________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ એક વાંદરાએ વિષ્ટા કરી. તે દેખીને વિચારને વિષે ચતુર એવા ભીમે લાડુમાં વિષ મેળવેલું જાણીને યોગીને ભીમે કહ્યું કે હે યોગી ! આ તું શું કરે છે ? ત્યારે તે યોગી બોલ્યો કે કોઇએ આપેલા બે લાડુ અમે ખાઈયે છીએ. એવું બોલતા યોગીને પાણિના પ્રયોગથી લાડુના અંદર વિષ બતાવીને ભીમે, યષ્ટિ-મુષ્ટિવડે કરી ગાઢ હણીને ગામ થકી બહાર કાઢયો, અને પોતાના ભાઈને મરણ થકી બચાવ્યો. ત્યારબાદ ભીમ વિશેષે કરી જ્ઞાનાભ્યાસમાં તત્પર થયો. (નાને मिथ्यात्वस्वरुपम्)
भगवन् ! कइविहे मिछत्ते पन्नत्ते-गोयमा ! दसविहे तंजहाअधम्मे धम्मसन्ना १ धम्मे अधम्मसन्ना २ उम्मग्गे मग्गसन्ना ३ मग्गे उम्मग्गसन्ना ४ अजीवे जीवसन्ना ५ जीवे अजीवसन्ना ६ असाहु सुसाहूसन्ना ७ साहूसु असाहुसन्ना ८ असुत्ते सुत्तसन् ९ सुत्ते असुत्तसन्ना १०.
ભાવાર્થ : હે ભગવન્ મિથ્યાત્વ કેટલા પ્રકારના કહ્યા છે. હે ગૌતમ ! દસ પ્રકારના છે. તે આ પ્રકારે છે-અધર્મને વિષે ધર્મની સંજ્ઞા ૧, ધર્મને વિષે ઉન્માર્ગની સંજ્ઞા ૪, અજીવને વશે જીવની સંજ્ઞા ૫, જીવને વિષે અજીવની સંજ્ઞા ૬, અસાધુને વિષે સાધુની સંજ્ઞા ૭, સાધુને વિષે અસાધુની સંજ્ઞા ૮, અસૂરાને વિષે સૂરાની સંજ્ઞા ૯ અને સૂત્રને વિષે અસૂત્રની સંજ્ઞા ૧૦, એ દસ પ્રકારના મિથ્યાત્વ આગમને વિષે કહેલા છે.
अभिग्गहियं १, अणभिग्गहियं २, तहअभिनिवेसि अंचेव ३, संसइय ४, मणाभाग ५, मिच्छत्तं पंचहा भाणअं ॥१॥
ભાવાર્થ : અભિગ્રાહિક ૧, અનભિગ્રાહિક ૨, તેમજ આભિનિવેશિક ૩ તથા સાંસયિક ૪ તથા અનાભોગિક પ-એ પાંચ પ્રકારે મિથ્યાત્વ કહેલ છે. ૧. અભિગ્રાહિક જે પોતાની મતિમાં આવે તે સાચું માને. ૨ અનભિગ્રાહિક સર્વે ધર્મો સારા છે તેવી બુદ્ધિ રાખે.
૧૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org