Book Title: Vyakhyan Sahitya Sangraha Part 03 Author(s): Vinayvijay Publisher: Devji Damji Sheth View full book textPage 7
________________ - એક અદભત બાળક. દિવ્ય મહાપુરૂ, આદર્શ કવિઓ કે ધુરંધર ધર્મસ્થાપકે કોઈના બનાવ્યા બનતા યા થતા નથી તેઓ જન્મથી જ કુદરતી બક્ષીસવાળા ડાય છે, ત્યાં પૂર્વના અતિ શુભસંસ્કાર ને તાદર્શ નમુનો દ્રષ્ટિગોચર થાય છે. મહાત્મા ાંધીજીએ સમસ્ત ભારતવર્ષને પ્રાર્થના તરીકે મુકરર કરેલ દિવસે ચોવીસ કલાકનો ઉપવાસ પાળવા સૌ કોઈને આજ્ઞા કરેલી, ત્યાર પછી મેં સાંજવર્તમાન, હીંદુરથાન આદિ ત્રિોમાં વાંચ્યું કે “ બોરસ માં ચંદ્રકાંત સત્યાગ્રહી નામના બે વર્ષ અને છ માસના બાળકે વિધિસહ ઉપવાસ કર્યો હશે. તે વખતે વખત મહાત્મા ગાંધીજીકી જય-માતુશ્રી કસ્તુરબાઈકી જયન્તીલક મહારાજ જય-ભારતમિયાકીજય વિગેરે પુકારતો હતો, તેને જે જે સવાલો પુછવામાં આવતા તે નષકારક જવાબ તે દ્રઢતાથી આપતો હતો. આ બાળક તે ગુજરાતી વિદ્વાન રા. રતનલાલ વક્તાને ભાણેજ થાય છે.” ઈત્યાદિ જાણ્યા બાદ તે બાળકને જોવાની મને તિવ્ર ઈચ્છા થઈ. અનુકૂળ સંજોગો આવી મળ્યા. ઇ. સ. ૧૯૧૯ ના સપ્ટેમ્બરની ૨૭ મી તારીખે રા. વતાની સાથે તે બાળકને રેલ્વેમાં મુસાફરી કરતાં જોયો-મને આનદ થયો. મેં તેને નીચે પ્રમાણે સવાલો પુછવા. 1. ૧ સવાલભાઈ તમારું નામ શું? જવાબ-ચંદ્રકાંત સત્યાગ્રહી. ૨ –તમે કેણ છે? જ– સત્યાગ્રહી છું. ૩ સ–સત્યાગ્રહીનાં કેટલાં લક્ષણ? અને કયાં કયાં? જ—એ. ચહાવું તથા સહેવું. ૪ –તમે કેવા માણસ થશે? જ–બહાદુર. ૫ –કેવાં કામ કરશો ? જ–દેશહીતનાં. ૬ સ–શરીર કેવું કહેવાય ? જજડ. ૭ –જડમાં કાણ શોલે છે? જ–ચૈતન્ય–આત્મા. સ–તમે સત્યવાદિ, પુરૂષોનાં નામ જાણો છો? જ–હા. સ–બે ચારનાં નામ કહે વારૂ જ-યુધિષ્ટિર, હરીશ્ચન્દ્ર, નળરાજા અને હાલમાં મહાત્મા ગાંધીજી વિદ્યમાન છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 592