________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. - ઝઝઝઝઝઝઝઝઝઝઝ=======
ઉત્તમ બીજારોપ કરતાં પહેલાં તેનાં વ્યાવહારિક અનિષ્ટ વર્તાને અને આનષ્ટ વિચારાને દૂર કરવાની પ્રવૃત્તિ આવશ્યક છે, એટલા માટે તેવાં અનિષ્ટ વર્તને તથા અનિષ્ટ વિચારેને લગતા વિષયો તેને સમજાવી તેની ત્યાજ્યતા તેના મનમાં ખડી કરવી જોઈએ. તથા તેના ચાલતા વ્યવહારની વિશુદ્ધિ થાય તેવાં સુવનો તથા સદ્વિચારોને પરિપષણ આપે તેવા વિષયની ગ્રાહાતા તેમાં સ્થિર કરવી જોઈએ. સમ્યજ્ઞાનનો બીજાપ કરતી વખતે પણ તેની સાથે નક ના વિચારોનું મિશ્રણ ન થાય તેને માટે તથા જ્ઞાનના વિચારે અંકુરિત થઈ સફળ થાય તેવી દશાએ પહોંચતાં સુધીમાં વ્યવહારવર્તનની સાથે અને ધાર્મિક પ્રવૃત્તિની સાથે સેળભેળ થઈ અનિષ્ટ વિચારો કે તેવાં વર્તને દાખલ ન થઈ જાય તેવી સંભાળ લેવાની જરૂર પડે છે તેમજ જે જ્ઞાનબીજ વાવવામાં આવે તે ધારણ કરી રાખવાની, તેને જાળવવાની, તેને અંકુરિત કરવાની તથા ફળ કરવાની તેની ગ્યતા સચવાય અને તે માટે જે કાંઈ બાહો સાધનની જરૂર પડે તેને પણ લાભ મળી શકે તે સારૂ તેને કઈ વિષયમાં અભિમુખ રાખવું પડે છે, કઈ વિષયતરફથી તેને પાછું વાળવું પડે છે, કેઈ વિષયમાં તેની જાગૃતિ જરૂરની છે, તે કઈ વિષયમાં તેને મૃતદશાને અનુભવ કરાવો પડે છે, કોઈ પ્રસંગે તેને કઠિન બનાવવું પડે છે, તે કઈ પ્રસંગે તેમાં મૃદુતા લાવવાની જરૂર પડે છે અને કોઈ વખતે દુનિયાના સંબંધમાં તેને નિગૂઢ રાખવું પડે છે તે કઈ વખતે વગરશ્રમે દુનિયા તેના સર્વાગ દર્શનનો લાભ લઈ શકે તેવું રાખવાની જરૂર પડે છે. પણ આ સઘળું એકજ નિશાન ઉપર નજર રાખીને કરવાનું છે. તે નિશાન બીજું કંઈ નહિ, પણ સર્વાત્મભાવ–આત્મહિત– આત્મદર્શન–મોક્ષ, એનેજ માટે, બીજા કશામાટે નહિ; દુનિયાદારીમાં આગળ વધવાને નહિ, શરીરે સુખી રહેવાને નહિ ટુંકામાં કોઈપણ જાતના નશ્વરલાભને માટે નહિ પણ અનશ્વરલાભને માટે સઘળા પ્રયત્નની-સઘળું જાણું તેમાંથી જરૂરનું હોય તે ગ્રહણ કરવાની જરૂર છે, પોતે ભવસાગર તરવાની શક્તિ મેળવી બીજાઓને તેની શક્તિ આપવી, તેમાટે સઘળી પ્રવૃત્તિ કરવી અને તે માટે તમામ પ્રકારનો શ્રમ ઉઠાવ એજ આવશ્યક છે.
હિતાહિત પદાર્થો, હિતાહિત પ્રવૃત્તિઓ અને હિતાહિત વિચારોથી જાણીતા થવું, વ્યવહારની સગવડ મેળવવી, શરીર સાચવવું, જોકપ્રિય થવું, પૈસે કમાવે, લુચ્ચા લેકેની જાળમાં ન ફસાવું, એ સઘળું છેવટને સરવાળે સાર્થક ત્યારેજ ગણાય છે કે જ્યારે મનુષ્ય પોતાના આત્માને આ ભવસાગરમાંથી તારી મૂક્ષને અધિકારી થઈ શકે. નશ્વર સાધનથી અનશ્વર સુખ મેળવવાની યોગ્યતા સં. પાદન કરવી એજ ખરી વિદ્વત્તા છે અને એ જ ખરો વિવેક છે.