Book Title: Vyakhyan Sahitya Sangraha Part 03 Author(s): Vinayvijay Publisher: Devji Damji Sheth View full book textPage 9
________________ કરા પ્રસ્તાવના. આ આ પુસ્તકના બે વિભાગ પ્રકટ થયા પછી હાલ આ ત્રીજો વિભાગ વિવેકી વાંચનારના કરકમલમાં પ્રાપ્ત થાય છે. અગાઉના બે વિભાગો જેઓએ જોયા છે તેઓને માટે આની રચના શૈલી અજ્ઞાત નથી. જૂદા જૂદા અધિકારોથી ગ્રથિત થયેલા છ પરિચછેદોને પ્રથમ વિભાગ અને તે પછીના સાતમા, આઠમા તથા નવમા પરિચ્છેદેના સમાવેશવાળે દ્વિતીય વિભાગ વાંચનારાઓની બુદ્ધિમાં ધર્માનુકૂલ વિશુદ્ધ વ્યવહારની તથા મોક્ષનુકૂલ વિશુદ્ધ ધર્મની જે વિશિષ્ટ ભાવનાઓ સ્થિતિને પામી હોય તેની નિશ્ચલતાને માટે દશમ, અગિયારમાં તથા બારમા પરિચછેદથી સુબદ્ધ કરવામાં આવેલે આ તૃતીય વિભાગ પ્રવૃત્તિ કરશે અને ધર્માનુકૂલ તથા મોક્ષાનુકૂલ એવી ઘણી એક અભિનવ ભાવનાઓને પણ તેમાં ઉમેરો કરશે. એક ક્ષેત્રની અંદર બીજારોપ કર્યા પહેલાં જેમ તે ક્ષેત્રમાંથી પ્રતિકૂલ પદાર્થોને દૂર કરવા પડે છે તથા તેમાં અનુકૂલ પદાર્થોની યેજના કરવી પડે છે, એટલું જ નહિ પણ બીજ ધારણ કરવાની, તેને જાળવવાની, બીજ અંકુરિત થઈ શકે, અંકુરો ઉછરી શકે અને એગ્ય ફળ આપી શકે એટલે સુધી તેને પોષણ તથા બળ દેવાની અને પિતાના નિગૂઢ થયેલાં બીજેને વૃષ્ટિ, ઉષ્ણુતા, અને શીતતા આદિ બહારનાં સાધનની જરૂર જેટલી સહાયતા મળી શકે તેવી સ્થિતિમાં રહી શકવાની તે ક્ષેત્રની યોગ્યતા માટે તેના કોઈ વિભાગમાં કૃશતા, કઈ વિભાગમાં પુષ્ટતા, કોઈ સ્થળે જોઈતી કઠિનતા, કેઈ સ્થળે જઈની મૃદુતા, અતિ નિમ્રતા હોય ત્યાં ઉગ્રતા, અતિ ઉચ્ચતા હોય ત્યાં નિસતા વગેરે અનેક સંસ્કારોનું આધાન કરવું પડે છે અને બીજારોપ કરતી વખતે અાગ્ય બીજે ન આવે તેની સંભાળ રાખવી પડે છે. સંભાળ રાખ્યા છતાં પણ ક્યાંય કયાંય અગ્ય બીજો પડી જાય તે પાછળથી તેઓના અંકુરને ઉખેડી નાખવા પડે છે તેમ સારા અંકુરોની જાળવણીખાતર અમુક અવાધેપર્યત કેટલાક નકામા અંકોને પણ સાથે સાથે રહેવા દેવા પડે છે અને પાછળથી સમય આવતાં તેઓને દૂર કરવાની કાળજી રાખી તે પ્રમાણે અમલ કરે પડે છે તથા ફળ આવતાં બહુ જાળવણથી માત્ર ફલ ગ્રહણ કરી બાકીને સઘળે ભાગ, જેને યત્નપૂર્વક ઉછેરેલ હેય–જાળવેલ હોય તેનો પણ ત્યાગ કરી દેવામાં આવે છે, તેવીજ રીતે એક અધિકારી મનુષ્યના માનસક્ષેત્રમાં માક્ષફલરૂપ અંતિમબિંદુપરPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 592