________________
આત્મજ્જાનાં અમૃતબિંદુઓ
જ્યાં સંસ્કાર બળવાન છે ત્યાં શીખામણુ બધી મિથ્યા લવારે થઈ પડે છે.
મને હું એવું પ્રમાણ પત્ર સહેજે આપી શકું છું કે મારી જીભ કે કલમમાંથી વિચાર્યા વિના કે માપ્યા વિના ભાગ્યેજ કેઈ શબ્દ નીકળે છે. મારાં ભાષણ કે લખાણમાંના કઈ ભાગને સારૂ મને શરમ કે પશ્ચાતાપ કરવાપણું છે એવું મને સ્મરણ નથી. અનેક ભયેમાંથી હું બચી ગયો છું. ને મારે ઘણે વખત બચી ગયે છે એ વળી અદકે લાભ.
અનુભવે મને એવું પણ બતાવ્યું છે કે સત્યના પુજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણે અજાણે પણ મનુષ્ય ઘણીવેળા અતિશયોક્તિ કરે છે. અથવા જે કહેવા
ગ્ય હોય તે છુપાવે છે કે જુદી રીતે કહે છે. આવાં સંકટેમાંથી બચવાને ખાતર પણ અ૫ભાષી થવું આવશ્યક છે. ડું બોલનાર વગર વિચારે નહીં બોલે. પિતાના દરેક શબ્દને તાળશે.
હું પાપના પરિણામથી મુકિત નથી માગતે, હું તે પાપવૃત્તિમાંથી, પાપી કર્મમાંથી મુકિત માગું છું. તે ન મળે ત્યાં લગી મારી અશાન્તિ મને પ્રિય રહેશે.
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org