________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કલંકિત ચેષ્ટાવાળા કરે છે, અને તે મોહનો મહિમા પ્રસિદ્ધ છે. હવે સમગ્ર મનુષ્યોના સમૂહને નાશ કરવામાં સમર્થ અને સમગ્ર પુરૂષ ચક્રને વિષે ચૂડામણિ સમાન મહામહિમાવડે કરી ત્રિલોકને વિષે પ્રસિદ્ધ જેનો મહિમા છે તેજ મહાદેવ છે, તેમજ દેવ દેવેંદ્ર, અસુર, નાગાદિ લોકને કદર્થના કરનાર રાગાદિક શત્રુઓના સમૂહને જીતનારને તોલે કોઈ આવી શકતું નથી. કહ્યું છે કે – रागद्वेषमहामोहेः, कर्थितजगज्जनैः ।। नाभिभूतं मनो यस्य, महिम्ना तस्य कः क्षमः ॥१॥ | ભાવાર્થ : રાગદ્વેષ તથા મહામોહવડે કદર્થના પામેલા જગતના લોકોથી જેનું મન પરાભવને પામેલ નથી તેનો મહિમા કહેવાને માટે કોણ સમર્થ હોય છે ? અર્થાત્ કોઈ જ નહિ, કારણ કે તેવા મહાત્માઓનો મહિમા કોઈ અલૌકિક જ હોય છે.
જે અસાધારણ ગુણગણ માણિકયના સમુદ્ર સમાન અત્યંત સ્તવના કરવા લાયક હોય છે તેજ દેવ મહાદેવ કહેવાય છે. જેમ સૂર્યના કિરણો કોઇ જગ્યાએ વાદળાથી દેશથી આચ્છાદિત હોય છે, અને કોઇક જગ્યાએ સર્વથી આચ્છાદિત હોય છે. તેમ હવે કોઇકને રાગ થોડો હોય છે અને કોઇકને વધારે સર્વદેશિક હોય છે. શૃંગારરસ પરિકિત એકાંત શાંતરસમાં નિમગ્ન હોવાથી કામિની, અક્ષમાલા, આયુદ્ધ અને અનુગ્રહ નિગ્રહથી રહિત હોય છે તેજ મહાદેવ કહેવાય છે. યાरागोगना संगमनानुमेयो, द्वेषो द्विषद्दारगाहेतुगम्यः। मोहकुवृत्तागमदोषसाध्यो, नो यस्य देवः सचैवमर्हन् ॥१॥ श्रृंगारादिरसांगारै नरुनं देहिनां हितम् । एकांतशांततोषेत, मार्हतवृत्तमद्भूतम् ॥२॥ | ભાવાર્થ : સ્ત્રીઓના સાથે સંગ કરવાથી રાગી અનુમાન કરી શકાય છે, અને શત્રુઓના વિદારણ કરવાથી બ્રેષના હેતુભૂત હેવી
( ૮૫
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org