________________
આત્મકથાનાં અમૃતબિંદુઓ
* જીવમાત્રની પ્રત્યે આત્મવત્ પ્રેમની પરમ આવશ્યકતા છે. અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતે. તેથી જ સત્યની મારી પૂજા મને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઈ છે.
ધર્મને રાજ્યપ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધમને નથી જાણતે એમ કહેતાં મને સંકેચ નથી થતું, એમ કહેવામાં હું અવિનય નથી કરતે.
આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐકય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે અશુદ્ધતાત્મા પરમાત્માનાં દર્શન કરવા અસમર્થ છે. એટલે જીવન માર્ગનાં બધાં ક્ષેત્રમાં શુદ્ધિની આવશ્યકતા છે. એ શુદ્ધિ સાધ્ય છે, કેમકે વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે એ નિકટ સંબંધ છે કે એકની શુદ્ધિ અનેકની શુદ્ધિ બરાબર થઈ પડે છે અને વ્યકિત ગત પ્રયત્ન કરવાની શકિત સત્યનારાયણે સહુને જન્મથીજ આપી છે.
શુદ્ધિને માર્ગ વિકટ છે, એમ હું તે પ્રતિક્ષણ અનુભવું છું. શુદ્ધ થવું એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતાં છતાં હું પહોંચ્યું નથી. તેથી લેકની સ્તુતિ મને ભેળવી શકી નથી. એ સ્તુતિ ઘણી વેળા ડંખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org