________________
આત્મકથાનાં અમૃતબિંદુ
રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવા અલ્પ ન અને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી દુલભ છે.
૯૪
હું તેા પગલે પગલે જે જે વસ્તુઓને જોઉ તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી લઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારેને ઘડું. અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયલા આચાર મને એટલે મારી બુદ્ધિને અને આત્માને સતાષ આપે, ત્યાં લગી મારે તેનાં શુભ પરિણામે વિષે અચલિત વિશ્વાસ રાખવા જ જોઈએ,
૫
જેમ જેમ હું વિચાર કરતા જાઉં છું. મારા ભૂતકાલના જીવન ઉપર દૃષ્ટિ નાખતા જાઉં છું, તેમ તેમ મારૂ અપપણું હું શુદ્ધ રીતે જોઇ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યા છું, તે તે આત્મદર્શન છે, તે ઈશ્વરના સાક્ષાત્કાર છે, મેાક્ષ છે. મારૂ ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારૂ લખાણુ બધું એ જ દૃષ્ટિએ છે. અને મારૂ રાજ પ્રકરણી ક્ષેત્રની અંદર ઝ ંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે !
Jain Education International
સમાપ્ત.
For Personal & Private Use Only
૩૫
www.jainelibrary.org