Book Title: Vividh Vishay Vicharmala Part 06
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 337
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બહુ શિક્ષણ આપ્યા છતાં પણ નીચ જીવકદાપિકાળે પોતાના સ્વભાવને ત્યાગ કરી શકે જ નહિ કહ્યું છે કે – काकः पद्मवने रतिं न कुरुते हंसो न कूपोदके । मूर्ख सज्जनसंगमे न रतमे दासो नसिंहासने ॥ कुस्त्री सज्जनसंगमे न रमते नीचं जनं सेवते । या यस्य प्रकृतिस्वभावजनिता केनापि न त्यज्यते ॥१॥ ભાવાર્થ : કાગડો કમળ વનને વિષે પ્રીતિ કરતો નથી, હંસ કૂવાના પાણીને વિષે પ્રીતિ કરતો નથી, મૂર્ણ સજ્જન માણસના સંગને વિષે પ્રેમ કરતો નથી, દાસ સિંહાસનને વિષે પ્રેમ કરતો નથી, ખરાબ સ્ત્રી સજ્જનના સંગમાં રમતી નથી અને નીચ પુરુષને સેવે છે, માટે જેની જેવી પ્રકૃતિ પડેલી હોય છે જેનો જેવો પ્રથમથી જ સ્વભાવ પડેલો હોય છે તેને કોઈ પણ ત્યાગ કરી શકતા નથી. એવા પ્રકારને બન્ને નિરંતર વાદ વિવાદ થવાથી એકદા રાજાએ વેશ્યાને કહ્યું કે હે ચામરધારિણી! તું તારું વચન સત્ય કરવા માટે કાંઇ પણ તેવું દૃશ્ય દેખાડ એટલે તારું કહેવું સમ્યક્ પ્રકારે મારા માનવામાં આવે. અન્યથા શ્રેષ્ઠી સત્યવાદી અને તું ભૂષાવાદી આવી રીતે રાજાએ કહેવાથી વેશ્યાએ એક બિલાડાના બાળકને નાનપણથી સારી શિક્ષા રાપવાથી તે બિલાડાનો બાળક નિપુણતાથી તાંબૂલ આપવું, દીપક ધારણ ક રવો, ચામર વીંજવા, પાણી લાવીને પાવું, લુગડા ધોવા વિગેરે રાજાના કાર્યો કરવા લાગ્યો તેથી પોતાના તમામ કાર્યો કરવાથી રાજાએ સભામાં વેશ્યાની પ્રશંસા કરી કે અહો ! અહો ! આનું કહેવું સત્ય છે કે આ બિલાડો પશુ છે છતાં પણ ચતુર માણસની પેઠે તમામ કામ કરે છે, આવી રીતે વર્ણન કરવાથી નાક અને મુખને મરડીને વેશ્યા બોલી કે હે સ્વામિન્ ! હીંગ, મીઠું, મરચું, તેલ વેચનારા આ બિચારા રાંકડા વાણિયાઓ શું જાણે, કારણ કે અમારું વેશ્યાનું કુલ જ ચાતુરીનું મૂળ હોય છે. એકદા રાત્રિએ રાજા ધૃતક્રિયા કરતો હતો અને બિલાડો હાથમાં ૩૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348