________________
આત્મકથાનાં અમૃતબિંદુઓ
૪૩ જાહેર સેવકને અંગત ભેટ ન હોય એવા અભિપ્રાય ઉપર હું આવેલો છું.
૪૪ મેં માન્યું અને હજુ માનું છું કે ગમે તેવાં કામછતાં જેમ આપણે ખાવાને સમય કાઢીએ છીએ તેમજ
વ્યાયામને કાઢ જોઈએ. તેથી દેશની સેવા વધારે થાય, પણ ઓછી નહિ એ મારે નમ્ર અભિપ્રાય છે.
મારે મન ઘેટાંના જીવની કિંમત મનુષ્યના જીવના કરતાં ઓછી નથી. મનુષ્ય દેહને નિભાવવા હું ઘેટાંને દેહ લેવા તૈયાર ન થાઉં. જેમ વધારે અપંગ છવ તેમ તેને મનુઅબ્દના ઘાતકીપણાથી બચવા મનુષ્યના આશ્રયને વધારે અધિકાર છે એમ હું માનું છું. પણ તેવી ચગ્યતા વિના મનુષ્ય આશ્રય આપવા પણ અસમર્થ છે. ઘેટાંને આ પાપી હોમમાંથી બચાવવા મારી પાસે છે તેના કરતાં અતિશય વધારે આત્મશુદ્ધિની અને ત્યાગની આવશ્યકતા છે. એ શુદ્ધિ અને એ ત્યાગની અત્યારે તે ઝંખના કરતાંજ મારે મરવું રહ્યું છે એમ લાગે છે. એ કે તેજસ્વી પુરૂષ કે એવી કઈ તેજસ્વિની સતી પેદા થાઓ જે આ મહાપાતકમાંથી મનુષ્યને બચાવે, નિર્દોષ પ્રાણુઓની રક્ષા કરે ને મંદિરને શુદ્ધ કરે, એવી પ્રાર્થના તે નિરંતર કરું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org