________________
આત્મકથાનાં અમૃતબિંદુ
તેટલાં જોખમે હાય તે ખેડીને પણ તેનો સ્વીકાર કરે ને પ્રાયશ્ચિત પણ કરે.
૭૮
એવાં સ્મરણાં ઘણાં છે કે જેને મહાન આશ્રય ઘણી વિપત્તિઓ અને વિરાધામાં મને મળી શકયા છે. શ્રદ્ધાળુ આવાં મીઠાં સ્મણામાં જુએ છે કે ઇશ્વર દુઃખરૂપી કડવાં ઔષધા આપે છે, તેનીજ સાથે મૈત્રીનાં મીઠાં અનુપાના પણ આપેજ છે.
૭૯
જે પ્રજા સ્વત ંત્રતા ઇચ્છે તેની પાસે પાતાની રક્ષાના અન્તિમ ઇલાજ હાવા જોઇએ. સામાન્ય રીતે આવા ઈલાજો હિંસક હાય છે. સત્યાગ્રહ એ શુદ્ધ અહિંસક શસ્ત્ર છે. તેના ઉપયાગ અને તેની મર્યાદા બતાવવાના મારા ધર્મ માનું છું. અંગ્રેજ સરકાર શક્તિમાન છે એ વિષે મને શંકા નથી. પણ સત્યાગ્રહ સર્વોપરિ શસ્ત્ર છે એ વિષે પણ મને શંકા નથી.
૮૦
લૈાકિક સમ્બન્ધ કરતાં આધ્યાત્મિક સંબંધ વધારે કિમતી છે. આધ્યાત્મિક વિનાના લૌકિક સંબંધ પ્રાણ વિનાના દેહસમાન છે.
૮૧
અનુભવે જોઉં છું કે વિનય સત્યાગ્રહના કઠિન અંશ છે. વિનય એટલે માનપૂર્વક વચન ઉચ્ચારણ એટલેાજ અ નથી.
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org