Book Title: Vividh Vishay Vicharmala Part 06
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 339
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઉપર બેસી દક્ષિણ દિશામાં ક્ષણમાં બાર યોજન નીકળી ગયો. ત્યારે ખેતરને વિષે એક પાડો હતો. તે પાંચ મુખથી ચારો ચરતો હતો. પાસે રહેલા લોકોને તેણે પૂછ્યું કે ઘણું ઘાસ ખાતાં છતાં પણ આ અતિ દુબળો કેમ છે ? તેણે કહ્યું કે તેની સ્થિતિ સદા આવાજ પ્રકારની છે. એવું સાંભળી આશ્ચર્ય પામી ત્યાંથી ભીમ પાછો ફર્યો અને હસ્તિનાપુરે આવ્યો. (૨) ત્યારબાદ ત્રીજો અર્જુન ત્રીજા ઘોડા ઉપર ચડી, ઉત્તમ દિશામાં ક્ષણવારમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં વગડાને વિષે ત્રણ પારધીએ જેના ત્રણ પગ કાપી નાખેલા છે અને એક જ પગ બાકી રહેલ છે એવા હરણને એક પગે ટટ્ટાર ઊભો રહેલો દેખી પાછો ફરી હસ્તિનાપુરે ગયો. (૩) ત્યારબાદ નકુલ એક ઘોડા ઉપર ચડી પશ્ચિમ દિશામાં ક્ષણમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં જંગલમાં તુરતની પ્રસવેલી એક ગાયને દેખી તે ગાય તુરત પોતાની વાછરડીને ધાવવા લાગી. આવું આશ્ચર્ય દેખી પાછો ફરી હસ્તિનાપુરે આવ્યો (૪) ત્યારબાદ સહદેવ વિદિશામાં ઘોડા ઉપર ચડી, ક્ષણમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં જંગલમાં એક ગોમુખ તીર્થ દેખ્યું. તે ગૌમુખીના નીચે ઉપરાઉપર લાઈનબદ્ધ ત્રણ વાસણો ગોઠવ્યા છે. તે ગૌમુખીમાંથી નીકળેલી પાણીની ધારા પ્રથમના વાસણમાં પડે છે, બીજા વાસણમાં પડતી નથી અને પછી ત્રીજા વાસણમાં પડે છે તેમ થવાનું કારણ પનીહારીને પૂછવાથી આ તીર્થનો પ્રભાવ આવોજ છે, એવું સાંભળી આશ્ચર્ય પામી, પાછો ફરી હસ્તિનાપુરે આવ્યો. (પ) આવી રીતે પાંચે જણાએ નજરે દેખેલી નવીન વાર્તા કહી ઘોડા માગ્યા, તેથી દેવે વિચાર્યું કે આ પાંચમાંથી કોઇને હજી પણ મોહ છૂટતો નથી, તેથી તેણે પાંડુરાજાનું રૂપ ધારણ કર્યું. તે દેખી પાંચે પાંડવોને તેના પગમાં પડયા અને પૂછ્યું કે તમે અહીં કયાંથી? તેણે કહ્યું કે હું દેવ ગતિમાં ગયેલ છું અને તમોને બોધ કરવા આવેલ છું. તમોએ રણસંગ્રામમાં અઢાર અક્ષૌહિણી સેના મારી, સેંકડો-હજારો કુરૂઓને મારી કુરૂકુળનો નાશ કર્યો છે, અને એક દ્રૌપદીને પાંચ જણા સેવો છો -મહા પાપકર્મ ૩૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348