Book Title: Vividh Vishay Vicharmala Part 06
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 338
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દીપક ધારણ કરીને ઉભો હતો તે સમયે અકસ્માતું ત્યાં જઈને શ્રેષ્ઠીએ ઘડો મૂક્યો અને ઘડામાંથી લેવામાં ઉંદરો નીકળે છે તેવામાં બિલાડાએ જાતિસ્વભાવના વૈરથી દીવાને નાખી દઈ ઉંદરોને પકડયા તેલથી રાજાના વસ્ત્રો બગડ્યા, સિંહાસન બળી ગયું,ક્રીડા નાશ પામી, રાજાને ઘણું દુઃખ થયું. ત્યારબાદ શોભન શ્રેષ્ઠીએ સારી વાણીથી રાજાને કહ્યું કે હે સ્વામિન્ ! સારા પ્રકારે શિક્ષણ આપ્યા છતાં પણ નીચ એવો આ પોતાની પ્રકૃતિને છોડતો નથી. તું આ બિલાડાની કરણી જો, કારણ કે આ બિલાડા ઉંદરનું સ્વાભાવિક પણાથી વેર છે તેનો ત્યાગ કરવો મુશીબત છે. ગીત નૃત્ય, કાળા વાજીંત્ર, વિદ્યાનું વિજ્ઞાન શીખવાથી આવે છે, પરંતુ જેનો જે સ્વભાવ હોય છે તે જતો નથી. આવું સાંભળી રાજાને વેશ્યાનું બહુ અપમાન કર્યું અને શોભન શ્રેષ્ઠીને બહુમાન આપ્યું. પાંચ પાંડવોનું દષ્ટાંત) હરિ નાપુરમાં પાંચ પાંડવો રાજય કરતા હતા. તેમણે દીર્ઘકાળ સુધી રાજય કર્યું. તેમના પિતા પાંડુરાજા દેવલોકે ગયા. તેમણે અવધિજ્ઞાનથી તપાસ કરીપુત્રોને બોધ કરવાનો વિચાર કર્યોને શાહુકારનું રૂપ લઈ પાંચ ઘોડા સહિત હસ્તિનાપુર બહાર ઊભો રહ્યો. પાંડવો ક્રીડા કરવા ગયા. ઘોડા સારા દેખી મૂલ્યથી માગ્યા. તેણે કહ્યું : “મૂલ્યથી વેચવા નથી પણ મને જે કોઈ નવીન વાત સંભળાવે તેને એક ઘોડો મફત આપું” આવી રીતે કહેવાથી મોટો પુત્ર યુધિષ્ઠિર એક ઘોડા ઉપરબેસી પૂર્વ દિશા તરફ ગયો. ક્ષણમાં બાર યોજન નીકળી જઈ અટવીમાં પડયો. ત્યાં ઉત્તમ મહેલ દેખ્યો જંગલમાં મહેલદેખવાથી આશ્ચર્ય થયું. સાતમી ભૂમિ ઉપર ચડ્યો ત્યાં સિંહાસન ઉપરકાગડાને બેઠેલો દેખ્યો તેના મસ્તકના ઉપર સિહે છત્રાને ધારણ કરેલ છે. હંસલા તેમને ઉજજવળ ચામરોથી વીંઝી રહેલ છે. બીજા ઘણા જાનવરો વિવિધ પ્રકારે તેની સેવા ઉઠાવી રહ્યા છે. આવી રીતે દેખી યુધિષ્ઠિર ત્યાંથી પાછો ફર્યો અને હસ્તિનાપુર આવ્યો. (૧) ત્યારબાદ ભીમ બીજા ઘોડા ૩૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348