેળા ડંખે છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુ મનના વિકારાને જીતવા એ જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાંચે મને કઠિન લાગે છે. હિંદુસ્તાનમાં આવ્યા પછી પણ હું મારામાં સંતાઇ રહેલા વિકારાને જોઇ શક્યા છું, શરમાયા છું પણ હાર્યાં નથી. સત્યના પ્રયોગ કરતાં મેં રસ લુચા છે, આજે તુટી રહચેા છું, પણ હું જાણું છું કે મારે હજી વિકટ માગ કાપવાના છે. તેને સારૂ મારે શૂન્યવત બનવાનું છે. ૧ મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પેાતાને સહુથી છેલ્લા ન મૂકે ત્યાં લગી તેની મુકિત નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. અને એ નમ્રતા વિના મુકિત કોઇ કાળે નથી એ અનુભવ સિદ્ધ વાત છે. ૯૩ મારે મન સત્ય જ સર્વોપરિ છે અને તેમાં અગણિત વસ્તુઓને સમાવેશ થઇ જાય છે. આ સત્ય તે સ્થૂલ-વાચાનું – સત્ય નહિ. આ તે। જેમ વાચાનું તેમ વિચારનું ખરૂં. આ સત્ય તે આપણું ક૨ેલુ' સત્ય જ નહિ, પણ સ્વતંત્ર ચિર સ્થાયી સત્ય એટલે કે પરમેશ્વર જ. ૩ સત્યના શેાધકને રજકણથી પણ નીચે રહેવુ પડે છે. જગત્ આખું રજકણને કચડે છે, પણ સત્યના પૂજારી તે ૩૪ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાનાં અમૃતબિંદુ રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવા અલ્પ ન અને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી દુલભ છે. ૯૪ હું તેા પગલે પગલે જે જે વસ્તુઓને જોઉ તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી લઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારેને ઘડું. અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયલા આચાર મને એટલે મારી બુદ્ધિને અને આત્માને સતાષ આપે, ત્યાં લગી મારે તેનાં શુભ પરિણામે વિષે અચલિત વિશ્વાસ રાખવા જ જોઈએ, ૫ જેમ જેમ હું વિચાર કરતા જાઉં છું. મારા ભૂતકાલના જીવન ઉપર દૃષ્ટિ નાખતા જાઉં છું, તેમ તેમ મારૂ અપપણું હું શુદ્ધ રીતે જોઇ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યા છું, તે તે આત્મદર્શન છે, તે ઈશ્વરના સાક્ષાત્કાર છે, મેાક્ષ છે. મારૂ ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારૂ લખાણુ બધું એ જ દૃષ્ટિએ છે. અને મારૂ રાજ પ્રકરણી ક્ષેત્રની અંદર ઝ ંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે ! સમાપ્ત. For Personal & Private Use Only ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- _